For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી બાદ સ્માર્ટ ફોન સહિત આ વસ્તુઓ થઇ જશે મોંઘી, જાણો યાદી

દેશમાં સ્માર્ટફોનની કિંમત ઓકટોબર-ડિસેમ્બર સુધી 5-7 ટકા સુધી વધી શકે છે. ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો થવાને કારણે માંગમાં પણ અસર થઇ રહી છે. આ કારણે આ વર્ષે સ્માર્ટફોનના શિપમેન્ટમાં પણ ઘટાડો આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં સ્માર્ટફોનની કિંમત ઓકટોબર-ડિસેમ્બર સુધી 5-7 ટકા સુધી વધી શકે છે. ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો થવાને કારણે માંગમાં પણ અસર થઇ રહી છે. આ કારણે આ વર્ષે સ્માર્ટફોનના શિપમેન્ટમાં પણ ઘટાડો આવી શકે છે.

આ ખર્ચ ગ્રાહકોને આપવા માંગે છે

આ ખર્ચ ગ્રાહકોને આપવા માંગે છે

ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર, તહેવારોની સિઝન દરમિયાન થયેલા માંગના વધારવા માટે સ્માર્ટફોન બ્રાન્ડ્સ મોટાભાગેઆયાતી ઘટકોની વધેલી કિંમત સહન કરી રહી છે. હવે તેઓ આ ખર્ચ ગ્રાહકોને આપવા માંગે છે.

રૂપિયાના અવમૂલ્યનની અસર ચોક્કસપણે ખર્ચ પર પડશે

રૂપિયાના અવમૂલ્યનની અસર ચોક્કસપણે ખર્ચ પર પડશે

આ સાથે વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં સ્માર્ટફોનની સરેરાશ કિંમત 20,000 રૂપિયા સુધી જઈ શકે છે, જે એપ્રીલ-જૂનમાં 17,000 રૂપિયા હતી. મોબાઈલ ફોન કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, રૂપિયાના અવમૂલ્યનની અસર ચોક્કસપણે ખર્ચ પર પડશે.

બજેટ સ્માર્ટફોન પર પડશે સૌથી વધુ અસર

બજેટ સ્માર્ટફોન પર પડશે સૌથી વધુ અસર

એક અધિકારીએ જણાવ્યું હતું કે, રૂપિયાની વધઘટ વસ્તુના બિલ પર મોટી અસર કરે છે. દેશમાં બનેલા સ્માર્ટફોન હજૂ પણ વિદેશથી આવતાઘટકો પર નિર્ભર છે. આની અસર મોટાભાગના બજેટ સ્માર્ટફોન પર પડશે.

તહેવારોની સીઝન બાદ તેની સીધી અસર ગ્રાહકો પર પડશે

તહેવારોની સીઝન બાદ તેની સીધી અસર ગ્રાહકો પર પડશે

તહેવારોની સીઝન બાદ તેની સીધી અસર ગ્રાહકો પર પડશે. ભાવમાં વધારો વાર્ષિક ધોરણે વેચાણને પણ અસર કરી શકે છે. 9 ઓક્ટોબરના રોજ ડોલર સામે રૂપિયો નબળો પડીને 82.86 થયો હતો

સરકાર પામ ઓઇલની આયાત પર વધારી શકે છે ડ્યૂટી

સરકાર પામ ઓઇલની આયાત પર વધારી શકે છે ડ્યૂટી

કેન્દ્ર સરકાર પામ ઓઈલની આયાત પર ડ્યુટી વધારી શકે છે. સરકારી સૂત્રો અને ઉદ્યોગપતિઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વનસ્પતિતેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર ભારત, તેલીબિયાંની નીચી કિંમતો સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને મદદ કરવાના પ્રયાસોના ભાગરૂપેઆ પગલું ભરી શકે છે.

ક્રૂડ પામ ઓઈલ પર ડ્યુટી પાછી લાવવા અને RBD પર ડ્યુટી વધારવા પર વિચાર

ક્રૂડ પામ ઓઈલ પર ડ્યુટી પાછી લાવવા અને RBD પર ડ્યુટી વધારવા પર વિચાર

એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, અમે ક્રૂડ પામ ઓઈલ પર ડ્યુટી પાછી લાવવા અને RBD પર ડ્યુટી વધારવા પર વિચાર કરી રહ્યાછીએ. આ વર્ષની શરૂઆતમાં ભારતે કિંમતોને નિયંત્રિત કરવા માટે ક્રૂડ પામ ઓઈલ (CPO) પરની મૂળભૂત આયાત જકાત નાબૂદ કરીહતી.

RBD અને CPO વચ્ચે ફીમાં તફાવત 12-13 ટકા હોવો જોઈએ

RBD અને CPO વચ્ચે ફીમાં તફાવત 12-13 ટકા હોવો જોઈએ

સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, CPOs અને RBDsની આયાત પરની ડ્યૂટી ઓછામાં ઓછી 10 ટકા વધારવી જોઈએ. RBD અને CPO વચ્ચે ફીમાં તફાવત 12-13 ટકા હોવો જોઈએ.

English summary
These things will become expensive after Diwali, know which items will increase in price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X