For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયું શહેર છે, જ્યાં સૌથી વધુ અરબપતિઓ રહે છે ?

આમ તો દરેક દેશના દરેક શહેરમાં અરબપતિ લોકો હોય છે, પરંતુ વિશ્વમાં કેટલાક દેશ એવા પણ છે, જે પૈસાદારોની ખાસ પસંદ છે.

|
Google Oneindia Gujarati News

આમ તો દરેક દેશના દરેક શહેરમાં અરબપતિ લોકો હોય છે, પરંતુ વિશ્વમાં કેટલાક દેશ એવા પણ છે, જે પૈસાદારોની ખાસ પસંદ છે. વસવા માટે આ દેશ તેમની પ્રાથમિક્તા હોય છે. એક રિપોર્ટ મુજબ સૌથી વધુ પૈસાદારોની સંખ્યા ચીન અને અમેરિકાના શહેરોમાં છે. પરંતુ આ શહેર કયા છે, તે અમે તમને જણાવીશું. વેલ્થ-એક્સ અરબપતિ ગણતરી નામના એક રિપોર્ટ મુજબ આ તમામ શહેરો એવા છે જ્યાં વિશ્વના સૌથી વધુ અરબપતિઓ વસે છે.

9) શેનજેન, ચીન- 39 અરબપતિ

9) શેનજેન, ચીન- 39 અરબપતિ

આ યાદીની નવમા સ્થાનથી શરૂઆત એટલા માટે થઈ રહી છે કારણ કે 9મા સ્થાને બે શહેર છે. એક વિકસતિ અર્થવ્યવસ્થા અને વિવિધ પ્રકારના લોકો સાથે શેનજેન સૌથી વધુ અરબપતિયોની યાદીમાં 9મા સ્થાન પર છે. આ શહેર ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતમાં આવેલું છે.

9) મુંબઈ, ભારત – 39 અરબપતિ

9) મુંબઈ, ભારત – 39 અરબપતિ

ભારતની આર્થિક રાજધાની મુંબઈ પણ અરબપતિયોના રહેવાની યાદીમાં 9મા નંબરે છે. મુંબઈમાં આખા ભારતમાંથી લોકો આવે છે. અને વસી જાય છે. મુંબઈને ભારતનું સપનાનું શહેર પણ કહેવામાં આવે છે.

8) દુબઈ, યુનાઈટેડ આરબ અમીરાત – 40 અરબપતિ

8) દુબઈ, યુનાઈટેડ આરબ અમીરાત – 40 અરબપતિ

આ શહેર સંયુક્ત આરબ અમીરાતમાં સૌથી વધુ વસ્તીવાળુ શહેર છે. આ શહેર વેપારનું મુખ્ય કેન્દ્ર છે. અને દર વર્ષે અનેક વૈશ્વિક કંપનીઓ અહીં આવે છે.

7) સિંગાપુર, 44 અરબપતિ

7) સિંગાપુર, 44 અરબપતિ

સિંગાપુર એશિયાનો સૌથી વધુ ચર્ચિત દેશ અને શહેર છે. અહીં અનેક દેશના લોકો જુદા જુદા ધર્મો સાથે એક થઈને સહે છે. અહીં સૌથી વધુ ચાઈનીઝ અને અંગ્રેજી ભાષા બોલવામાં આવે છે. સિંગાપુરને વિશ્વનું ફાઈનાન્સ અને ટ્રાન્સપોર્ટ હબ મનાય છે. સાથે જ તેને વિશ્વનું સૌથી સ્માર્ટ શહેર પણ કહેવામાં આવે છે. આ શહેર વિશ્વનું ત્રીજુ સૌથી મોટું વિદેશી મુદ્રા બજાર છે.

6) બેઈજિંગ, ચીન- 57 અરબપતિ

6) બેઈજિંગ, ચીન- 57 અરબપતિ

ચીનનું બેઈજિંગ શહેર સૌથી વધુ વસ્તી ધરાવતી રાજધાની છે. ઐતિહાસિક રીતે જ સ્મૃદ્ધ અને આર્થિક રીતે મજબૂત બેઈજિંગનો તમામ ક્ષેત્રમાં વૈશ્વિક પ્રભાવ છે.

5) લંડન, યુનાઈટેડ કિંગડમ- 62 અરબપતિ

5) લંડન, યુનાઈટેડ કિંગડમ- 62 અરબપતિ

થેમ્સ નદીના કિનારે સ્થિત, લંડન વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને વધુ વસ્તી ધરાવતા શહેરોમાંનું એક છે. આ શહેર વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર અને રોકાણનું મુખ્ય સ્થાન છે.

4) મોસ્કો, રશિયા- 69 અરબપતિ

4) મોસ્કો, રશિયા- 69 અરબપતિ

રશિયાની રાજધાની મોસ્કો આ યાદીમાં ચોથા સ્થાને છે. એક સમય હતો જ્યારે મોસ્કો આ યાદીમાં 9મા નંબરે હતું. પરંતુ આજે મોસ્કો વિશ્વની સૌથી મોટી શહેરી અર્થવ્યવસ્થાઓનો હિસ્સો બની ચુક્યુ છે.

3) સાન ફ્રાન્સિસ્કો, યુએસ- 74 અરબપતિ

3) સાન ફ્રાન્સિસ્કો, યુએસ- 74 અરબપતિ

ગોલ્ડન ગેટ બ્રિજ માટે જાણીતું સાન ફ્રાન્સિસ્કો અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંનું એક છે. અને વિશ્વમાં સૌથી વધુ અરબપતિ ધરાવતા શહેરોમાં તેનું ત્રીજુ સ્થાન છે.

2) હોંગકોંગ, ચીન- 93 અરબપતિ

2) હોંગકોંગ, ચીન- 93 અરબપતિ

દક્ષિણ ચીનનું એક સ્વાયત્ત ક્ષેત્ર, હોંગકોંગ મૂડીવાદી મિશ્રિત અર્થવ્યવસ્થા છે. ઓછો ટેક્સ, બજારમાં સરકારનો નહિવત્ હસ્તક્ષેપ અને એક સ્થાપિત આંતરરાષ્ટ્રીય માર્કેટ તરીકે હોંગકોંગ જાણીતું છે.

ન્યૂયોર્ક, યુએસ- 103 અરબપતિ

ન્યૂયોર્ક, યુએસ- 103 અરબપતિ

કેટલાક લોકો ન્યૂયોર્કને વિશ્વનું સૌથી મોટું શહેર કહે છે. પોતાની સંસ્કૃતિ, લોકો અને આસમાનને આંબતી, તેમજ ચળકતી ઈમારતો માટે ન્યૂયોર્ક જાણીતું છે. ન્યૂયોર્ક એવું શહેર છે જ્યાં વિશ્વના સૌથી વધુ અરબપતિઓ રહે છે.

English summary
Know the city of the world where most billionaires live. A city that is home to the super-rich.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X