વોડાફોનની નવી ઓફર, મફત 4GB ડેટાનું કેબ કનેક્શન

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોના બજારમાં આવ્યા પછી ટેલિકોમ કંપનીઓ વચ્ચે જે રીતે પ્રાઇસ વોર શરૂ થયો છે તે હજી સુધી શાંત થવાનું નામ નથી લેતો. કોઇ દિવસ બીએસએનએલ તો કોઇ દિવસ એરટેલ તો કોઇ દિવસ વોડાફોન નવા નવા પેકેજ લઇને આવે છે. જેથી કરીને તેમના ગ્રાહકો તેમની જોડે જ રહે અને અન્ય ટેલી કંપનીઓ પાસે જાય નહીં. આવામાં વોડાફોને પણ તેના ગ્રાહકો માટે એક નવી ઓફર લાવી છે. વોડાફોનને મેગા, મેરુ અને ઇઝી કૈબ સાથે પાર્ટનશીપ કરી છે. આ ટેક્સીમાં યાત્રા કરતા લોકોને તેમના વોડાફોન સિમને 4જીમાં બદલવાનો અવસર મળશે.

vodafone

4 જીબી ડેટા

ફોનમાં 4જીમાં અપગ્રેડ થતા જ તમને 4 જીબી 4જી ડેટા મફત મળશે. ત્યારે આ ત્રણ કેબ કંપનીઓની ગાડીમાં 4જી સિમ મોબાઇલ ડિસ્પેન્સર લગાવામાં આવ્યા છે. અને સીમ અપગ્રેડ કરવાનો રીત પણ જણાવામાં આવી છે. જેવું તમે આ ટેક્સીમાં બેસો છો તમારું સિમ અપગ્રેડ થવાનો વિકલ્પ મળે છે.

કેવી રીતે અપગ્રેડ?

કેબના ડિસ્પેન્સરથી તમે નવું સીમ કાર્ડ લઇને તેનો નંબર (19-20 અંકના સિમ નંબર, તમારો ફોન નંબર નહીં) તમારા મોબાઇલથી 55199 પર એસએમએસ કરો. પછી તે તમને એક કોડ મોકલશે. આ મેસેજને મળવાના 2 કલાકની અંદર નવા સિમ કાર્ડના છેલ્લા બે અંક 55199 પર મેસેજ કરવાના રહેશે જે પછી તમારું 4જી સીમ એક્ટિવેટ થઇ જશે. અને તમને કન્ફર્મેશન મેસેજ પણ મળી જશે.

English summary
Vodafone Partners With Meru, Mega and Easy Cabs .
Please Wait while comments are loading...