For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: ચૂંટણીને કારણે LRD-PSI ની શારીરિક કસોટીના સમયમાં કોઈ ફેરફાર નથી થયો

એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે બીજી તરફ LRD-PSIની શારીરિક કસોટીમાં દોડ ચાલુ છે. સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિય

|
Google Oneindia Gujarati News

એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે બીજી તરફ LRD-PSIની શારીરિક કસોટીમાં દોડ ચાલુ છે. સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હોવાથી ભરતી પરીક્ષાની દોડમાં ભાગ લઈ શકે તેમ નથી તેથી લોક રક્ષક બોર્ડે નિર્ણય કર્યો છે કે 17,18 અને 20 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટીમાં જે પણ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે તે તેમની 24 ડિસેમ્બરના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે. જણાવી દઈએ કે બધા ઉમેદવારો માટે આ લાગૂ નથી પડતું. પોલીસકર્મી હોય અને ગ્રાઉન્ડની પરીક્ષા આપવાના હોય તેમના માટે જ આ નિર્ણય કરાયો છે. અન્ય બધા ઉમેદવારો માટે આ નિર્ણય નથી કરાયો.

running

વન ઇન્ડિયા તરફથી આ વાયરલ મેસેજની ખાતરી કરાતા આ સમાચાર ખોટા હોવાનું જાણવા મળ્યું છે. ભરતી બોર્ડના પ્રમુખ આઇપીએસ અધિકારી હસમુખ પટેલે આ વિશે ટ્વીટ કરીને માહિતિ આપી છે. હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતિ આપી છેકે આ સમાચાર તદ્દન ખોટા છે. પંચાયત ચૂંટણીના કારણે ભરતીની શારીરીક કસોટીમાં કોઇ ફેરફાર કરાયો નથી.

જે કોઈપણ ઉમેદવારે તારીખ 17, 18 અને 20 ડિસેમ્બરના રોજ શારીરિક કસોટી આપવા જવાનું હોય તેમણે ફેક ન્યૂઝના કહેવામાં આવી તમારું ભવિષ્ય બગાડવું નહીં, તમને આપેલા સમય પ્રમાણે તમારે મેદાને પહોંચી જવું તમારી શારીરિક કસોટી લેવાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે શારીરિક કસોટી મોકૂફ નથી રખાઈ અને 17 તારીખના ઉમેદવારોનું મેદાન 17 ડિસેમ્બરે જ લેવાશે, 18 ડિસેમ્બરના રોજ જેમને દોડવાનું છે તેમની પરીક્ષા 18 ડિસેમ્બરે જ લેવાશે અને 20 ડિસેમ્બરના રોજ જેમણે દોડવાનું છે તેમની શારીરિક કસોટી કોલ લેટરમાં જણાવ્યા સમય અને તારીખ પ્રમાણે 20 ડિસેમ્બરના રોજ જ લેવામાં આવશે.

ઉલ્લેખનિય છેકે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. શારીરિક કસોટી માટે દોડ લગાવી રહેલા ઉમેદવારોને પડી રહેલી મુઝવણ માટે હેલ્પલાઇન માટે 3 નંબર જાહેર કરાયા છે. IPS હસમુખ પટેલે ટ્વિટ કરી માહીતી આપી છે કે 7041454218, 9104654216, 8401154217 આ નંબર પર જરૂર હોય ત્યારે હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે.

Fact Check

દાવો

ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે LRD/PSIની શારીરિક કસોટીના સમયમાં ફેરફાર કરાયો અને ઉમેદવારોને 24 ડિસેમ્બરે દોડાવવામાં આવશે.

નિષ્કર્ષ

ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે પીએસઆઈ કે એલઆરડીની શારીરિક કસોટીના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાબેતા મુજબ ઉમેદવારોની કસોટી લેવામાં આવશે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
LRD, PSI physical test date has not changed for 17,18 and 20 dec
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X