• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 10 રીતોથી ચોક્કસ રોકી શકાશે શારિરીક હિંસા

|

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: શારિરીક હિંસા અસલમાં મહિલાઓ પર પિતૃસત્તાત્મક અનુશાસનને થોપવાની એક રીત છે. જે મહિલાઓ આનો વિરોધ કરે છે તેના માટે તેના પર બળાત્કાર અથવા તો શારિરીક હિંસા કરીને દંડિત કરવામાં આવે છે. શારિરીક હિંસા અને બળાત્કારનો ભય નિર્ણય લેવા માટે મહિલાઓના અધિકાર પર સ્થાયી આંતરિક સેન્સરની રીતે કામ કરે છે. શારિરીક હિંસાથી સુરક્ષાના નમામ પર મહિલાઓ પર જાત-જાતની પાબંદી લગાવવામાં આવે છે.

તેમની પર કર્ફ્યૂ જેવી પરિસ્થિતિઓ હોય છે. જેમકે ડ્રેસ કોર્ડ, મોબાઇલ ફોન પર પાબંદી, મિત્રતાની મર્યાદાઓ, ખાસ કરીને પુરુષો સાથે મિત્રતા પર પ્રતિબંધ જેવી ઘણી પાબંદીઓ હોય છે, જે મહિલાઓ પર માત્ર એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે તેમનો શારિરીક હિંસાથી બચાવ કરી શકાય. સવાલ એ થાય છે કે વિજ્ઞાન અને ટેકનીકલ યુગમાં જીવી રહેલો સમાજ કિશોરીઓ, યુવતિઓ અને મહિલાઓ પ્રત્યે અમાનવિય વિચારમાં ક્યારે પરિવર્તન લાવશે.

માનવ સમાજ સ્ત્રી અને પુરુષ બંનેને મળીને બન્યો છે એટલે કે સ્ત્રીઓ સમાજની અભિન્ન અંગ છે છે. જેટલું ધ્યાન પુરુષોનું રાખવામાં આવે છે તેટલું જ સ્ત્રીઓનું પણ રાખવું જોઇએ. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન અધિકાર મળવું જોઇએ. જ્યારે મહિલાઓ પોતાના ગર્ભમાં રહેલા શિશુંના પાલન-પોષણમાં કોઇ ભેદભાવ નથી રાખતી, તો તેમના માટે આવો ભેદભાવ શા માટે?

આ જ મુદ્દો છે જે મહિલાઓને શારિરીક હિંસાનો શિકાર બનાવે છે. શારિરીક હિંસાનો શિકાર માત્ર મહિલાઓ જ નહી, પરંતુ યુવતીઓ અહીં સુધી માસૂબ બાળકો પણ આનો શિકાર બને છે. શારિરીક હિંસા ઘરની અંદર-બહાર, કામના સ્થળે અને ઓફિસોમાં થતી હોય છે.

અમે અત્રે એવી 10 તરકીબોની વાત કરવા જઇ રહ્યા છીએ જેને જો સમાજ અપનાવી લે, તો મહિલાઓ, બાળકીઓ અને યુવતીઓ સુરક્ષિત રહી શકે છે

મહિલાઓની જાગૃતિ

મહિલાઓની જાગૃતિ

શારિરીક હિંસાનું સૌથી મોટું કારણ મહિલાઓમાં જાગૃતિનો અભાવ છે. શિક્ષણ અને જાણકારીના અભાવમાં મહિલાઓ સમજી જ નથી શકતી કે તેઓ આ હિંસાનો શિકાર બની રહી છે. ખાસ કરીને નાની ઉંમરની બાળકીઓની સાથે આ પ્રકારની ઘટનાઓ વધારે જોવાય છે.

કડક કાયદાનું નિર્માણ

કડક કાયદાનું નિર્માણ

મહિલાઓ પ્રત્યે વધી રહેલા ગૂનાઓનું મુખ્ય કારણ કાયદા-કાનૂનની લાલિયાવાડી છે. સખત કાનૂનના અભાવમાં મહિલાઓને પોતાનો શિકાર બનાવનાર ગૂનેહગાર સરળતાથી છૂટી જાય છે.

આત્મરક્ષાની ટ્રેઇનિંગ

આત્મરક્ષાની ટ્રેઇનિંગ

શારિરીક હિંસાને રોકવામાં સૌથી સારો ઉપાય છે મહિલાઓને આત્મરક્ષાની ટ્રેઇનિંગ આપવી જોઇએ. આ રીતે મહિલાઓને કરાટેની ટ્રેનિંગ આપવી જોઇએ. શાળાઓમાં ખાસ કરીને યુવતીઓને સેલ્ફડ ડિફેન્સની ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે.

