For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: રસોઇ ઘર માટે 10 વાસ્તુ ટિપ્સ

|
Google Oneindia Gujarati News

[વાસ્તુ ટિપ્સ] જીવનમાં ઊંચાઇઓ પર જવા માટે શરીર સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીર સ્વસ્થ ત્યારે જ બનશે જ્યારે તેને પૌષ્ટિક ભોજન મળશે. ભોજન સ્વાદિષ્ટ, સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે હિતકાર બને, તેના માટે ભવનમાં રસોઇ ઘરનું વાસ્તુ અનુસાર બનવું વધારે જરૂરી છે.

રસોઇ ઘરને જેટલી વધારે સકારાત્મક ઊર્જા મળશે તેટલું સારુ આપણું સ્વાસ્થ્ય રહેશે. આવો જાણીએ કે રસોઇ ઘરમાં કઇ વસ્તુઓ ક્યાં રાખવી જોઇએ જેનાથી સકારાત્મક ઊર્જાનો વધારેમાં વધારે લાભ મળી શકે.

સર્વપ્રથમ ભવનમાં રસોઇ ઘર અગ્નિકોણમાં હોવું જોઇએ. કારણ કે સામાન્ય રીતે ભારતમાં ભોજન બનાવવાનો સમય સવારે 9થી 10ની વચ્ચે હોય છે. આ સમયે સૂર્યની મોટાભાગની ઊર્જા અગ્નેય કોણમાં જ પડે છે.

રસોઇ ઘરથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ
ગેસ, ચૂલો અને સિંકની વચ્ચે અંતર હોવું જોઇએ અથવા તો વચ્ચે નાની લાકડી અથવા અન્ય કોઇ વસ્તુની દિવાલ જેવું હોવું જોઇએ. કારણ કે આ બંનેની પાસે હોવાથી ઘરના નોકર વધારે દિવસ ટકી નથી શકતા.

ભોજન કરતા પહેલા પોતાના ઇષ્ટ દેવને ભોગ ચોક્કસ ચઢાવો તથા એક રોટલી ગાયને માટે પણ ચોક્કસ રાખો. એવું કરવાથી આપના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા નહીં આવે અને ઘરના તમામ સભ્યો સ્વસ્થ રહેશે.

આગળની ટિપ્સ તસવીરોના માધ્યમથી સ્લાઇડરમાં...

ભારે વાસણો દક્ષિણ તરફ

ભારે વાસણો દક્ષિણ તરફ

રસોઇઘરમાં ભારે વાસણો, સિલ, મિક્સી, વગેરે વસ્તુઓ દક્ષિણ દીવાલ તરફ રાખો.

પૂર્વ અતવા પૂર્વ-ઉત્તરમાં પાણીનું કંટેનર

પૂર્વ અતવા પૂર્વ-ઉત્તરમાં પાણીનું કંટેનર

રસોઇ ઘરમાં પીવાનું પાણી, એક્વાગાર્ડ, ફિલ્ટર વગેરે પૂર્વ અથવા પૂર્વ-ઉત્તર ખૂણામાં રાખો.

પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ

પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ

ભોજન બનાવનાર ગૃહીણીનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારુ રહે છે.

ચૂલો પૂર્વમાં, સિલેંડર દક્ષિણમાં

ચૂલો પૂર્વમાં, સિલેંડર દક્ષિણમાં

રસોઇઘરમાં ગેસ ચૂલાને પૂર્વ દિશામાં રાખો અને સિલેંડરને દક્ષિણ દિશામાં રાખવું જોઇએ.

માઇક્રોવેવ, ઓવેન દક્ષિણમાં

માઇક્રોવેવ, ઓવેન દક્ષિણમાં

રસોઇ ઘરમાં માઇક્રોેવ, ઓવેન, મિક્સર ગ્રાઇંડર વગેરે વસ્તુઓ દક્ષિણ દિશામાં રાખવી જોઇએ.

ફ્રીઝ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામા

ફ્રીઝ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામા

સામાન્ય રીતે રસોઇઘરમાં ફ્રિઝ રાખવું યોગ્ય નથી હોતું, પરંતુ રાખવું જરૂરી હોય તો દક્ષિણ અથવા પશ્ચિમ દિશામા જ રાખો.

એંઠા વાસણો મોડે સુધી ના રાખો

એંઠા વાસણો મોડે સુધી ના રાખો

રસોઇઘરને ખૂબ જ પાક સાફ રાખવું જોઇએ. બગડેલા વાસણો વધારે વાર સુધી રસોઇ ઘરમાં મૂકી ના રાખવા જોઇએ, તેનાથી નકારાત્મક ઊર્જા પેદા થાય છે.

સ્નાન કર્યા વગર ના જશો

સ્નાન કર્યા વગર ના જશો

સ્નાન કર્યા વગર ભોજન બનાવવાથી ભોજન અપવિત્ર થઇ જાય છે, જે આપણા સ્વાસ્થ્ય પર આડઅસર કરે છે. એટલા માટે ભોજનને સ્નાન અને ધ્યાન કરીને જ બનાવવું જોઇએ.

English summary
You and your family can be healthy and fit if you follow these Vastu Tips in your Kitchen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X