For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચીનની તુલનામાં વધુ લાયક છે ભારતીય યુવકો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

call-center
દાવોસ, 28 જાન્યુઆરી: વૈશ્વિક શ્રમ બજારમાં ચીનની તુલનામાં ભારત ભારત પોતાની યુવા અને અંગ્રેજી બોલનાર શ્રમબળના કારણે લાભ મેળવવાની સ્થિતીમાં છે. માનવ સંસાધન સલાહકાર મેનપાવરે આ વાત કહી હતી.

મેનપાવર સમૂહના અધ્યક્ષ (વૈશ્વિક કોર્પોરેટ અને સરકાર મુદ્દા) ડેવિડ આર્કલેસે કહ્યું હતું કે ભારત સરકાર અને કંપનીઓના ભવિષ્ય માટે કૌશલની જરૂરિયાત પર સમજ બનાવવાની આવશ્યકતા છે. આ સાથે તેને ધ્યાનમાં રાખતાં પોતાની યુવા પેઢીને તાલીમબદ્ધ કરવાની જરૂરિયાત છે, જેથી રોજગાર બજારમાં આપૂર્તિ અને માંગનું સંતુલન બનાવી રખાશે.

વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આવેલા આર્કલેસે કહ્યું હતું કે ભારતીય શ્રમ બજારને લઇને આશાવાન છે, જોકે વૈશ્વિક સ્તર પર સ્થિતીઓમાં ઉતાર-ચઢાવ અને અનિશ્વિતતા છે.

તેમને કહ્યું હતું કે 'અમે અમારા ગ્રાહકોને માહિતી આપી રહ્યાં છીએ કે ભવિષ્યમાં એક ચીજ નિશ્વિત છે અને આ અનિશ્વિતતા છે. અમે જાણવા માંગીએ છીએ કે ઉતાર-ચઢાવ રહેશે. અમે અમારા સહયોગીઓને કહી રહ્યાં છીએ કે આ સામાન્ય વાત છે.' ભારતીય શ્રમ બજાર વિશે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે આ ઉભરતા બજારોના પરંપરાગત બજાર નથી. 'આ એક અલગ પ્રકારની પ્રતિભાવાળુ બજાર છે. ભારતીય અર્થવ્યવસ્થા ચીન તથા દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓની તુલનામાં અલગ રીતે કામ કરે છે.

English summary
India has a big advantage over China in the global labour market, as its young and English-speaking literate workforce is much more relevant on the global level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X