For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Zomato, Swiggy પર નહીં મળશે વધુ ડિસ્કાઉન્ટ, જાણો કારણ

જો તમે પણ વારંવાર ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરો છો, તો પછી આ સમાચાર વાંચો. જી હા, ઓનલાઇન ફૂડ કંપની સ્વિગી, ઝોમેટો પર હવેથી વધુ છૂટ મળશે નહીં.

|
Google Oneindia Gujarati News

જો તમે પણ વારંવાર ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરો છો, તો પછી આ સમાચાર વાંચો. જી હા, ઓનલાઇન ફૂડ કંપની સ્વિગી, ઝોમેટો પર હવેથી વધુ છૂટ મળશે નહીં. જણાવી દઈએ કે સ્વિગી રેસ્ટોરન્ટ્સ ચલાવનારાના સંગઠન, નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) એ કહ્યું છે કે ઝોમેટો, સ્વિગી જેવા ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારા પ્લેટફોર્મ તેમની સ્કીમની સુધારણા માટે તૈયાર છે. તેનો ઉદ્દેશ્ય આ એપ્લિકેશન આધારિત પ્લેટફોર્મ્સને ગ્રાહકોને અવ્યવહારિક રૂપથી વધુ છૂટ આપવાની પેશકશ પર અંકુશ લગાવવાનો છે.

Zomato Swiggy

જાણકારી આપી દઈએ કે મંગળવારે એસોસિએશને એક નિવેદનમાં કહ્યું હતું કે ડિસ્કાઉન્ટ કોઈ અધિકાર નથી પરંતુ વિશેષ લાભ છે. તે જ સમયે, સંગઠને ભારે ડિસ્કાઉન્ટને કારણે સંકટનો સામનો કરી રહેલા રેસ્ટોરન્ટ-ગ્રાહક ઇકોસિસ્ટમને ડિસ્કાઉન્ટથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ સંસ્થા છેલ્લા બે દિવસથી ઝોમેટો અને સ્વિગી જેવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે ડિસ્કાઉન્ટ યોજનાઓ, ડાઇન-ઇન કાર્યક્રમો અને ટેબલ બુકિંગ યોજનાઓ પરના મતભેદોને ઉકેલવા માટે વાતચીત કરી રહી છે.

બધા રેસ્ટોરન્ટ એગ્રીગેટર સાથે બેઠક

એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા બે દિવસથી એનઆરએઆઈએ તમામ રેસ્ટોરન્ટ એગ્રિગ્રેટર સાથે બેઠક કરી. અમને એ જાણીને આશ્ચર્ય થયો કે એગ્રીગેટર એકબીજા સાથે સ્પર્ધા કરવા માટે વધુ પ્રમાણમાં છૂટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે વધુ ડિસ્કાઉન્ટનું ફંડિંગ ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ નહીં, પણ રેસ્ટોરન્ટ ઉદ્યોગને કરવું પડે છે.

બધી ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ યોજનાઓ અથવા સુવિધામાં ફેરફાર

નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ તેમની યોજનાઓ અથવા સુવિધાઓમાં ફેરફાર કરશે. આ વધુ ડિસ્કાઉન્ટને કારણે સંકટમાં ફસાયેલા રેસ્ટોરન્ટ-ગ્રાહક ઇકોસિસ્ટમને મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરશે. તે જ સમયે, એસોસિએશને કહ્યું કે ડિસ્કાઉન્ટ આપવાના વિચારથી ગ્રાહકને સુખદ અનુભવ હોવો જોઈએ ના કે વ્યવસાયને બગાડનાર હોવો જોઈએ. ડિસ્કાઉન્ટ એક વિશેષ લાભ છે, કોઈ અધિકાર નથી.

આ પણ વાંચો: હવે પારલેમાં 10 હજાર લોકોની નોકરી પર સંકટ

English summary
Zomato and Swiggy will not get more discounts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X