For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1.61 અરબ લોકો કરે છે સોશિયલ નેટવર્કનો ઉપયોગ: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 20 નવેમ્બર: એક રિસર્ચ અનુસાર આ વર્ષે લગભગ 1.61 અરબ લોકો દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરવાનું અનુમાન છે. રિસર્ચ સંસ્થા ઇ-માર્કેટરના અનુસાર દુનિયાના દર પાંચમા વ્યક્તિએ આ વર્ષે મહિનામાં એકવાર તેનો ઉપયોગ કર્યો છે.

રિસર્ચ અનુસાર તેનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા સતત વધતી જાય છે અને વર્ષ 2017 સુધી આ સંખ્યા 2.33 અરબ સુધી પહોંચી જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિસર્ચ સંસ્થા, સરકારી એજન્સીઓ, મીડિયા સંસ્થા અને કંપની રિપોર્ટ અનુસાર કેનેડા (51.7 ટકા) અને બ્રિટન (50.2 ટકા) લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરે છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે 16.1 અરબનો આ આંકડો વિશ્વની અંદાજીત જનસંખ્યાનો 22 ટકા છે.

ઇ-માર્કેટરના અનુસાર રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 37.4 ટકા વપરાશકર્તાની સાથે આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે જો કે આ જનસંખ્યાના ફક્ત 7.7 ટકા લોકો જ સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો ઉપયોગ કરી શકે છે. 28.7 ટકા વપરાશકર્તાની સાથે ઇન્ડોનેશિયાનું સ્થાન પણ વધી રહ્યું છે અને મેક્સિકોમાં 21.1 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

નેધરલેંડ

નેધરલેંડ

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં નેધરલેંડ 63.5 ટકા સાથે અવલ્લ નંબર પર છે.

નોર્વે

નોર્વે

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં નોર્વે 63.3 ટકા સાથે બીજા ક્રમ પર છે.

સ્વિડન

સ્વિડન

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં સ્વિડન 56.4 ટકા સાથે ત્રીજા ક્રમ પર છે.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયા

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં દક્ષિણ કોરિયા 54.4 ટકા લોકો સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે.

ડેનમાર્ક

ડેનમાર્ક

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં ડેનમાર્ક 53.3 ટકા લોકો સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે.

અમેરિકા

અમેરિકા

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં અમેરિકા 51.7 ટકા લોકો સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે.

ફિનલેન્ડ

ફિનલેન્ડ

ઇ-માર્કેટરના અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં ફિનલેન્ડ 51.3 ટકા લોકો સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે.

ભારત

ભારત

ઇ-માર્કેટરના અનુસાર રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 37.4 ટકા વપરાશકર્તાની સાથે આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે જો કે આ જનસંખ્યાના ફક્ત 7.7 ટકા લોકો જ સોશિયલ નેટવર્કિંગ સાઇટોનો ઉપયોગ કરી શકે છે.

English summary
An estimated 1.61 billion people, more than one in five globally, will log in to social networking sites at least monthly this year, the research firm eMarketer has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X