For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Zee: સોની કોર્પોરેશનને પોતાનો હિસ્સો વેચી શકે છે Zee સમૂહ

જાપાનની ઇલેક્ટ્રોનિક અને મનોરંજન કંપની સોની કોર્પોરેશન સુભાષ ચંદ્રાની કંપની જી એન્ટરટેઇનમેન્ટ એંટરપ્રાઇઝિસ લિમિટેડ (ઝેડઇઈએલ) ના હિસ્સાને ખરીદી શકે છે.

|
Google Oneindia Gujarati News

મનોરંજનમાં રસ ધરાવતા લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. જી હા, જાપાનની ઇલેક્ટ્રોનિક અને મનોરંજન કંપની સોની કોર્પોરેશન સુભાષ ચંદ્રાની કંપની જી એન્ટરટેઇનમેન્ટ એંટરપ્રાઇઝિસ લિમિટેડ (ઝેડઇઈએલ) ના હિસ્સાને ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે બંને કંપનીઓની વાતચીત અંતિમ તબક્કામાં છે.

Zee Group

જીના ચેરમેન સુભાષ ચંદ્રા કંપનીનું દેવું ઘટાડવા માટે 20-25 ટકા શેરનું વેચાણ કરવા માંગે છે. કંપની હાલના દિવસોમાં ફંડ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ જ નહીં શેર વેચવાથી13,000 કરોડ રૂપિયા મળશે, જેથી પ્રમોટરનું દેવું ચૂકવવામાં આવશે.

Zee સમૂહમાં 41.62% હિસ્સેદારી એસ્સેલ સમૂહની

સૂત્રોના જણાવ્યા મુજબ વાતચીત હવે મૂલ્યાંકનના તબક્કામાં પહોંચી ગઈ છે. સુભાષ ચંદ્રા મોટા ભાગના સ્ટેક Zee સમૂહ પાસે રાખવા માંગે છે. Zee સમૂહમાં 41.62% હિસ્સેદારી એસ્સેલ ગ્રૂપની છે. તો મિન્ટે સૂત્રોને જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે કંપની પાસે ઓછામાં ઓછા 20 ટકા શેર રહે. Zee સમૂહ પાસે લગભગ 9400 લાખ શેર છે. જો 650 રૂપિયાથી વધુના 19 ટકા શેરોને પણ વેચવામાં તો તેમને 13,000 કરોડ રૂપિયાથી વધુ મળશે, જે કંપનીને હેન્ડલ કરવા માટે પૂરતા હશે.

આ પણ વાંચો: બાબા રામદેવની પતંજલિએ રુચિ સોયા માટે ઓફર વધારી

જણાવી દઈએ કે 13 મી માર્ચના રોજ ઝેડઈઈએલના શેરની કિંમતમાં 3.35% નો ઘટાડો થયો હતો અને તેના શેરની કિંમત 448.10 રૂપિયા રહી. હવે જીની પાસે 171 દેશોમાં 66 ટેલિવિઝન ચેનલો છે. આ ખરીદદારીથી સોનીને તેના વ્યવસાયને વધારવામાં મદદ મળશે.

નવા દર્શકો મળવાની સંભાવના વધશે

તમને એ વાતથી અવગત કરાવી દઈએ કે જી 5 દેશોનું પ્રમુખ ઑનલાઇન પ્લેટફોર્મ ઑનલાઇન વિડીયો સ્ટ્રીમિંગ એપ છે. આમાં હિસ્સેદારી મળ્યા પછી સોની લાઈવના ડિજિટલ પ્લેટફોર્મને નવા પ્રેક્ષકો મળવાની સંભાવના વધી જશે. સુભાષ ચંદ્રા સોની સમૂહને હિસ્સેદારીનું વેચાણ કરવા સતત વાતચીત કરી રહ્યા છે. આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ શકે છે. ટૂંક સમયમાં જ પ્રમોટરના દેવાને ચૂકવવા માટે અંતિમ તિથિની જાહેરાત કરી શકાય છે.

જો કે, જીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હમણાં આ બાબતે કંઈ પણ કહી શકાય નહિ. તો એ વાતની પણ જાણકારી આપી કે બજારમાં જીઇઈએલનો હિસ્સો વેચવાની પ્રક્રિયા જારી છે. ગોપનીયતા કરાર હેઠળ કોઈ વધારાની બાબતો કહી શકાય નહીં.

English summary
Zee May Sell 20 Stake To Sony For 13000 Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X