For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની ઐતિહાસિક નેપાળ યાત્રા, નેપાળ-ભારત વચ્ચે 10 સમાનતાઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભારતના કોઇ વડાપ્રધાન 17 વર્ષ બાદ નેપાળના પ્રવાસ ગયા હતા. આ બે દિવસોની યાત્રામાં નરેન્દ્ર મોદીનો હેતુ હતો નેપાળની સાથે ભારતના સંબંધોને વધુ સારા બનાવવાનો ફક્ત એટલું જ નહી, નરેન્દ્ર મોદીએ સંસદમાં નેપાળને લગભગ 10 હજાર કરોડ રૂપિયાની રાહત દરે લોન આપવાની જાહેરાત કરી છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે નરેન્દ્ર મોદીએ લગભગ એક કલાક સુધી પશુપતિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

નરેન્દ્ર મોદીની આ નેપાળ યાત્રા રાજકિય વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બની ગઇ છે. નરેન્દ્ર મોદીની આ યાત્રા ઐતિહાસિક છે. નરેન્દ્ર મોદીના નેપાળ એરપોર્ટ પર પહોંચતાં તેમને 19 તોપોની સલામી આપવામાં આવી. આ ભવ્ય સ્વાગતમાં નેપાળી પીએમ સુશીલ કોઇરાલા ઉપરાંત નેપાળના ઉપવડાપ્રધાન બામ દેવ ગૌતમ અને પ્રકશ માન સિંહ પણ હાજર હતા.

આ યાત્રામાં નરેન્દ્ર મોદીએ 'જીત બહાદુર'ની પણ તેના માતા-પિતા સાથે મુલાકાત કરાવી. તમને જણાવી દઇએ કે નેપાળ પ્રવાસ ભારતીયોની સંખ્યા પણ છે. અત્રે ઉલ્લેખ છે કે નેપાળની સંસ્કૃતિ પણ ભારત સાથે હળતી-મળતી છે.

વેશભૂષા

વેશભૂષા

નેપાળની વેશભૂષા, ભાષા અને વ્યંજન એક જેવા છે.

ખોરાક

ખોરાક

નેપાળનો સામાન્ય ખોરાક ચણાની દાળ, ભાત અને શાકભાજી અને અથાણું છે, તો ભારતમાં પણ લોકો દાત-ભાત અને અથાણાના શોખીન છે.

બ્રેકફાસ્ટ

બ્રેકફાસ્ટ

જ્યાં ભારતમાં લોકો હેલ્થી બ્રેકફાસ્ટમાં ચેવડો અને ચાય ખૂબ પસંદ કરે છે, તો બીજી તરફ નેપાળમાં પણ ચેવડો અને ચાનું ચલણ છે.

નોનવેજ

નોનવેજ

માસ-મચ્છી અને ઇંડા પણ નેપાળી અને ભારતીય જનતા ખૂબ પસંદ કરે છે.

સમાન વિભિન્ન જાતિઓ

સમાન વિભિન્ન જાતિઓ

નેપાળ એક નાનું સ્વતંત્ર રાષ્ટ્ર છે, પરંતુ જાતિના આધારે નેપાળમાં પણ ભારતની માફક સમાન વિભિન્ન જાતિઓ છે.

આર્યુવેદ

આર્યુવેદ

ભારતની માફક નેપાળમાં પણ પ્રાકૃતિક સારવાર એટલે કે આર્યુવેદ મશહૂર છે.

તીર્થસ્થાન

તીર્થસ્થાન

ભારતના ઉત્તરમાં વસેલું નેપાળ એક ખૂબસુરત પહાડોનો દેશ છે. દેવતાઓનું ઘર કહેવામાં આવતું નેપાળ વિવિધતાઓથી પૂર્ણ છે. અહીં ઘણા તીર્થસ્થાન છે. તો બીજી તરફ ભારતમાં પણ તીર્થસ્થાનોની કોઇ કમી નથી. અહીં લોકો ચાર ધામની યાત્રા કરવા માટે દૂર-દૂરથી આવે છે.

મેળાવડો સ્વભાવ

મેળાવડો સ્વભાવ

જેમ ભારતમાં વિદેશ પોતાનાપણું અનુભવે છે, એ જ પ્રમાણે નેપાળમાં પણ વિદેશી સરળતાથી ત્યાંના લોકો સાથે હળીમળી જાય છે. એટલે કે બંને ફ્રેંડલી દેશ છે. રસપ્રદ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ નેપાળની સંસદમાં નેપાળી ભાષામાં પોતાની સ્પીચ શરૂ કરી, જેને સાંભળી બધા ગદગદિત થઇ ગયા.

વેપાર

વેપાર

બંને દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ નેપાળમાં કહ્યું કે બંને દેશ એકબીજાનું અંધારું દૂર કરી શકે છે. નેપાળ જો ભારતને વિજળી આપે, તો તે પોતે પણ સમૃદ્ધ બનશે. 1996માં સંશોધિત વેપાર સંધિ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોનું કેન્દ્ર બિંદુ સાબિત થઇ છે. 1996 બાદથી ભારતમાં નેપાળના નિર્યાતમાં અગિયાર ગણો વધારો થયો છે અને દ્રિપક્ષીય વેપાર સાત ગણો વધ્યો છે. ભારતીય ફર્મા નેપાળમાં સૌથી મોટી રોકાણકાર છે. વડાપ્રધાનની આ યાત્રાથી નેપાળને ઘણી આશાઓ છે.

રમત

રમત

નેપાળની જનતાને પણ ક્રિકેટ ખૂબ પસંદ છે. આ વાત ભારતના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્વિકારી, જ્યારે તે બે દિવસ માટે નેપાળ ગયા હતા. ધોનીએ કહ્યું કે ક્રિકેટ નેપાળમાં ઉભરતી રમત છે અને તે ભવિષ્યમાં નેપાળના યુવાઓને એક લોકપ્રિય ટીમના રૂપમાં પ્રદર્શન કરતાં જોવા માંગે છે.

English summary
The Indus Valley civilization, one of the world's oldest, flourished during the 3rd and 2nd millennia B.C. and extended into northwestern India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X