For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : રેલવે અંગે મોદી સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, બજેટમાં થશે ખુલાસો

Union Budget 2023 : કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્રણ વર્ષમાં 400 સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની યોજના ઉપરાંત છે, જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા બજેટમાં રજૂ કરી હતી.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે બજેટના ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ વચ્ચે સરકાર તરફથી રેલવે માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવશે, તેવી આશા રાખવામાં આવી રહી છે. આ જાહેરાતમાં ઘણી નવી ટ્રેનની પણ આશા રાખવામાં આવી રહી છે.

Union Budget 2023

આ સાથે હાઈ સ્પીડ ટ્રેનો અંગે પણ જાહેરાત થવાની શક્યતાઓ છે. મોદી સરકાર હાઈ સ્પીડ ટ્રેનો પર સતત ધ્યાન આપી રહી છે. વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આ વખતે પણ સરકાર આ હાઈસ્પીડ ટ્રેનોને નવા આયામ આપવાનો પ્રયાસ કરશે. રેલવે બજેટને 2017માં કેન્દ્રીય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી હવે સમાન દિવસે એકીકૃત બજેટ રજૂ કરે છે.

રેલવે

રેલવે

આવા સમયે એવું પણ માનવામાં આવે છે કે, આ વખતે સરકાર બજેટમાં 400 નવી વંદે ભારત ટ્રેનોની યોજનાનો ખુલાસો કરી શકે છે. આ ત્રણ વર્ષમાં 400 સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની યોજના ઉપરાંત છે, જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા બજેટમાં રજૂ કરી હતી. આ સેંકડો નવી ટ્રેનોની રજૂઆત સાથે, કેન્દ્ર સરકાર બે લક્ષ્યો પૂરા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

બજેટ

બજેટ

આમાં રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ સહિત તમામ હાલની હાઇ-સ્પીડ ટ્રેનોને ક્રિટિકલ રૂટ પર 180 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપેરૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક શામેલ હોય શકે છે.

આ સિવાય બીજું લક્ષ્ય વર્ષ 2025-26 સુધીમાં પૂર્વ એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાનાબજારોમાં નિકાસ માટે ટ્રેનોના ઉત્પાદન માટે રેલવેનો પાયો નાખવાનો સમાવેશ થાય છે.

રેલવે બજેટ

રેલવે બજેટ

ભારતીય રેલવેની ઝડપ અને નિકાસ ક્ષમતા વધારવાની આ યોજના ઉપરાંત બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ભંડોળનીફાળવણીમાં પણ વધારો થઈ શકે છે.

આ બજેટમાં, નાણાકીય વર્ષ 2024 માટે સરકાર દ્વારા બજેટરી સહાયને વધારીને 1.9 લાખ કરોડરૂપિયા કરવાની સંભાવના છે. જે ચાલુ વર્ષના રૂપિયા 1.4 લાખ કરોડ કરતાં 30 ટકા વધુ હશે.

ટ્રેન

ટ્રેન

રેલવે મંત્રાલય આગામી નાણાકીય વર્ષમાં તેના કુલ મૂડી ખર્ચમાં 20 ટકાથી વધુનો વધારો કરીને રૂપિયા 3 ટ્રિલિયન થવાનો અંદાજ લગાવી રહ્યું છે. આ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચ રૂપિયા 2.45 લાખ કરોડ હતો.

ભારતીય રેલવે નવી લાઈનોનું નિર્માણ, વિદ્યુતીકરણ, ફ્રેઈટ કોરિડોરમાં સુધારો, ગેજ કન્વર્ઝન, સિગ્નલિંગ સિસ્ટમમાં સુધારો અને રેક્સના આધુનિકીકરણ સહિત વિવિધ પ્રોજેક્ટ્સની ગતિમાં સુધારો કરે તેવી અપેક્ષા છે.

English summary
Union Budget 2023 : Modi government may take a big decision regarding railways
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X