For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયા, લેટિન અમેરિકા અમારો વ્યાપાર-ટાર્ગેટ છે: તાતા ગ્રુપ

|
Google Oneindia Gujarati News

cyrus mistry
નવી દિલ્હી, 3 જાન્યુઆરી: તાતા ગ્રુપના ઉત્તરાધિકારી સાઇરસ મિસ્ત્રીએ જણાવ્યું છે કે અમે આવનારા બે વર્ષોમાં વિસ્તાર કરવા માટે 45000 કરોડ રૂપિયા ખર્ચવાના છીએ. તેમણે જણાવ્યું કે અમારુ ધ્યાન વ્યાપારને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોમાં વિસ્તારવામાં છે. ત્યાં વ્યાપારની સારી તકો છે માટે અમે ત્યા પોતાનો પગ જમાવવા માંગીએ છીએ.

રતન તાતાના રિટાયર્નમેન્ટ બાદ તાતા ગ્રુપના ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ જણાવ્યું કે અમે ભારત અને ભારતની બહાર અમારો વ્યાપાર વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે તાતા ગ્રુપને પોતાના શેર ધારકોને સાથે લઇને ચાલવું પડશે જેના કારણે લોકોનો ભરોસો અમારી પર બની રહે. તેમણે કર્મચારીઓને લખેલા પત્રમાં પોતાની આગામી યોજનાઓ અંગે જાણકારી આપી છે.

ભારતમાં વ્યાપારની સંભાવનાઓ અંગે સાઇરસે જણાવ્યું કે ભારત રોકાણ કરવા માટે ઉત્તમ છે અને સરકારે રોકાણ કરવા માટે જે પગલા ભર્યા છે તે પ્રશંસનીય છે. તેમણે એ પણ કહ્યું કે કંપનીની લીડરશીપમાં પરિવર્તન થવા ઉપરાંત તાતા ગ્રુપની મૂળ ભાવનામાં કોઇ ફેરફાર નહી થાય કારણકે ભાવના જ અમને અન્યોથી અલગ પાડે છે અને સારુ કરવાની પ્રેરણા આપે છે.

સાઇરસ મિસ્ત્રીએ હાલમાં જ તાતા ગ્રુપના ચેરમેનનુ પદ સંભાળ્યું છે. તેઓ રતન તાતાના ઉત્તરાધિકારી છે. તાતા ગ્રુપનો વ્યાપાર દેશ વિદેશમાં ફેલાયેલો છે. તાતા સામાન્ય માણસને ઉપયોગમાં આવે તેવી પ્રોડક્ટ બનાવે છે. જે ભારતનું એક પ્રતિષ્ઠિત અને સમ્માનિત બિઝનેસ ગ્રુપ છે.

English summary
New chairman of Tata Group Cyrus Mistry said we will spread business in Europe and America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X