For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વેપારીઓ ઇ કોમર્સથી શા માટે ત્રાસ્યા છે?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 નવેમ્બર : ગુજરાતના વેપારીઓ માટે ઇ કોમર્સ માથાનો દુ:ખાવો બની રહ્યું છે. ગુજરાતના વેપારીઓની ફરિયાદ છે કે ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ તેમની સાથે પક્ષપાત કરી રહી છે. તેઓ ઓનલાઇન એટલે કે ઇ કોમર્સ કંપનીઓને લાભ આપી રહી છે, જેના કારણે ગુજરાતમાં રિટેલ વેપારીઓનું વેચાણ ઘટ્યું છે.

ગુજરાતના વેપારીઓ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવતી કંપનીઓને ધમકી આપે છે કે જો આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનો ઇ-કોમર્સ કંપનીઓ તરફ પક્ષપાત બંધ નહીં કરે તો ઉત્પાદક કંપનીઓનો બહિષ્કાર કરવામાં આવશે.

ખરીદી વધી હોવા છતાં ઇ-કોમર્સ સાઇટ્સ પરના જંગી ડિસ્કાઉન્ટ્સના કારણે છૂટક વેપારીઓનો બિઝનેસ છેલ્લાં લગભગ દોઢ વર્ષમાં લગભગ 50 ટકા ઘટ્યો છે. આ ગેરવાજબી ડિસ્કાઉન્ટ્સથી લાંબા ગાળે પારંપરિક રિટેલર્સનો છેદ ઊડતાં ઇ-કોમર્સની મોનોપોલી સર્જાશે અને પછી કંપનીઓ મનસ્વી ધોરણે ભાવ નક્કી કરશે તેવો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.

solar-street-lights

આ સાથે તેમણે સરકારને કેવી રીતે નુકસાન થઇ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ઇ-કોમર્સના સોદા પર વેટ ન હોવાથી સરકારી તિજોરીને પણ ફટકો પડ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

ગુજરાતમાં આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓના વેપારીઓની છત્ર સંસ્થા ફેડરેશન ઓફ આઇટી એસોસિયેશન્સ ઓફ ગુજરાત (ફિટાગ)ના પ્રમુખ ગૌરવ વ્યાસે જણાવ્યું હતું કે, "છૂટક બજાર કરતાં 35 ટકા ડિસ્કાઉન્ટ પર કંપનીઓ ઇ-કોમર્સ પર માલ વેચતી હોવાથી વેપારીઓનો ધંધો દોઢ વર્ષમાં રૂપિયા 60-80 કરોડથી ઘટીને રૂપિયા 30-35 કરોડ થયો છે.

આઇટી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડ્ક્ટસના વેચાણમાં ઇ-કોમર્સનો હિસ્સો 1 ટકાથી વધીને દોઢ જ વર્ષમાં 19 ટકા થયો છે. અત્યાર સુધી કંપનીઓની વૃદ્ધિમાં અમે ભાગીદાર રહ્યા હતા. હવે તે અમને પડતા મૂકી રહી છે."

વેપારીઓને થયેલા નુકસાન ઉપરાંત સરકારી તિજોરીને પણ માર પડી રહ્યો છે કારણ કે પારંપરિક ખરીદીથી વિપરીત ઇ-કોમર્સમાં વેટ લાગતો નથી. આ તમામ બાબતો અંગે સરકારમાં વિવિધ સ્તર પર તેમજ ભારતમાં વેપારમાં વાજબીપણું રહે તેનું ધ્યાન રાખતી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)માં રજૂઆત કરવામાં આવશે.
આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને પણ રજૂઆત કરવામાં આવી છે અને 17 નવેમ્બર સુધીમાં તેઓ પોતાનું વલણ જાહેર નહીં કરે તો દુકાનોમાં તેમની પ્રોડક્ટ્સનો બહિષ્કારની ધમકી પણ આપવામાં આવી છે.

English summary
Why traders in Gujarat are in trouble with e commerce?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X