For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : વેપાર ખાધ શું છે?

|
Google Oneindia Gujarati News

વેપાર ખાધ કોને કહેવામાં આવે છે. જ્યારે પણ અર્થતંત્ર અને બજેટની વાત થાય છે ત્યારે વેપાર ખાધ શા માટે હંમેશા ચર્ચામાં રહે છે? આવો આપને જણાવી એ કે વેપાર ખાધ શું છે અને તેનું આટલું મહત્વ શા માટે છે?

વાસ્તવમાં કોઇ પણ દેશની નિકાસ અને આયાત તે દેશની અર્થવ્યવસ્થા અને વિકાસ સાથે જોડાયેલી હોય છે. જો આયાતમાં વધારો થાય તો નિર્યાત ઘટે છે. એટલે કે દેશની બહારથી વસ્તુ ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે.

trade-deficit

આ કારણે દરેક દેશનો એવો પ્રયાસ હોય છે કે તે દેશની નિકાસ તેની આયાતની બરાબર હોય. અથવા તો આયાતની સરખામણીમાં નિકાસ વધારે હોય. બહારના દેશમાંથી જેટલો ઓછો સામાન ખરીદવો પડે તે દેશની અર્થવ્યવસ્થા માટે વધારે સારું છે.

દેશના નાગરિકોને મોટા ભાગની વસ્તુઓ દેશમાં આવેલી કંપનીઓમાંથી જ મળી જશે તો તે વિદેશી વસ્તુઓ ખરીદવાનું ઘટાડી દેશો. આ કારણે આયાત ઘટશે.

ઉલ્લેખનીય છે કે નિકાસ અને આયાત વચ્ચેનું જે અંતર હોય છે તેને વેપાર ખાધ કહેવામાં આવે છે. ભારત કાચા તેલની આયાત સૌથી વધારે કરે છે. વર્ષ 2012-13માં કાચા તેલની કુલ આયાત 169 અબજ ડોલર રહી હતી. ત્યાર બાદના ક્રમે સોનાની આયાત આવે છે. તેની આયાત આ જ વર્ષ દરમિયાન 54 અબજ ડોલર રહી હતી.

English summary
What is trade deficit?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X