For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોર્ગેજ બેક્ડ સિક્યુરિટી એટલે શું?

|
Google Oneindia Gujarati News

મોર્ગેજ બેક્ડ સિક્યુરિટીઝ (એમબીએસ - MBS) એવા પ્રકારનું દેવું છે જેને માર્ગેજ લોનનું પીઠબળ હોય છે. તેને પાસ થ્રુ સર્ટિફિકેટ્સ પણ કહે છે. એમબીએસ અમેરિકામાં ઘણી લોકપ્રિય છે. કારણ કે તેમાં સારું વળતર મળતું હોય છે. રોકાણકારોને તેમાં મંથલી પેમેન્ટ પણ મળતું હોય છે. જેમાં પ્રિન્સિપાલ અને ઇન્ટરેસ્ટ એમ બંને પ્રકારની રકમ મળતી હોય છે.

એમબીએસ ગવર્નમેન્ટ સ્પોન્સર્ડ એન્ટરપ્રાઇસ (જીએસઇ) દ્વારા જારી કરવામાં આવતા હોવાથી સુરક્ષિત સાધન માનવામાં આવે છે. જેમ કે તેમાં ભારતમાં નેશનલ હાઉસિંગ બેંક ધ્યાન રાખે છે.

property-8

એમબીએસ કેવી રીતે કામ કરે છે?
1. જ્યારે કોઇ વ્યક્તિ (મોર્ગેજ લેન્ડર) બેંક પાસેથી હોમ લોન મેળવે છે, ત્યારે તે લોન ગવર્નમેન્ટ સ્પોન્સર કોર્પોરેશનને વેચે છે. તે બેંક, એજન્સી કે પ્રાઇવેટ સંસ્થા હોઇ શકે છે.
2. આ સંસ્થાઓ સેંકડો અને હજારોની સંખ્યામાં મોર્ગેજ લોન મેળવે છે.
3. જ્યારે ઘર માલિક માસિક પેમેન્ટ કરે છે, મોર્ગેજ માંથી કેશ ફ્લો ઉભો થાય છે.
4. ખાનગી એન્ટાઇટી કે એજન્સી કેશ ફ્લોના આધારે સિક્યુરિટી, બોન્ડ્સ સ્વરૂપે રોકાણકારોને દાવાઓ વેચે છે.

એમબીએસના ફાયદા
1. ક્રેડિટ ક્વૉલિટી
જીએસસી દ્વારા એમબીએસ બહાર પાડવામાં આવે છે. તેને એએએ ક્રેડિટ રેટિંગ મળે છે.
2. આકર્ષક વળતર
રોકાણકારને પ્રિન્સિપાલ અને ઇન્ટરેસ્ટ બંને રકમ મળતી હોવાથી આકર્ષક વળતર મળે છે.
3. સામાન્ય આવક
નિયમિક માસિક આવક ઇચ્છતા લોકો માટે આ આકર્ષક વિકલ્પ છે.
4. જુદી જુદી મેચ્યોરિટી
રોકાણકારોના પ્લાન્સ અને માંગણીઓને આધારે મોર્ગેજ સિક્યુરિટીની મેચ્યોરિટી અલગ અલગ સમયની હોય છે.

એમબીએસના ગેરલાભ
આ સિક્યુરિટીમાં વ્યાજના દર રિયલ એસ્ટેટ માર્કેટની ઇકોનોમી પર આધાર રાખે છે. જ્યારે વ્યાજના દર વધારે હોય છે ત્યારે હોમ લોનનું પ્રિપેમેન્ટ વધે છે. જેની અસર મોર્ગેજ બેક્ડ સિક્યુરિટિ પર પડે છે.

English summary
What are Mortgage Backed Securities?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X