For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Share Market: માર્જિન વિના હવે તમે શેર નહિ ખરીદી શકો, SEBIએ નિયમ બદલી કાઢ્યા

શેર બજારની નિયામક સંસ્થા સેબીએ 1 સપ્ટેમ્બર 2020થી શેર ખરીદ વેચાણના નિયમોમાં બદલાવ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શેર બજારની નિયામક સંસ્થા સેબીએ 1 સપ્ટેમ્બર 2020થી શેર ખરીદ વેચાણના નિયમોમાં બદલાવ કર્યા છે. આ નિયમોથી જ્યાં રોકાણકારોની સુરક્ષા વધશે ત્યાં જ બીજી તરફ હવે શેર ખરીદવા અને વેચવા સહેલા નહિ રહે. પાછલા વર્ષે કાર્વીએ રોકાણકારોના હજારો કરોડ રૂપિયાના શેર સાથે દાવ કરી દીધો હતો. તે સમયે સેબીએ આકરા પગલાં ઉઠાવવાની વાત હતી હતી. હવે સેબીએ આ નિયમો લાગૂ કરી દીધા છે. એવામાં જો તમે પણ આજથી શેર ખરીદવા માંગો છો અથવા શેર વેચવા માંગો છો તો આ નિયમો જાણી લેવા ખુબ જ જરૂરી છે.

બ્રોકર્સની આ મનમાની પર રોક લાગશે

બ્રોકર્સની આ મનમાની પર રોક લાગશે

અત્યાર સુધી બ્રોકર પોતાના રોકાણકારોના પાવર ઑફ એટર્ની લેતા હતા. જેના આધાર પર રોકાણકારોના શેર સાથે મનમાની કરતા હતા. મોટાભાગના મામલામાં રોકાણકારોની સહમતી વિના જ બ્રોકર તેનો ઉપયોગ કરી લેતો હતો. અત્યાર સુધી પ્લેજ સિસ્ટમમાં રોકાણકારની ભૂમિકા ઓછી અને બ્રોકરની ભૂમિકા વધુ હતી. નવી સિસ્ટમમાં શેર તમારા ડીમેટ અકાઉન્ટમાં જ રહેશે, અને ત્યાં જ જરૂરત પર ક્લિયરિંગ હાઉસ પ્લેજ માર્ક કરી દેશે. આવી રીતે બ્રોકરના અકાઉન્ટમાં તમારા શેર નહિ જાય.

માર્જિન વિના શેરના ખરીદ વેચાણ પર રોક

માર્જિન વિના શેરના ખરીદ વેચાણ પર રોક

અત્યાર સુધી માર્જિન ના હોય તો પણ બ્રોકર દ્વારા તમને શેર ખરીદવાની અને વેચવાની છૂટ આપી દેતા હતા. જેનાથી નાણાકીય બજાર સંકટમાં પડતું હતું. પરંતુ હવે સેબીના નવા નિયમ અંતર્ગત કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે. હવે કેશ સેગમેન્ટમાં ઓછામા ઓછા 22 ટકા માર્જિન પહેલા થી હશે તો જ તમે ડીલ કરી શકશો. પહેલા તમને શેર વેચ્યા બાદ 2 દિવસે પૈસા મતા હતા, પરંતુ બ્રોકર તમને વેચેલા શેરના બદલામાં ખરીદીની મંજૂરી આપી દેતો હતો. હવે આવું નહિ થઈ શકે. હવે જ્યારે તમને ટી પ્લસ 2 બાદ પેમેન્ટ મળશે ત્યારે જ તમે એ પૈસાનો ઉપયોગ કરી શકશો.

જાણો, ડીમેટના શેર વેચવા પર પણ માર્જિન જોઈએ

જાણો, ડીમેટના શેર વેચવા પર પણ માર્જિન જોઈએ

અત્યાર સુધી જો તમારા ડીમેટમાં શેર છે તો તમે તેને જ્યારે ઈચ્છો ત્યારે વેચી શકતા હતા. પરંતુ આજથી એટલે કે 1 સપ્ટેમ્બર 2020થી આવું નહિ થઈ શકે. હવે જો તમે તમારા શેર વેચવા માંગો છો તો તમારી પાસે ઓછામા ઓછું એક ટકા માર્જિન હોવું જોઈએ. જો કે બ્રોકર્સનું માનવું છે કે આ નિયમથી સમસ્યા વધશે અને શેર બ્રોકર અને રોકાણકારો વચ્ચે કારણ વિનાની ટકરાર થશે. બ્રોકર્સે સેબી પાસે માંગ કરી કે તે ડિલિવરી વેચવા પર માર્જિન હટાવવું જોઈએ. બ્રોકર્સની માંગ છે કે ડિલિવરી વાળા શેર પર કોઈ માર્જિન ના હોવું જોઈએ. જ્યારે આ બ્રોકર્સની માંગ છે કે 5 લાખ રૂપિયા સુધીના શેરની ડિલ પર કોઈ માર્જિન લાગવુ ના જોઈએ.

લોન ચૂકવવા પર બે વર્ષની રાહત મળી શકે, કેન્દ્રએ કહ્યું...લોન ચૂકવવા પર બે વર્ષની રાહત મળી શકે, કેન્દ્રએ કહ્યું...

English summary
WITHOUT MARGIN NOW YOU CAN’T BUY SHARES, SEBI CHANGED RULES
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X