For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trai ઘ્વારા એરટેલ ડિજિટલ ટીવીને ફટકાર લગાવવામાં આવી

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતી ટેલિમિડિયાને કેબલ ટેલિવિઝન સેવાઓથી સંબંધિત નિયમોનું પાલન નહિ કરવા પર ફટકાર લગાવી.

|
Google Oneindia Gujarati News

ટ્રાઇએ ભારતી ટેલિમિડિયાને નવા નિયમોનું પાલન નહિ કરવા પર ફટકાર લગાવી. જી હા, તમને જણાવી દઈએ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતી ટેલિમિડિયાને કેબલ ટેલિવિઝન સેવાઓથી સંબંધિત નિયમોનું પાલન નહિ કરવા પર ફટકાર લગાવી. આ કંપની એરટેલ ડિજિટલ ટીવીને ચલાવે છે, જે ડાયરેક્ટ-ટૂ-હોમ (Direct-to-home) (ડીટીએચ) સેવાઓ પૂરી પાડે છે.

TRAI

જાણકારી આપી દઈએ કે મંગળવારે મોકલેલી સૂચનામાં ટ્રાઇના બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસીસ સલાહકાર અરવિંદ કુમારે એરટેલને સબ્સ્ક્રાઇબર્સ તરફથી મળતી તમામ ફરિયાદોને ઉકેલવા માટે અને રેગ્યુલેટરી ફ્રેમવર્કનું પાલન કરવા કહ્યું છે. જેમાં નવા ટેરિફ ઓર્ડર માટે જોગવાઈ, સેવા ધોરણની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલ રેગ્યુલેશન શામેલ છે. એટલું જ નહીં, ટ્રાઈએ એરટેલને પાંચ દિવસની અંદર નવા રેગ્યુલેટરી ફ્રેમવર્કનું પાલન કરવા કહ્યું છે.

ગ્રાહકો ટોલ ફ્રી નંબર પર કૉલ કરી શકતા નથી

એ વાતથી અવગત કરાવી દઈએ કે ટ્રાઇએ તપાસ શોધી કાઢ્યું છે કે ડીટીએચ ઑપરેટર તેમના ગ્રાહકોને જબરદસ્તી ફ્રી-ટૂ-એર ચેનલોનું બુકે ઓફર કરી રહ્યું છે. જેમાં, કોઈ વિકલ્પ નથી. ટ્રાઇનું કહેવું છે કે ગ્રાહકની સંમતિ વગર ઓફર કરવામાં આવી રહેલા આ બુકેમાં કોઈ વધારાની નેટવર્ક ક્ષમતા ફી (એનસીએફ) નથી. આ સિવાય, ટ્રાઇએ જણાવ્યું હતું કે ગ્રાહકો તેમની ફરિયાદો નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર પર કૉલ કરી શકતા નથી.

ટ્રાઈએ કંપનીને જલ્દી સુધારો કરવા માટે આદેશ આપ્યો છે

જણાવી દઈએ કે ટ્રાઇના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે નિયમનકારો સતત પરિસ્થિતિની દેખરેખ રાખે છે અને સબ્સ્ક્રાઇબર્સની ફરિયાદોને તેમના સંબંધિત કેબલ અને ડીટીએચ કંપનીઓ સામે ઉઠાવી રહ્યા છે. તેઓએ કહ્યું, "અમે તમામ ફરિયાદોની તપાસ કરી રહ્યા છીએ અને ઑપરેટર્સને તેની પર તાત્કાલિક પગલાં લેવા માટે કહી રહ્યા છે.

આ પણ વાંચો: નવા નિયમોને અવગણવાનું Cable TV અને DTH કંપનીઓને મોંઘુ પડશે

English summary
TRAI Directs Bharti Telemedia To Follow New Rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X