For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતની નાણા પદ્ધતિમાં ચેકના વિવિધ પ્રકારો

|
Google Oneindia Gujarati News

આપણે સામાન્ય રીતે કોઇ પણ બેંક વ્યવહારમાં ચેકનો ઉપયોગ વધારે કરીએ છીએ. કારણ કે તે નાણા ટ્રાન્સફર કરવા માટેનું સુરક્ષિત સાધન ગણવામાં આવે છે. ચેક એવું નાણાકીય સાધન છે કે સામેની પાર્ટીને આપવાથી તે નાણા તેમાં ટ્રાન્સફર થઇ જાય છે.

બેંકમાં ખાતુ ખોલાવ્યા બાદ બેંક ચેક બુકની સુવિધા આપે છે. જો કે ચેક બુકના વિવિધ પ્રકાર હોય છે. ચેકબુક આપના બેંક ખાતાને આધારે વિવિધ પ્રકારે આપવામાં આવે છે. આ માટેના ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે જેનો આાધાર બેંકના ખાતા પર રહેલો છે.

personal-finance-investment-22

બેરર ચેક
બેરર ચેકમાં આ શબ્દ ચેકના પાના પર લખવામાં આવે છે. જો આપ આ શબ્દને ચેકી ના નાખો તો તે બેરર ચેક બની રહે છે. જે વ્યક્તિ પાસે આ ચેક હોય અને તેમાં સાઇન કરેલી હોય તો તે બેંકમાંથી નાણા ઉપાડી શકે છે. આ પ્રકારના ચેક ખુબજ જોખમી હોય છે.

ક્રોસ્ડ ચેક
બેરર ચેક ડાબા ખૂણે બે સરખી લાઇન દોરી દેવામાં આવે તો તે ક્રોસ્ડ ચેક બની જાય છે. ક્રોસ ચેકમાં જેનું નામ હોય ચેક તેના જ ખાતામાં જમા થઇ શકે છે. તેને સૌથી સુરક્ષિત ચેક માનવામાં આવે છે.

સેલ્ફ ચેક
સેલ્ફ ચેકમાં બેંક ખાતા ધારકનું નામ લખેલું હોય છે. તે બેંકમાં જઇને પોતે નાણા ઉપાડે છે.

પે યોરસેલ્ફ ચેક
આવા ચેક ક્રોસિંગ દ્વારા આપવામાં આવે છે. આવા ચેક દર્શાવે છે કે બેંક ની વિવિધ પ્રોડક્ટ જેમ કે ડ્રાફ્ટ, પે ઓર્ડર્સ, ફિક્સ્ડ ડિપોઝિટ રિસિપ્ટ વગેરે માટે વ્યક્તિ પોતે બેંકને આ ચેક આપે છે.

પોસ્ટ ડેટેડ ચેક
પોસ્ટ ડેટેડ ચેક ભવિષ્યની કોઇ તારીખ માટે આપવામાં આવે છે. ચેક જે તારીખથી ઇશ્યુ થાય તેના ત્રણ મહિના સુધી ચેક ચાલે છે. મોટા ભાગે તે વેપાર હેતુથી ઉપયોગમાં લેવામાં આવે છે.

લોકલ ચેક
આવા ચેક સ્થાનિક શહેરની જ કોઇ શાખા માટે આપવામાં આવે છે. આ સુવિધા કેટલીક નેશનલાઇઝ્ડ બેંકોમાં હોય છે. મોટા ભાગની બેંકો એટ પાર ચેક આપે છે.

એટ પાર ચેક
એટ પાર ચેક એવા ચેક છે જે દેશમાં ગમે ત્યાં કોઇ ચાર્જીસ વગર ચાલી શકે છે.

આઉટ સ્ટેશન ચેક
લોકલ ચેક સિવાયના તમામ ચેક આઉટ સ્ટેશન ચેક તરીકે ઓળખવામાં આવે છે.તેમાં કેટલાક ફિક્સ બેંકિંગ ચાર્જીસ લાગુ પડે છે.

બેંકર્સ ચેક
આવા ચેક્સ બેંક દ્વારા આપવામાં આવે છે. તેમાં પેમેન્ટની ગેરન્ટી હોય છે. આવા ચેકમાં બેંક નાણા વસૂલ કરીને તે ચેક આપે છે. જો કે તેને ક્લિયર થવામાં વાર લાગે છે. તે યુનિવર્સિટી અને એજ્યુકેશન ઇન્સિસ્ટુશન્સ માટે ચૂકવવામાં આવે છે.

ટ્રાવેલર્સ ચેક
આવા ચેક ટ્રાવેલિંગ દરમિયાન નાણા ઉપાડવા માટે આપવામાં આવે છે. તે રોકડ રાખવા બરાબર છે. જો કે આ દ્વારા વ્યક્તિ મોટી રોકડ રાખ્યા વિના ટ્રાવેલ કરી શકે છે. આ ચેક વિદેશ પ્રવાસમાં ઉપયોગી છે જ્યાં વિદેશી ચલણ ચાલે છે. વિદેશી બેંકો અને હોટેલ્સ તેને સ્વીકારે છે.

English summary
What are the Different Types of Cheques in the Indian Financial System?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X