For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી ચેનલો પર મળી રહેલા ડિસ્કાઉન્ટ પર ટ્રાઈની નજર

ટ્રાઇ ટીવી ચેનલો પર મળતી ઓફર્સને બંધ કરી શકે છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) દ્વારા બ્રોડકાસ્ટિંગ અને કેબલ સેવાઓ માટે બનાવેલા નવા નિયમો 29 ડિસેમ્બર 2018 થી અમલમાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ટ્રાઇ ટીવી ચેનલો પર મળતી ઓફર્સને બંધ કરી શકે છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) દ્વારા બ્રોડકાસ્ટિંગ અને કેબલ સેવાઓ માટે બનાવેલા નવા નિયમો 29 ડિસેમ્બર 2018 થી અમલમાં આવ્યા છે. ત્યારથી, ટીવી ચેનલ બ્રોડકાસ્ટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટરો ગ્રાહકોને જાળવી રાખવા માટે નવી નવી ઓફરો લાવી રહ્યા છે. માહિતી આપી દઈએ કે આ ઓફર્સ હેઠળ, બ્રોડકાસ્ટ અને ઓપરેટર્સ ગ્રાહકોને કેટલીક પસંદ કરેલી ચેનલોનું બકેટ ડિસ્કાઉન્ટ પર પ્રદાન કરે છે. હવે ટ્રાઇ આ ઓફર્સ પર નિયંત્રણ મેળવવા જઈ રહ્યું છે. ટ્રાઇએ આ અંગે કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે.

દર્શકોને તેમની પસંદગીની ચેનલો પસંદ કરવાનો અધિકાર

દર્શકોને તેમની પસંદગીની ચેનલો પસંદ કરવાનો અધિકાર

તમને જણાવી દઈએ કે ટ્રાઇ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં, નવા નિયમનકારી માળખાનો હેતુ ટીવી દર્શકોને તેમની પસંદગીની ચેનલો પસંદ કરવાનો અધિકાર આપવાનો હતો. આના દ્વારા દર્શકો તેમના માસિક કેબલ બિલને નિયંત્રિત કરી શકતા હતા. પરંતુ ટીવી ચેનલના બ્રોડકાસ્ટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટરો આ નિયમોની વિરુદ્ધ નવી નવી ઓફર લઈને આવ્યા છે. નવા નિયમો બ્રોડકાસ્ટર્સ અને ઓપરેટર્સને ગ્રાહકોના હિતમાં ચેનલોના બંડલ પ્રદાન કરવાની મંજૂરી મળી છે. આ છૂટનો લાભ લઈ, બ્રોડકાસ્ટર્સ અને ઓપરેટર્સ એક નિશ્ચિત ભાવે બહુવિધ ચેનલો ઓફર કરી રહ્યા છે.

ઓફર્સ પર નિયંત્રણ કરવા માંગે છે

ઓફર્સ પર નિયંત્રણ કરવા માંગે છે

ટ્રાઇના કહેવા પ્રમાણે આમાં ઘણી ચેનલો એવી હોય છે જેનાથી પ્રેક્ષકોને કોઈ લાભ થતો નથી. આવી સ્થિતિમાં, દર્શકોને કારણ વગર બિન-પસંદીદા ચેનલો માટે ચૂકવણી કરવી પડે છે. નવા નિયમોમાં તેના પર લગામ લગાવવા માટેની કોઈ જોગવાઈ નથી. આવી સ્થિતિમાં ટ્રાઇ ટીવી દર્શકોના હિતમાં આ ઓફર્સ પર નિયંત્રણ કરવા માંગે છે.

આ રીતે બ્રોડકાસ્ટર્સને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે

આ રીતે બ્રોડકાસ્ટર્સને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે

ટ્રાઇએ જારી કરેલા કન્સલ્ટેશન પેપર મુજબ, ઉદાહરણ તરીકે, સ્ટાર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એસવીપી હિન્દી અને એસવીપી તેલુગુ નામના બે બકેટ બનાવી રાખ્યા છે. હિન્દી બકેટમાં 15 ચેનલો અને એસવીપી તેલુગુ બકેટમાં 10 ચેનલો સામેલ છે. આ બધી પે ચેનલ્સ છે. એ-લા-કાર્ટ મુજબ, એસવીપી હિન્દી બકેટ ચેનલોની કિંમત મહિને 75.10 રૂપિયા હોય છે. પરંતુ ઓફર હેઠળ આ બકેટ 34.8% ના ડિસ્કાઉન્ટ હેઠળ 49 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યું છે. આ કિંમતમાં ટેક્સ સામેલ નથી. એ જ રીતે, એસવીપી તેલુગુમાં સમાવિષ્ટ ચેનલોની એક મહિનાની કિંમત 63 રૂપિયા હોય છે. પરંતુ તે 38.10 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 39 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યું છે. એ જ રીતે, અન્ય ઓપરેટરો પણ તેમની ચેનલોનું બકેટ ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરી રહ્યા છે.

આ પણ વાંચો: 1000 ટકાથી વધુ રિટર્ન આપનારી આ 6 કંપનીઓમાં રોકાણ કરવું બેસ્ટ રહેશે

English summary
TRAI Can Ban TV Channels Discount Offers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X