આવી રહ્યો છે વીડિયોકોન A55qHD ક્વોડકોર એન્ડ્રોઇડ સ્માર્ટફોન

Posted By: Super
Subscribe to Oneindia News

સ્માર્ટફોન વિશ્વ બજારમાં એકથી એક ચઢિયાતા ફોન સતત રજૂ કરવામાં આવી રહ્યાં છે. વિશ્વ અને ભારતીય મોબાઇલ ફોન બજારમાં અનેક કંપનીઓ દ્વારા પોતાના ફોન રજૂ કરને પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓને ટક્કર આપવામાં આવી રહી છે. આ યાદીમાં વીડિયોકોન કંપની પણ છે.

મિડ રેન્જમાં હોમ એપ્લાઇસેન્સ કંપની વીડિયોકોન ટૂંક સમયમાં નવા ક્વોડ કોર એન્ડ્રોઇડ સ્માર્ટફોનને બજાર લોન્ચ કરનારી છે. કંપનીએ સાઇટ અને ફેસબુક પેજમાં વીડિયોકોનના નવા A55qHD સ્માર્ટફોન અને તેના ફીચર અનવીલ કરી દીધા છે. વીડિયોકોન A55qHDને બજારમાં 13,499 રૂપિયામાં ઉતારશે. કંપની અનુસાર નવો વીડિયોકોન A55qHD સ્માર્ટફોનને આગામી અઠવાડિયે બજારમાં લોન્ચ કરી શકે છે.

સ્ક્રીન

સ્ક્રીન

A55qHDમાં 5.0 ઇન્ચની ક્યૂએચડી કેપેસિટિવ ટચ સ્ક્રીન આપવામાં આવી છે, જે 1280 X 720 પિક્સલ એચડી રિઝોલ્યુશન સપોર્ટ કરે છે.

ઓએસ અને રેમ

ઓએસ અને રેમ

A55qHD ફેબલેટ ક્વાડકોર ચિપસેટ 1.3 ગીગાહર્ટ્ઝ સ્પીડ આફે છે, સાથે જ 1 જીબી રેમ આપવામાં આવી છે. A55qHD એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

A55qHDમાં કેમેરા

A55qHDમાં કેમેરા

A55qHDમાં આપવામાં આવેલા કેમેરા પર નજર ફેરવીએ તો વીડિયોકોન A55qHDમાં 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં ઓટો ફોકસના ફીચર આપવામાં આવ્યા છે. કેમેરામાં પેનોરમા અને 40 સતત શોટ લઇ શકાય છે. વીડિયો કોલિંગ માટે 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે.

મેમરી અને કનેક્ટિવિટી

મેમરી અને કનેક્ટિવિટી

A55qHD ફેબલેટની ઇન્ટરનલ મેમરી 4 જીબી છે, જેમાં માઇક્રોએસડી કાર્ડની મદદથી 32 જીબી સુધી એક્સપાન્ડ થઇ શકે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4.0 બ્લૂટૂથ, વાઇફાઇ, જીપીએસ અને 42 એમબીપીએસ એચએસપીએ આપવામાં આવ્યું છે.

બેટરી બેકઅપ

બેટરી બેકઅપ

A55qHDમાં મોડે સુધી બેટરી બેક અપ માટે ફેબલેટમાં 2000 એમએએચ બેટરી આપવામાં આવી છે. પ્રી ઇન્સ્ટોલ એપ્લીકેશન્સમાં હંગામા, વી સ્ટોર, ઓપેરા મિની, ફન જોન એપ આપવામાં આવી છે, સ્માર્ટફોનને બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

English summary
videocon a55qhd quad core 5 inch android phablet unveiled online news

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.