For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સાઇઝ ડ્યુટી અને સેલ્સ ટેક્સ વચ્ચે શું તફાવત છે?

|
Google Oneindia Gujarati News

દેશમાં અર્થતંત્રને ચલાવવા માટે જરૂરી ફંડને ઉભું કરવા માટે સરકાર દેશના નાગરિકો પર નાણાકીય લેવી વસુલ કરે છે. આ લેવી ટેક્સ સ્વરૂપે હોય છે. કાયદા અનુસાર કર ચૂકવણી ફરજિયાત હોય છે. કેટલો કર વસૂલ કરવો તે સરકાર નક્કી કરે છે. આ કર વ્યક્તિગત આવકને આધારે હોય છે. આ સિવાય આપણે કયા ટેક્સ બ્રેકેટમાં આવીએ છીએ તેના આધારે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે છે.

વ્યક્તિએ તેની લાઇફ સ્ટાઇલને આધારે વિવિધ પ્રકારના ટેક્સ ચૂકવવા પડે છે. જેમાં વેલ્થ ટેક્સ, ઇન્કમ ટેક્સ, ટોલ ટેક્સ, કસ્ટમ ડ્યુટી, સેલ્સ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીનો સમાવેશ થાય છે. આટલા બધા ટેક્સમાં કયો ટેક્સ કોણે અને ક્યારે ચૂકવવો પડે છે તેની સમજ હોવી જરૂરી છે. આજે અહીં એક્સાઇઝ ડ્યુટી અને સેલ્સ ટેક્સની વાત કરીશું.

tax-5

એક્સાઇઝ ડ્યુટી શું છે?
દેશમાં ઉત્પાદિત થતા ઉત્પાદનો પરનો અપ્રત્યક્ષ કર એટલે એક્સાઇઝ ડ્યુટી. આ પ્રકારનો કર મેન્યુફેક્ચરિંગ ગુડ્સ પર લાગે છે. આ ટેક્સ ઉત્પાદકોએ ફિનિસ્ડ ગુડ્સ પર ચૂકવવાનો હોય છે. જો કે તે કસ્ટમ ડ્યુટી કરતા અલગ હોય છે. કારણ કે કસ્ટમ ડ્યુટી દેશની બહાર ઉત્પાદિત થયેલા ઉત્પાદનો પર લાગે છે.

એક્સાઇઝ ડ્યુટી તમામ ઉત્પાદનો પર લાગે છે. જો કે સરકારે કેટલાક ઉત્પાદનોને એક્સાઇઝ ડ્યુટી ભરવામાં બાકાત રાખ્યા છે. ભારતમાં ત્રણ પ્રકારની એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરવામાં આવે છે. જેમાં બેઝિક એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ ડ્યુટી ઓફ એક્સાઇઝ અને સ્પેશ્યલ એક્સાઇઝ ડ્યુટીનો સમાવેશ થાય છે.

સેલ્સ ટેક્સ શું છે?
સેલ્સ ટેક્સ ઉત્પાદનો ઉપર લાગે છે અને તેની ચૂકવણી વપરાશકર્તા કે ગ્રાહક કરે છે. જ્યારે આપણે કોઇ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેમાં બે ભાગમાં પેમેન્ટ કરવાનું હોય છે. એક તો ઉત્પાદનની કિંમત અને બીજું તેના પર લાગતા ટેક્સ. આ કારણે આપણે જ્યારે પણ કોઇ વસ્તુ ખરીદીએ છીએ તો જાણે અજાણે તેના પર આ બંનેની ચૂકવણી કરીએ છીએ.

સેલ્સ ટેક્સ એક જ રાજ્યમાં કરવામાં આવેલી ખરીદી પર લાગે છે. જ્યારે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ બે રાજ્યો વચ્ચે થયેલી ખરીદી પર લાદવામાં આવે છે. જ્યારે gstનો અમલ થશે ત્યારે બધા પર એક સરખો કર લાદવામાં આવશે.

English summary
What is The Difference Between Excise Duty And Sales Tax?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X