કો-એજ્યુકેશનને પ્રોત્સાહન આપો

કો-એજ્યુકેશનને પ્રોત્સાહન આપો

શારિરીક હિંસાને રોકવા માટે સહ-અધ્યયનને પ્રોત્સાહન મળવું જોઇએ. જોકે આપણા ઘણા રાજનેતાઓ આના વિરોધમાં છે. માનવામાં આવે છે કે સહ-અધ્યયનમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ ઘટવાનો પણ ભય રહેલો છે. કિશોર થઇ રહેલા યુવક/યુવતીઓનું એક બીજા તરફ આકર્ષણ શારિરીક હિંસા રોકવામાં અસરકારક સાબિત થઇ શકે છે.

ગુડ ટચ અને બેડ ટચની શીખ

ગુડ ટચ અને બેડ ટચની શીખ

બાળકિયો પ્રત્યે થનારી મોટા ભાગની શારિરીક શોષણના મામલામાં નોંધાયું છે કે બાળકીઓ સમજી જ નથી શકતી કે તેમની સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે. આવામાં માતા-પિતાએ પહેલેથી જ પોતાના બાળકોને સ્પર્શ સંબંધિત ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપવી જોઇએ. જેથી કરીને ક્યારેય પણ તેમને આવા સ્પર્શ કરવામાં આવે તો તેમને ખબર પડી જાય તેમની સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે.

આધુનિક ટેકનીકોથી પરિચિત થવું

આધુનિક ટેકનીકોથી પરિચિત થવું

દિલ્હિ ગેંગરેપ બાદ ઘણી એવી ટેકનોલોજી લોંચ કરવામાં આવી હતી, જેનાથી મુશ્કેલીના સમયે મહિલાઓ પોતાની આત્મરક્ષા કરી શકે છે. ઘણી મોબાઇલ એપ્લિકેશન તો એ પ્રકારની છે કે જેનાથી આપમેળે જ સંદેશ મોકલી શકાય છે. દિલ્હી ગેંગરેપ બાદ નિર્ભયા નામની મોબાઇલ એપ્લિકેશન લોંચ કરવામાં આવી છે. જે મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓની જાણકારી તેમના પરિવાર સુધી પહોંચાડશે.

શાળામાં સેક્સ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવું

શાળામાં સેક્સ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવું

સેક્સ એજ્યુકેશનને પ્રોત્સાહન આપીને યુવક-યુવતીઓને શારિરીક હિંસા પ્રત્યે જાગૃત કરવામાં આવી શકાય છે. જોકે ઘણા દળો અને રાજનેતા આના વિરોધમાં છે, જસ્ટિસ જેએસ વર્મા સમિતિની ભલામણો અનુસાર શાળાના પાઠ્યક્રમમાં શારિરીક શિક્ષણનો સમાવેશ કરવું જોઇએ જેથી બાળકોને સાચા-ખોટાની જાણ થાય.

પોર્ન સાઇટથી બાળકોને દૂર રાખો

પોર્ન સાઇટથી બાળકોને દૂર રાખો

ઇંગ્લેન્ડમાં મિડલસેક્સ યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર મોટી સંખ્યામાં બાળકોની પહોંચ પોર્નોગ્રાફી સુધી છે. પોર્નોગ્રાફી તેમાં સેક્સની ભાવનાને પ્રોત્સાહન આપે છે, આવામાં તે કોઇપણ ખાસ કરીને શારિરીક અપરાધ કરતા ખચકાતા નથી. આ અશ્લિલ વીડિયોથી બાળકોને દૂર રાખીને શારિરીક હિંસામાં ઘટાડો કરી શકાય છે.

વિચારોમાં પરિવર્તન

વિચારોમાં પરિવર્તન

કાયદો ઘડવો અથવા પ્રશિક્ષણ આપવું હિંસાને રોકવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે, પરંતુ સૌથી જરૂરી છે કડક કાર્યવાહી અને એટલી જ જરૂરિયાત છે વિચારોમાં પરિવર્તન જ્યાં શોષણ અને હિંસા આચરનારાઓ અને પોતાના કામમાં લાલિયાવાડી રાખીને તેમને બચાવનાર બંનેને જવાબદાર ઠેરવવા જોઇએ.

મહિલાઓએ પોતાના પહેરવેશનું ધ્યાન રાખવું

મહિલાઓએ પોતાના પહેરવેશનું ધ્યાન રાખવું

મહિલાઓએ પોતાની રહેણી-કરણી, પહેરવેશનો પણ વિશેષ ખ્યાલ રાખવો પડશે. યુવતીઓ આવી કોઇ ભડકાઉ ડ્રેસ ના પહેરે જે રસ્તે જતા લોકોના મનમાં ખોટા વિચારોને જન્મ આપે. વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ એક કૂદરતી દેન છે માટે મહિલાઓ અને પુરુષો બંનેને પોતાની સીમાઓનો ખ્યાલ રાખવાની જરૂર છે.

English summary
10 tips which avoid sexual violence in India. These steps can useful to avoid sexual assault and eve teasing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more