For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ITR વેરિફાઈ કરવાની રીત જાણો અહીં

ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી આગળ વધારીને 31 ઓગસ્ટ 2019 કરી દેવાઈ છે. આ રીતે સરકારે લોકોને મોટી રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી આગળ વધારીને 31 ઓગસ્ટ 2019 કરી દેવાઈ છે. આ રીતે સરકારે લોકોને મોટી રાહત આપી છે. હવે તમારી પાસે આવકવેરા રિટર્ન ભરવા માટે પૂરતો સમય છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો છેલ્લો તબક્કો વેરિફિકેશન છે. જો તમે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે અને 120 દિવસમાં તેનું વેરિફિકેશન નથી કરાવ્યું તો ઈન્કમટેક્સના નિયમ પ્રમાણે તેને કાયદેસર નહીં માનવામાં આવે. ઈ ફાઈલિંગ વેબસાઈટ પર ITR અપલોડ કર્યા બાદ તમારે ITR વેરિફાઈ કરાવવું જરૂરી છે, આ માટે 120 દિવસ મળે છે.

આ પણ વાંચો: ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ દસ્તાવેજોની પડશે જરૂર

ITR વેરિફિકેશન કરો આધાર OTP દ્વારા

ITR વેરિફિકેશન કરો આધાર OTP દ્વારા

તમને જણાવી દઈએ કે ITRને આધાર ઓટીપી દ્વારા વેરીફાઈ કરાવી શકાય છે. જો કે આ માટે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. એકવાર ITR વેરિફિકેશન માટે આ રીત પસંદ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આવકવેરા વિભાગની વેબસાઈટ પર આ વન ટાઈમ પાસવર્ડ નાખીને સબમિટ પર ક્લિક કરશો તો તમારું ITR વેરિફાઈ થઈ જશે. તમને આ માટે ફક્ત 30 મિનિટનો સમય મળે છે. જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી તો તમારે આઈટીઆર વેરિફિકેસન માટે અન્ય રીત પસંદ કરવી પડશે.

નેટબેન્કિંગ દ્વારા વેરિફિકેશન

નેટબેન્કિંગ દ્વારા વેરિફિકેશન

આ સાથે જ નેટબેન્કિંગ દ્વારા આવકવેરા રિટર્ન વેરિફાઈ કરી શકાય છે. આ માટે તમારે બેન્કની વેબસાઈટ પર લોગ ઈન કરવું પડશે. જેમાં તમને ટેક્સ ટેબમાં ઈ વેરિફાઈનો ઓપ્શન મળશે. બાદમાં ઈન્કમટેક્સ વિભાગની માય અકાઉન્ટ ટેબ પર ક્લિક કરીને ઈવીસી જનરેટ કરી શક્શો. તેના પર ક્લિક કરતા જ તમારા મોબાઈ ફોન પર અને ઈમેઈલ પર 10 આંકડાનો કોડ આવશે. આ કોડ 72 કલાક સુધી વેલિડ રહે છે. તમે આઈટીઆર વેરિફાઈ કરવા માટે અકાઉન્ટ ટેબમાં ઈવીસી નાખી શકો છો. તેને સબમિટ કરતા જ તમારું આઈટીઆર વેરિફાઈ થઈ જશે.

ITR-V/ એક્નોલેજમેન્ટ રિસિપ્ટ સાઈન કરીને મોકલવી

ITR-V/ એક્નોલેજમેન્ટ રિસિપ્ટ સાઈન કરીને મોકલવી

આઈટીઆરીને ફિઝિકલ વેરિફિકેશન કરાવવા માટે તમારે રિટર્નના ઈ ફાઈલિંગના 120 દિવસમાં બેંગલુરમાં આઈટી વિભાગમાં સીપીસીમાં પ્રિન્ટ અને સાઈન કરેલા ITR-V ફોર્મ મોકલવું પડશે.

આવકવેરા વિભાગના ફોર્મ મળ્યાનું સમર્થન કરશે. આ રીતે આ પ્રક્રિયા પૂરી કરશે.

જો તમે ITR V ફિઝિકલ રીતે મોકલવું પડશે અને તમારી રસીદ મળવા ટાઈમ લાગી શકે છે.

તમારે આ ફોર્મમાં બ્લૂ રંગની પેનથી સાઈન કરવી પડશે.

તમારે આ ફોર્મમાં બ્લૂ રંગની પેનથી સાઈન કરવી પડશે.

ફિઝિકલ રીતે ITR-V/એક્નોલેજમેન્ટ રિસીપ્ટને સાધારણ અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી જ મોકલવું જરૂરી છે. આ ઉપરાંત તમારે કોઈ દસ્તાવેજ આપવા જરૂરી નથી. આવકવેરા વિભાગ ITR-V/એક્નોલેજમેન્ટ રિસીપ્ટ મળતા જ તમને મેઈલ અને મોબાઈલ પર એક મેસેજ આવશે.

બેન્ક અકાઉન્ટની મદદથી કરો વેરિફિકેશન

બેન્ક અકાઉન્ટની મદદથી કરો વેરિફિકેશન

તમને જણાવી દઈએ કે આવકેવાર વિભાગ બેન્ક અકાઉન્ટ દ્વારા રિટર્ન વેરિફાઈ કરવાની સુવિધા આપે છે. પરંતુ ધ્યાન રાખો કે આ સુવિધા બધી બેન્ક નથી આપતી. આ માધ્યમથી ITR વેરિફાઈ કરવા માટે તમારે બેન્કનું નામ, અકાઉન્ટ નંબર, IFSC કોડ અને મોબાઈલ નંબર નાખવો પડશે. વેલિડેશન થયા બાદ તમે માય અકાઉન્ટ ટેબમાં જનરેટ ઈવીસી પર ક્લિક કરો. બાદમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. બાદમાં તમે માય અકાઉન્ટ ટેબમાં ઈ-વેરિફાઈના વિકલ્પ પર ક્લિક કરીને મળેલા કોડને ઈનપુટ કરો અને પછી સબમિટ કરો. આ રીતે તમારું ITR વેરિફાઈ થઈ જશે.

English summary
tips for verifing income tax return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X