For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું ચા પીવાથી કોરોના ના થાય? જાણો વાયરલ પોસ્ટની સચ્ચાઈ

Fact Check: શું ચા પીવાથી કોરોના ના થાય? જાણો વાયરલ પોસ્ટની સચ્ચાઈ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોનાવાયરસની બીજી લહેર બેકાબૂ થઈ રહી છે. સ્થિતિ એટલી ભયાનક થઈ ગઈ છે કે દરરોજ રેકોર્ડતોડ કેસ નોંધાઈ રહ્યા છે. સાથે જ કોરોનાથી થતા મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવામાં કોરોનાથી બચવાની નવી-નવી રીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને અપનાવવાથી કોરોના નહિ થાય અથવા તો કોરોના પોઝિટિવ દર્દી જલદી જ રિકવર થવા લાગશે. એવામાં હવે નવી પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે ચા પીવાથી કોરોનાવાયરસથી બચી શકાય છે.

tea

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ પોસ્ટને પીઆઈબી ફેક્ટ ચેકે ફેક ગણાવી છે. પીઆઈબી ફેક્ટે ટ્વીટ કરી જણાવ્યું કે એક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચા પીવાથી કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિ જલદી જ સ્વસ્થ પણ થઈ શકે છે. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ચા પીવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટાડી શકાય તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

જણાવી દઈએ કે વાયરલ પોસ્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાના વિખ્યાત CNN News ચેનલ મુજબ ચીનના વિખ્યાત કોરોના વિશેષજ્ઞ Dr. li Wenliang પોતાના મૃત્યુ પહેલાં કહી ગયા કે કેમિકલ Methyxanthine, Theobromine અને Theophyline કોરોનાવાયરસને મારી શકે છે અને ચામાં પણ આ ત્રણેય કેમિકલ જ મળી આવે છે. માટે જો કોઈ દિવસમાં ત્રણ કપ ચા પીવે છે તો તે કોરોનાવાયરસથી સંક્રમિત નહિ થાય અથવા જો કોઈ સંક્રમિત વ્યક્તિ ચા પીવે છે તો થોડા દિવસોમાં તે સંક્રમણ મુક્ત થઈ જશે. જણાવી દઈએ કે ભયાનક સ્થતિમાં આવી ભ્રામક પોસ્ટ શેર કરવાથી બચવું, સાથે જ કોઈપણ બિનસત્તાવાર જાણકારીનો વિશ્વાસ ના કરવો જોઈએ અને તે અપનાવવાની કોઈને સલાહ પણ ના આપવી જોઈએ.

Fact Check

દાવો

વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચા પીવાથી કોરોના સંક્રમણ રોકી શકાય છે.

નિષ્કર્ષ

વાયરલ પોસ્ટની સચ્ચાઈ ખોટી છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Drinking Tea does not make you immune from coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X