For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ આ ચકલી પોતાના માળામાં રાખે છે સિગરેટ, વાંચો આવી 10 અટપટી વાતો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 8 જૂન: આપણે આપણા બચાવ માટે મોટા મોટા ડૉક્ટરના દરવાજા ખખડાવીએ છીએ. ઉંટવૈદ્યોને ફરિયાદ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો, જેમને આપણે બેજુબાન કહીએ છી, તે પોતાની રક્ષા સ્વયં કરે છે. પ્રકૃતિના અદભૂત નમૂન તથા આપણી ભાષામાં જાનવર, પોતાની સંભાળ પોતે રાખે છે. પછી ભલે તે તેમની કુદરતી બિમારી હોય કે પછી કોઇ કારણસર પેદા થયેલી તકલીફ હોય. આવો જાણીએ શું કરે છે જાનવરો જ્યારે તેમને ખતરો કે ડર મહેસુસ થાય છે.-

વાંદરાઓને જ્યારે ઝાડા થાય છે

વાંદરાઓને જ્યારે ઝાડા થાય છે

શું તમે જાણો છે આ એક પ્રજાતિના વાંદરાને ઝાડા થાય છે ત્યારે તે શું કરે છે, મલેરિયા અથવા પરજીવિયોથી થનારી કોઇ અન્ય બિમારી હોય? તે ઝાડ દ્વારા મળનારી દવાઓની મદદ લે છે. વૈજ્ઞાનિકોને ખબર પડે છે કે ચિંપાજી એસપિલિયા નામનું ઝાડ શોધવા માટે ખૂબ દૂર જવું પડે છે. આ પત્તા પેટ ખાલી કરવામાં મદદ કરે છે, તેનાથી પેટના કીડા નિકળી જાય છે.

લાડલું ઘેટું

લાડલું ઘેટું

ઘેટાંના બચ્ચા માતાની ખાવાની પીવાની આદતો પર ગૌર કરે છે. માદાની ગતિવિધિઓ જોઇને જ તે પોતાના માટે ઉત્પન્ન ખતરાઓની ઓળખ કરે છે અથવા પછી એક વિચિત્ર અવાજ કાઢીને પોતાને વ્યક્ત કરે છે.

આલ્કોહોલ

આલ્કોહોલ

ફળો પર થનાર નાની નાની માખીઓ આલ્કોહોલની મદદથી વધે છે. સામાન્ય ખતરો અનુભવતાં માદા માખી પોતાના ઇંડા સડેલા ફળોમાં આપી દે છે. આ ઇંડાને જ્યારે કોઇ દુશ્મન જીવ ખાય છે તો તે ઇંડા વરાળ અને સડનના લીધે તે મૃત્યું પામે છે.

શોધે છે બચવાના ઉપાય

શોધે છે બચવાના ઉપાય

ખૂબ રેશાવાળા આ કીડાની પાસે પણ દવાઓ છે. જો કોઇ દુશ્મન જીવ આ પ્રકારનો હુમલો કરી દે છે તો તે એવા છોડના પત્તા ખાય છે, જેમાં બેસિક નાઇટ્રોજન પરમાણુવાળું રસાયણ આલ્કોલોયડ હોય છે. તેનાથી તેમાં બચી નિકળવાનું તંત્ર સક્રિય થઇ જાય છે અથવા તે ચાલીને અથવા ઉડીને પોતાનો જીવ બચાવી લે છે.

પતંગિયાના કારનામા

પતંગિયાના કારનામા

પતંગિયું ઇંડાને બચાવવા માટે રેશના ફૂલો પર ઇંડા આપે છે. તેમાં કાર્ડેનોલાઇડ નામના સ્ટેરોયડની માત્રા ખૂબ જ વધુ હોય છે જે ઇંડા ખાનાર જીવો અથવા પરજીવીઓ માટે ઝેરીલા હોય છે.

મધ બચાવે છે

મધ બચાવે છે

મધ બનાવનાર મધમાખીઓ કુદરતી રેજિન બનાવે છે જે તેમની કોલોની માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મધપૂડાની ખાલી જગ્યાઓ સીલ કરવા માટે પ્રોપોલિસ બનાવે છે. તેના લીધે મધપૂડામાં બિમારીઓ ફેલાતી નથી. માણસ માટે પણ આ પ્રાકૃતિક રેજિન એન્ટીબેક્ટેરિયલ, દુખાવો અને સોજો ઓછો કરનાર હોય છે.

માળામાં સિગરેટ

માળામાં સિગરેટ

મેક્સિકોમાં ચકલી અથવા ગોરૈયા સિગરેટના ઠૂંઠાની આસપાસ માળો બનાવે છે. નિકોટીનના લીધે તે કીડાઓના પ્રકોપથી બચી જાય છે. જો કે શોધકર્તા એમપણ કહે છે કે આ ઠૂંઠાની લીધે પક્ષીઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે.

ખાઇ છે ઘાસ

ખાઇ છે ઘાસ

જો ક્યારેય કુતરા-બિલાડીઓ ઘાસ ખાતા જુઓ તો આશ્વર્ય પામશો નહી. તેનાથી તેમના પેટમાં ગડબડી ઓછી થઇ જાય છે. ઘાસ ઉલટીમાં મદદ કરે છે.

આ પણ કરે છે રીંછ

આ પણ કરે છે રીંછ

રીંછ ઘણા પ્રકારની નીલગિરીના પત્તા અને ટાળીઓ ખાય છે. જો કોઇ ખોટા પત્તા ખાઇ લે તો પછી તે માટી ખાઇ છે, તેનાથી ઝેરીલો પદાર્થ તેમના શરીરમાં ઓછો થઇ જાય છે.

પ્રાકૃતિક મોર્ટીન

પ્રાકૃતિક મોર્ટીન

વાંદરાઓની આસપાસ મચ્છરોથી બચવા માટે કોઇ મચ્છરદાની તો નથી આ કીડા અને મચ્છરોથી બચવા માટે આ વાંદરા કાનખજૂરાનું ઝેર પોતાના શરીર પર લગાવે છે. આનાથી મચ્છર માખીઓ દૂર રહે છે, વર્ષોના નિરીક્ષણ બાદ જાનવરોએ આ પદ્ધતિ શીખી છે.

English summary
10 things of animal which they use to do in emergency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X