For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : વર્ષ 2015માં રોકાણ કરવા માટે કયા સેક્ટર્સ બેસ્ટ રહેશે?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 જાન્યુઆરી :ભારતીય સ્ટોક માર્કેટ માટે પાછલું વર્ષ એટલે કે 2014 ખુબ સારું રહ્યું. સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારાઓને સરેરાશ 29 ટકા જેટલું વળતર મળ્યું હતું. કેટલાક સ્ટોક્સમાં અભૂતપૂર્વ રિટર્ન મળ્યા હતા. જેમાં કેટલાક ઇન્ડેક્સના સ્ટોક્સમાં 5થી 10 ગણા રિટર્ન મળ્યા હતા. રોકાણકારો પણ આ વર્ષે આવા જ રિટર્નની અપેક્ષા રાખી રહ્યા છે.

આ સામે માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે વર્ષ 2015 રોકાણકારોની આશાઓ પર ખરું ઉતરશે. હાલના તબક્કે જોઇએ તો નવા વર્ષ દરમિયાન માર્કેટમાં કોઇ ખાસ ઘટના બનવાની નથી, આ કારણે માર્કેટમાં ખાસ વધારાની આશા રાખી ના શકાય. રોકાણકારો સાવચેતી પૂર્વક રોકાણ કરશે તો શેરમાર્કેટ તેમને નિરાશ નહીં કરે.

stock-markets-7

વર્ષ 2015માં 10થી 15 ટકા અર્નિંગ ગ્રોથની અપેક્ષા છે. વર્ષ 2015માં ફાર્મા,બેન્ક શૅર, ઈન્ફ્રા સ્ટોકમાં સુધારો આગળ વધશે. જ્યારે ડિફેન્સ, રેલ્વે અને માઈનીંગ સેક્ટરમાં સરકારની આગેવાની છે એટલે તેમાં પણ સારું પરફોર્મન્સ જોવા મળી શકશે. વ્યક્તિગત રોકાણકાર માટે ડાઈવર્સી ફંડ રોકાણનું ઉત્તમ સાધન બની રહેશે.

વર્ષ 2014માં ક્રૂડના ભાવ ઘટવાથી ભારતને ફાયદો થયો છે. રૂપિયો હાલ અંડરવેલ્યુડ છે. આવનાર સમયમાં રૂપિયો મજબૂત થશે. રૂપિયો આવનાર 6 મહિનામાં વધુ નબળો નહીં પડે. જેના કારણે પણ ભારતની અનેક કંપનીઓને લાભ પહોંચશે. જ્યારે આગામી 1થી 3 વર્ષમાં રિયલ એસ્ટેટ અંડરપર્ફોમ કરશે તેવું અનુમાન છે.

English summary
Which are best sectors to invest in 2015?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X