અંતરિમ બજેટ: સામાન્ય માણસના ખિસ્સામાં કંઇ ના આવ્યું!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો તેમના માટે નાણામંત્રી પી. ચિદમ્બરમે આ વખતે તેમના પિટારામાંથી કંઇ પણ નિકાળ્યું નથી. એટલે કે સામાન્ય નાગરિકનું ખિસ્સુ આ વખતે પણ ખાલી છે. ઇનકમ ટેક્સના દર જેવાને તેવા બનેલા છે અને તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નાણા મંત્રીએ પોતાના ભાષણ દરમિયાન ટેક્સ સાથે જોડાયેલા ફેરફારોને લાગુ નહીં કરવા પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર આ વખતે બે મોટા ટેક્સ ફેરફાર ડાયરેક્ટ ટેક્સ કોડ અને ગુડ્સ અને સર્વિસિઝ ટેક્સ બિલ લાવી શકી નથી. તેમણે જણાવ્યું કે તેમને આશા છે કે નાણાકિય વર્ષ 2015માં આ બિલ લાગુ થઇ જશે અને તેના માટે તેમણે તમામ પાર્ટીઓને અપીલ પણ કરી છે.

જોકે નાણા મંત્રીએ ઇનકમ ટેક્સના દરોમાં કોઇ ફેરફાર નથી કર્યો પરંતુ ઘણી પ્રોડક્ટ્સ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને સામાન્ય વ્યક્તિને કેટલીક રાહત આપવાની કોશીશ ચોક્કસ કરી છે. હવે કાર, સ્કૂટર, સાબુ, ફ્રિઝ, ટીવી, ચોખા, અને દેશમાં બનેલા મોબાઇલ સસ્તા થઇ જશે.

નાણામંત્રીએ ઑટો સેક્ટર માટે મોહી રાહતની જાહેરાત કરી છે અને એક્સાઇઝમાં 4-6 ટકાનો કાપ મૂક્યો છે. કેપિટલ ગુડ્સ માટે પણ એક્સાઇઝ ડ્યૂટી 12 ટકા ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે. કન્ઝ્યુમર નૉન ડ્યૂરેબલ્સ પ્રોડક્ટ પર પણ 2 ટકા એક્ઝાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ચોખાનું પેકેજિંગ અને વેયરહાઉસિંગને સર્વિંસ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે.

English summary
There is nothing for common man in interim budget 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.