For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિલિનીકરણ શું છે? કંપનીઓ શા માટે વિલય કરે છે?

|
Google Oneindia Gujarati News

કોર્પોરેટ ન્યુઝમાં આપણને અવારનવાર કંપનીઓનું મર્જર એટકે કે કંપનીઓનું વિલિનીકરણ શબ્દ કાને પડે છે. તાજેતરમાં આપણે કોટક મહિન્દ્ર બેંક અને ING વૈશ્ય બેંકના વિલિનીકરણના સમાચાર સાંભળ્યા છે કે વાંચ્યા છે. આ કારણે વિલિનીકરણ વાસ્તવમાં શું છે અને કંપનીઓ શા માટે વિલિનીકરણ કરે છે તે જાણીએ...

મર્જર ત્યારે કરવામાં આવે છે જ્યારે બે કે તેથી વધારે કંપનીઓ એક થઇને તેમના બિઝનેસને વધારવા માંગે, તે તેનું વિસ્તરણ કરવા માંગે છે.આમ કરવાથી તેમનો નફો વધે છે. મરજિંગની શરતો મૈત્રીપૂર્ણ હોય છે. નવી કંપનીમાં બંને કંપનીઓ નફો સરખા હિસ્સે વહેંચે છે.

મર્જરના કેટલાક પ્રકારો છે જે આ મુજબ છે...

resky

હોરિઝોન્ટલ મર્જર
હોરિઝોન્ટલ મર્જર ત્યારે થાય છે જ્યારે બે કંપનીઓ એક જ પ્રોડક્ટ કે સેવા પ્રદાન કરતી હોય અને માર્કેટમાં સ્પર્ધા ઘટાડવા માટે મર્જર કરે.

વર્ટિકલ મર્જર
બે અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ વચ્ચે મર્જર થાય ત્યારે તેને વર્ટિકલ મર્જર તરીકે ઓળખવામાં આવે છે. વેલ્યુ ચેઇનમાં પણ બંને કંપનીઓ અલગ અલગ સ્થિતિમાં હોય છે. જેમ કે સપ્લાયર અને કસ્ટમર. જ્યારે સપ્લાયર કસ્ટમરને હસ્તગત કરે ત્યારે તે ફોરવર્ડ ઇન્ટેગ્રેશનનું ઉદાહરણ છે. જ્યારે કસ્ટમર સપ્લાયરને હસ્તગત કરે ત્યારે તેને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહે છે.

કોંગ્લોમરેટ કે ડાયાગોનલ મર્જર
આવું મર્જર ત્યારે કરવામાં આવ છે જ્યારે બે કંપનીએ એક જ બિઝનેસમાં કે સમાન ઉત્પાદન બનાવતા ના હોય. પરંતુ તેઓ પોતાના બિઝનેસનું ડાયવર્સિફિકેશન કરવા માંગતા હોય.

રિવર્સ મર્જર
સામાન્ય રીતે નાની કે નબળી કંપની મોટી કે શક્તિશાળી કંપનીમાં ભળે છે. પણ જ્યારે આવનાથી ઊલટું બને છે ત્યારે તેને રિવર્સ મર્જર કહેવામાં આવે છે.

કંપનીઓ મર્જર ક્યારે કરે છે?
જ્યારે પણ કંપની નવા માર્કેટમાં પ્રવેશે ત્યારે જોખમ ઓછું કરવા માટે મર્જરનો વિકલ્પ પસંદ કરે છે. દરેક કંપનીઓ માટે વિવિધ દેશોના વિવિધ માર્કેટમાં સીધો પ્રવેશ કરવો મુશ્કેલ હોય છે. આ કારણે કંપની જે તે દેશની કંપની સાથે મર્જર ઇચ્છે છે.

English summary
What is a Merger? Why do Companies Merge?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X