For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે કરોડપતિ બનાવનારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો !

શેયર બજારમાં હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે. જેથી રોકાણકારો હાલ ડરેલા છે પણ શું તમે જાણો છો કે, રોકાણ કરવા માટેનો આ ઉત્તમ સમય છે.

|
Google Oneindia Gujarati News

શેયર બજારમાં હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે. જેથી રોકાણકારો હાલ ડરેલા છે પણ શું તમે જાણો છો કે, રોકાણ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. આવા સમયે તમારે યોગ્ય જગ્યાએ અને લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ. આજે અમે તમને જણાવિશું એવા ટૉપ 5 મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો વિશે જે સૌથી સારુ રિટર્ન આપે છે. આ સ્કીમોએ વાર્ષિક રિટર્ન 20 ટકા સુધીનું આપ્યુ છે. જો તમે આ સ્કીમોમાં મહિનાના માત્ર 7000 રોકશો તો તે આગળ ચાલી તમને કરોડપતિ બનાવી શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે પૈસા રોકવામાં આવે તો તે અનેકગણા થઈ જાય છે. શેયર બજારમાં ઉતાર-ચઢાવ સામાન્ય છે. લાંબાગાળે તેમાં વધારો થવાનો જ છે. જેથી તમારે લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તગડો નફો મેળવવો જોઈએ.

સમજો આ કરોડપતિ બનવાના ફંડાને

સમજો આ કરોડપતિ બનવાના ફંડાને

ફેંકલિન ઈન્ડિયા પ્રાઈમા મ્યુચ્યુઅલ ફંડનું 20 વર્ષનું સિપનું રિટર્ન 20.31 ટકા રહે છે. સિપ એટલે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી). જેના માધ્યમથી કોઈ પણ સ્કીમમાં 20 વર્ષ માટે પૈસા રોકવામાં આવે તો આ સ્કીમો દર વર્ષે 20 ટકા સુધીનું રિટર્ન આપે છે. જો કોઈએ પાછલા 20 વર્ષો દરમિયાન દર મહિને 7000 રૂપિયા આ સ્કીમ પાછળ રોક્યા છે તો તેની વેલ્યુ આજે સવા બે કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હશે. આ ટૉપ 5 સ્કીમમાં સૌથી ઓછુ રિટર્ન આપનારી સ્કીમ છે આદિત્ય બિરલા સન લાઈફ ટેક્સ સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડ-96. આ સ્કીમે સિપના માધ્યમથી રોકાણકારોને પાછલા 20 વર્ષમાં દર વર્ષે આશરે 15.94 ટકા રિટર્ન આપ્યુ છે. જેણે આ સ્કીમમાં પાછળા 20 વર્ષો દરમિયાન 7000નું રોકાણ કર્યુ હશે આજે તેની વેલ્યુ આશરે 1.20 કરોડ થઈ ગઈ હશે.

મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં ટૉપ રિટર્ન સ્કીમો

મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં ટૉપ રિટર્ન સ્કીમો

- ફેંકલિન ઈન્ડિયા પ્રાઈમા મ્યુચ્યુઅલ ફંડનું 20 વર્ષના સિપનું રિટર્ન 20.31 ટકા રહ્યુ છે.

- એચડીએફસી ટૉપ 100 મ્યુચ્યુઅલ ફંડના 20 વર્ષના સિપનું રિટર્ન 18.73 ટકા રહ્યુ છે.

- આદિત્ય બિરલા સન લાઈફ ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડના 20 વર્ષનું સિપ રિટર્ન 17.77 ટકા રહ્યુ છે.

- ટાટા ઈન્ડિયા ટેક્સ સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડનું 20 વર્ષનું સિપ રિટર્ન 16.52 ટકા રહ્યુ છે.

- આદિત્ય બિરલા સન લાઈફ ટેક્સ સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડ-96નું 20 વર્ષનું સિપ રિટર્ન 15.95 ટકા રહ્યુ છે.

નોટ- મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ રિટર્ન ડાયા 2 ઓગસ્ટ 2019ના છે.

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) એટલે શું

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) એટલે શું

- પૈસા દરમહિને સીધા બેંકમાંથી કપાય છે.

- તારીખની પસંદગી તમારી હોઈ શકે છે. સિપ માટે તમે ગમતી તારીખ પસંદ કરી શકો છો.

- રોકાણ વધારવા અને ઘટાડવાની પણ આઝાદી.

- વચ્ચે પૈસા કાઢી લેવાની પણ આઝાદી. તેનાથી એસઆઈપી પર કોઈ ફરક પડતો નથી અને તે ચાલતી રહે છે.

- જોઈએ તેટલા સમય માટે થઈ શકે છે સિપ.

- સિપ બંધ કરવું પણ સરળ, તેના પર કોઈ પેનલ્ટી ચાર્જ થતો નથી.

- રોકાણની કોઈ સીમા નથી, ઓછામાં ઓછા 500થી લઈ જોઈએ તેટલી રકમનું રોકાણ કરી શકો છો.

- જોઈએ ત્યારે મળી શકે છે સ્ટેટમેન્ટ.

- રોજ જાણી શકો છો તમારા રોકાણની વેલ્યુ. તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોજ યોજનાની એક નેટ આસેટ વેલ્યુ જાહેર કરે છે.

- લાભાંશનો વિકલ્પ પણ. રોકાણકાર ઈચ્છે તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ડિવિડેંટ ફંડનો વિકલ્પ પણ લઈ શકે છે. જેથી જ્યારે કંપનીઓ લાભાંશ આપશે તો રોકાણ કારને પૈસા સીધા બેંક ખાતામાં મળશે.

આ પણ વાંચો: મોદી સરકાર બીજો મોટો નિર્ણય આપવા જઈ રહી, આ સરકારી કંપનીઓને ફાયદો થશે

English summary
top 5 sip return scheme of mutual fund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X