બજેટ 2018: મધ્યમ વર્ગને હાથ લાગી નિરાશા

Written By:
Subscribe to Oneindia News

મધ્યમ વર્ગને યુનિયન બજેટ 2018 પાસેથી ઘણી આશા હતી, કારણ કે મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આમ છતાં, સામાન્ય માણસનો નિરાશા હાથ લાગી છે. વર્ષ 2018-19માં આવક દરોમાં કોઇ રાહત આપવામાં નથી આવી. અરુણ જેટલીએ પોતાના ભાષણમાં કહ્યું કે, સરકારે ગત ત્રણ વર્ષોમાં લોકોના વ્યક્તિગત આવકવેરા દરોમાં ઘણા સકારાત્મક પરિવર્તનો કર્યા છે. આથી હું વ્યક્તિગત આવકવેરા દરોની સંરચનામાં બદલાવ કરવાનો પ્રસ્તાવ નથી મુકતો. કરદાતાઓને રાહત આપવાના ક્રમમાં અરુણ જેટલીએ પરિવહન ભથ્થું અને વિભિન્ન ચિકિત્સા ખર્ચની પૂર્તિ માટે વર્તમાન છૂટની જગ્યાએ 40,000 રૂપિયાની માનક કપાતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ રીતે તમે દર વર્ષે કરવેરા રૂપે માત્ર રૂ.177ની જ બચત કરો છો.

INCOME TAX

અરુણ જેટલીએ વર્ષ 2017-18ના બજેટમાં 2.5 લાખ પ્રતિ વર્ષથી 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષની આવક ધરાવનારાઓ માટે આવકવેરો 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો. શિક્ષણ સેસ 1 ટકાથી વધવાને કારણે કોઇ બચત નહીં થઇ શકે. 30 ટકાના આવકવેરા સ્તરમાં આવતા લોકોને કદાચ વધારે ચૂકવણી કરવી પડે એવું પણ બને. 10 ટકાના આવકવેરા સ્તરમાં આવતા લોકો માત્ર રૂ.177 કમાઇ શકશે. એક રીતે કહી શકાય કે, તમારી કરપાત્ર આવક પર આધાર રાખીને વધુ કર ઉઘરાવવામાં આવશે.

English summary
Union Budget 2018: No Joy For The Middle-Class.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.