For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 ટકાથી વધુ રિટર્ન આપનારી આ 6 કંપનીઓમાં રોકાણ કરવું બેસ્ટ રહેશે

શેયર બજારમાં હાલ મંદી ચાલી રહી છે. લોકોને લાગે છે કે શેયર બજારમાં પૈસા ડુબવાના છે. જો કે વાસ્તવમાં આવું નથી.

|
Google Oneindia Gujarati News

શેયર બજારમાં હાલ મંદી ચાલી રહી છે. લોકોને લાગે છે કે શેયર બજારમાં પૈસા ડુબવાના છે. જો કે વાસ્તવમાં આવું નથી. જો કોઈ સારી કંપનીમાં લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે તો તેનાથી સારુ રિટર્ન મળે છે. આમ તો ઘણી કંપનીઓ છે, જેમાં સારુ રિટર્ન મળે છે, પણ અમે તમને આ 6 કંપનીઓ વિશે જણાવિશું જેમણે 10 વર્ષમાં 1000 ટકા રિટર્ન આપ્યુ છે. એક કંપનીએ તો 16,000 ટકા રિટર્ન આપ્યુ છે. આ લાર્જ કૈપ કંપની છે, જેમાં રોકાણ કરવું સુરક્ષિત છે. 1000 ટકા રિટર્નનો અર્થ થાય છે 1 લાખ રૂપિયાના 10 લાખ બનાવવા.

કયા ઈન્ડેક્સમાં રહી મંદી

કયા ઈન્ડેક્સમાં રહી મંદી

છેલ્લા એક વર્ષ પ્રમાણે શેયર બજારનું રિટર્ન જોઈએ તો તે નેગેટિવ રહ્યુ છે. છેલ્લા એક વર્ષમાં મુંબઈ શેયર બજારના મિડકૈપ ઈન્ડેક્સમાં 15 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યાં જ બીએસઈના સ્મોલકૈપ ઈન્ડેક્સમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેની સરખામણીએ લાર્જ કૈપ ઈન્ડેક્સમાં માત્ર 3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

16,000 ટકા રિટર્ન આપનારી કંપની

16,000 ટકા રિટર્ન આપનારી કંપની

પાછલા 10 વર્ષમાં રિટર્ન આપવા મામલે બજાજ ફાઈનાન્સે બધાને પાછળ છોડી દીધા છે. આ કંપનીએ સૌથી વધુ 16,000 ટકા રિટર્ન આપ્યુ છે. ત્યાં જ શેયર બજારના પાછલા 5 વર્ષમાં રિટર્ન 1300 ટકા રહ્યુ છે. વર્ષ 2019માં પણ આ શેયર 27 ટકા રિટર્ન આપી ચૂક્યા છે. જાણકારોનું કહેવું છે કે શેયર બજાર હજુ પણ રોકાણ લાયક છે પણ લાંબા સમય માટે આ શેયર ખરીદવા જોઈએ.

4,000 ટકા સુધીનું રિટર્ન આપનાર કંપની

4,000 ટકા સુધીનું રિટર્ન આપનાર કંપની

ત્યાં જ આયશર મોટર્સે પણ રોકાણકારોને સારો ફાયદો કરાવ્યો છે. આ કંપનીએ પાછલા 10 વર્ષોમાં રોકાણકારોને પૈસાને અનેકગણા કરી આપ્યા છે. આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં આશરે 4000 ટકા સુધીનું રિટર્ન આપ્યુ છે. વર્ષ 2009માં આયશર મોટર્સના શેયર આશરે 400 રૂપિયાના હતા જે 2019માં વધી 17,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

2400 સુધીનું રિટર્ન આપનાર કંપની

2400 સુધીનું રિટર્ન આપનાર કંપની

સારુ વળતર આપનારા શેયરમાં બજાજ ફિનસર્વ પણ છે. જેણે પાછલા 10 વર્ષમાં આશરે 2400 સુધીનું રિટર્ન આપ્યુ છે. કંપનીના શેયર 2009માં લગભગ 280 રૂપિયા હતા જે આજે 2019માં વધી 7200 રૂપિયા થઈ ગયા છે.

1800 ટકા સુધીનું રિટર્ન આપનાર કંપની

1800 ટકા સુધીનું રિટર્ન આપનાર કંપની

ફેવિકૉલનુ નામ તો તમે સાંભળ્યુ જ હશે. પાછલા 10વર્ષોમાં 1800 ટકા રિટર્ન તેને બનાવનારી કંપની પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝે આપ્યુ છે. જાણકારોના કહેવા પ્રમાણે પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝના શેયરમાં હાલ લાંબા સમયનું રોકાણ કરી શકાય છે.

1700 ટકા રિટર્ન આપનારી કંપની

1700 ટકા રિટર્ન આપનારી કંપની

ઘડિયાળ અને ગોલ્ડનો વેપાર કરનારી ટાઈટને પણ રોકાણકારોને સારુ રિટર્ન આપ્યુ છે. ટાઈટને છેલ્લા 10 વર્ષમાં લગભગ 1700 સુધીનું રિટર્ન આપ્યુ છે. જાણકારોનું કહેવું છે કે બજારની અસ્થિરતાને જોતા આ શેયરમાં લાંબાગાળા માટે રોકાણ કરવું જોઈએ

1400 ટકા સુધીનું રિટર્ન આપનારી કંપની

1400 ટકા સુધીનું રિટર્ન આપનારી કંપની

1000 ટકાથી વધુ રિટર્ન આપનારી કંપનીઓમાં એક નામ છે બ્રિટાનિકા ઈન્ડસ્ટ્રીઝ. આ કંપનીએ પણ રોકાણકારોને સારુ રિટર્ન આપ્યુ છે. છેલ્લા 10 વર્ષમાં તેનું રિટર્ન લગભગ 1400 ટકા સુધી રહ્યુ છે.

1350 ટકા સુધીનું રિટર્ન

1350 ટકા સુધીનું રિટર્ન

1000 ટકા સુધીનું રિટર્ન આપનારી કંપનીમાં ઈન્ડસઈન્ડ બેંકનું નામ શામેલ છે. આ બેંકે રોકાણકારોને સારુ રિટર્ન આપ્યુ છે. પાછલા 10 વર્ષોની વાત કરીએ તો તેણે આશરે 1350 ટકા સુધીનું રિટર્ન આપ્યુ છે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ: સ્માર્ટ રોકાણકારોએ આ રીતે રમ્યો 8000 કરોડનો દાવ

English summary
Stocks that give more than 1000 percent return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X