For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ડિસેમ્બરથી બદલી જશે આ નિયમ, જાણો નહીંતર થશે નુકાસાન

વર્ષનો અંતિમ મહિનો બે દિવસ બાદ શરૂ થશે. આવા સમયે ઘણા કામો છે, જે તમારે આ બે દિવસમાં કરી લેવા પડશે. આ સાથે ડિસેમ્બરથી જ ઘણા નિયમો બદલાઇ જશે. જેનાથી તમારા ખિસ્સા પર અસર પડી શકે છે, માટે તમારે આ બદલાવ વિશે જાણી લેવું જોઇએ.

|
Google Oneindia Gujarati News

વર્ષનો અંતિમ મહિનો બે દિવસ બાદ શરૂ થશે. આવા સમયે ઘણા કામો છે, જે તમારે આ બે દિવસમાં કરી લેવા પડશે. આ સાથે ડિસેમ્બરથી જ ઘણા નિયમો બદલાઇ જશે. જેનાથી તમારા ખિસ્સા પર અસર પડી શકે છે, માટે તમારે આ બદલાવ વિશે જાણી લેવું જોઇએ.

પેનલ્ટી સાથે રિટર્ન ભરી શકશે

પેનલ્ટી સાથે રિટર્ન ભરી શકશે

જો તમે હજૂ સુધી 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમે તેને દંડ સાથે 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકો છો. જો તમારી કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો દંડની રકમ વધીને 5,000 રૂપિયા થઈ જશે.

એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો

એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો

2022-23 માટે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. જેમનો વાર્ષિક આવકવેરો 10,000 રૂપિયાથી વધુ છે, તેઓએ એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડશે. જો 15 ડિસેમ્બર સુધીમાં તેઓ 75 ટકા ટેક્સ એડવાન્સ જમા નહીં કરાવે અથવા ઓછો ટેક્સ જમા કરાવે તો એક ટકા વ્યાજ વસૂલવામાં આવશે.

IT રિટર્નમાં ભૂલ સુધારણા

IT રિટર્નમાં ભૂલ સુધારણા

જો તમે નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ભર્યું હોય અને તેમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો આવી સ્થિતિમાં તમે 31 ડિસેમ્બર સુધીમાં રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકો છો. આ પછી ભૂલ સુધારી શકાશે નહીં. આ કારણે તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.

હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવું

હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવું

સરકાર પાસેથી પેન્શન લેનારાઓએ દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. તેને સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જેમણે આ મહિનાના અંત સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી, તેમને 1 ડિસેમ્બરથી આમ કરવામાં અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.

ગેસના ભાવમાં શઇ શકે છે ફેરફાર

ગેસના ભાવમાં શઇ શકે છે ફેરફાર

સીએનજી અને પીએનજીના ભાવ સમગ્ર દેશમાં દર મહિનાની પ્રથમ તારીખે અથવા પ્રથમ સપ્તાહે બદલાય છે. આવી સ્થિતિમાં આપેલી તારીખે કિંમતોમાં વધારો અથવા ઘટાડા સાથે તે બદલાઈ શકે છે.

બેંકોમાં રજાઓ શરૂ થશે

બેંકોમાં રજાઓ શરૂ થશે

આવતા મહિને 13 દિવસ બેંકો બંધ રહેશે. 13 દિવસની બેંક રજાઓ પૈકી, બીજા અને ચોથા શનિવાર અને બધા રવિવાર સાપ્તાહિક રજાઓ છે. ક્રિસમસ, વર્ષનો છેલ્લો દિવસ અને ગુરુ ગોવિંદ સિંહ જીનો જન્મદિવસ પણ ડિસેમ્બરમાં આવી રહ્યો છે, આ દિવસે બેંકોમાં રજા રહેશે.

English summary
This rule will be changed from December 1, know otherwise there will be loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X