For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્વેસ્ટર્સ માટે ASBA એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ શું છે?

|
Google Oneindia Gujarati News

ASBA અથવા તો એપ્લિકેશ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (Application Supported by Blocked Amount) એમના સંદર્ભમાં છે જેઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓ દ્વારા શેર્સ માટે અરજી કરે છે.

ASBA કેવી રીતે કામ કરે છે?
ASBA અથવા તો એપ્લિકેશ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ આપને ખાતરી આપે છે કે પબ્લિક ઇશ્યુ કે આઇપીઓ માટેના સબસ્ક્રિપ્શન માટેની રકમ બેંક એકાઉન્ટમાં બ્લોક કરી દેવામાં આવશે.

personal-finance-investment-9

આ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપે 5000 શેર્સ માટે સબસ્ક્રાઇબ કર્યું છે. જો કે આ શેર્સ તમને ફાળવવામાં આવ્યા નથી. હવે જ્યાં સુધી શેર્સની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઇને ખબર પડશે નહીં કે વ્યક્તિએ કેટલા નાણા ચૂકવવા પડશે? હવે ASBA અથવા તો એપ્લિકેશ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટની મદદથી બેંક એકાઉન્ટમાં નાણા બ્લોક કરાવીને વ્યક્તિ આઇપીઓની ચૂકવણી માટે નાણા અલગથી સાચવી શકે છે.

હવે જ્યારે શેર્સની ફાળવણી થશે ત્યારે જ નાણા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ થશે.

ASBA માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી?
સેબીની માર્ગદર્શિકા અનુસાર આ સુવિધાનો લાભ કોઇ પણ વ્યક્તિ લઇ શકે છે. આ માટે તેણે પોતાની બેંકની શાખામાં જઇને ASBA માટેનું નિયત ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર બાદ બેંક બિડિંગ પ્લેટફોર્મ પર ફોર્મ અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરશે.

ASBAના ફાયદા શું છે?
1. સૌથી મોટો ફાયદો એ છે કે આપે રિફન્ડના પાછા આવવાની રાહ જોવી પડતી નથી. જો આપે 100 શેર્સ માટે અરજી કરી હોય તો આપને 100 શેર્સ જ મળે છે. વધારાની રકમ આપને પરત મળે છે. જ્યારે ASBAમાં આપને જેટલા શેર્સ ફાળવવામાં આવ્યા હોય તેટલી જ રકમ આપે ચૂકવવી પડે છે.

2. આપે માત્ર ફોર્મ આપ્યું છે એટલા માટે આપે ચેક આપવાની પ્રક્રિય હાથ ધરવી પડે છે.

3. મહત્વની બાબત છે એ છે કે જ્યાં સુધી આપને શેર્સ ફાળવવામાં આવતા નથી ત્યાં સુધી બ્લોક કરવામાં આવેલી રકમ આપના ખાતામાં જ રહે છે. આ કારણે આપને તેટલી રકમનું વ્યાજ મળે છે.

જો કે દરેક વ્યક્તિ ASBA દ્વારા જ નાણાની ચૂકવણી કરે. આપ ચેક બુકની મદદથી પણ ચૂકવણી કરી શકો છો. જો કે તેના કારણે અનેક ગેરફાયદા પણ થાય છે.

નોંધનીય છે કે ASBA દ્વારા બેંક એકાઉન્ટમાંથી એક ઇશ્યૂ માટે મહત્તમ પાંચ અરજીઓ કરી શકાય છે. આપ ASBA બિડ પાછી પણ ખેંચી શકો છો.

English summary
What Does ASBA or Application Supported by Blocked Amount Mean for Investors?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X