For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRIsમાં ડિપોઝિટ સ્કીમ્સનું આકર્ષણ શા માટે ઘટ્યું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 નવેમ્બર : બિનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઇ (NRIs) ડિપોઝિટ સ્કીમનું આકર્ષણ સતત ઘટી રહ્યું છે. તેઓ સ્ટોક અને બોન્ડ જેવા વધારે વળતર આપતા વિકલ્પો તરફ વળ્યા છે.

ચાલુ રાજકોષીય વર્ષના પ્રથમ છ મહિનામાં વિવિધ એનઆરઆઇ ડિપોઝિટ સ્કીમમાં મૂડીપ્રવાહ અડધો થઈ ગયો છે. તેમાં ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (બેન્ક) સ્કીમ, નોન રેસિડન્ટ એક્સર્નલ (એનઆરઇ) અથવા નોન-રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ (એનઆરઓ) સ્કીમ સામેલ છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં કુલ એનઆરઆઇ ડિપોઝિટ પ્રવાહ 53.3 ટકા ઘટીને 6.4 અબજ ડોલર થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 13.7 અબજ ડોલર હતો.

gold-lower-1

આ અંગે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર કેન્દ્રમાં સ્થિર અને સક્રિય સરકાર હોવાથી સ્ટોક, બોન્ડ અને અન્ય ડેટ સાધનોમાં રોકાણ કરવું એનઆરઆઇ માટે વધારે આકર્ષક લાગે છે તેમ ફોરેન એક્સ્ચેન્જ એડ્વાઇઝરી કંપની મેકલાઇ ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર એડ્વાઇઝર કે એન ડેએ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદી સરકારે મે મહિનામાં સત્તા મેળવી ત્યાર બાદ શેરબજાર 17 ટકા વધ્યું છે. ટોચની કંપની દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા તથા બે વર્ષ અને પાંચ વર્ષની મુદતમાં પાકતા બોન્ડ પર નવ ટકા વળતર મળે છે. ઘણા એનઆરઆઇ દ્વિતીય સ્તરની કંપનીઓમાં પણ નાણાં રોકે છે જેમાં વધારે ઊંચી ઊપજ મળે છે.

યુએસ ફેડરલ રિઝર્વે સરળતાથી મૂડી ઉપલબ્ધ કરાવવાની નીતિ પર પૂર્ણવિરામ મૂક્યા બાદ એનઆરઆઇ ડિપોઝિટ માટે સેન્ટિમેન્ટ બગડ્યું છે. આ ઉપરાંત કોમર્શિયલ બેન્કો પણ આવી ડિપોઝિટનું યોગ્ય રીતે માર્કેટિંગ કરતી નથી. એફસીએનઆર(બી) ડિપોઝિટ મેળવવા માટે તેમને આરબીઆઇ તરફથી મળતું ઇન્સેન્ટિવ બંધ થઈ ગયું છે.

અત્યાર સુધી મળેલા પ્રોત્સાહનના કારણે બેન્કોને વધારે મળતું હતું. એસબીઆઇના એક અધિકારીએ કહ્યું કે, અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ભંડોળ હોવાથી અમે એનઆરઆઇ ડિપોઝિટ પર ભાર મૂકતા નથી. આ ઉપરાંત ફંડની માંગમાં પણ વધારો થયો નથી.

English summary
Why deposit scheme become less attractive in NRIs?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X