• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો : આ 20 હિંદુ રિવાજ પાછળ વૈજ્ઞાનિક તર્ક શું છે?

|

તમે ધણીવાર થતું હશે ને કે તમારા મા-બાપ નાહક ખોટે ખોટા રિવાજો અને પરંપરાઓને આજના આધુનિક સમયમાં અનુસરે છે, જેમ કે હવન-પૂજા કરવીને ખોટા ખર્ચા કરવા કે પછી મોટાઓને પગે લાગવું અને વિવાહીત સ્ત્રી હોય તો માંગ ભરવી.


આજે પણ આપણા હિંદુ સમાજમાં અનેક એવી પરંપરાઓ છે જેના વિષે યંગ જનરેશનનું એમ જ માનવું છે કે આ બધા તૂત બંધ કરી દેવા જોઇએ તેમાં ખોટું પૈસા અને સમયનો બગાડ થાય છે અને કોઇનો પણ ફાયદો થતો નથી.

પણ શું તમને ખબર છે કે આપણા આજ રિવાજો પાછળ વિજ્ઞાન છૂપાયેલું છે. આપણા પૂર્વજોએ કંઇ અમસ્તા જ આવા રિવાજ અને પરંપરાનું અનુસરણ કરવાનું નથી કહ્યું. અને હવે ધીરે ધીરે વિજ્ઞાન પણ કહે છે કે આ રિવાજો આપણા માટે જ ફાયદાકારક છે. તો શું છે આ રિવાજો પાછળનું વૈજ્ઞાનિક તથ્ય જાણો આ ફોટો સ્લાઇડરમાં...

જમીન પર બેસીને ભોજન લેવું

જમીન પર બેસીને ભોજન લેવું

પલોઠી મારીને બેસવું એ એક પ્રકારનું યોગ આસન છે. આ પોઝિશનમાં બેસવાથી મગજ શાંત રહે છે અને પાચન ક્રિયા પણ યોગ્ય રીતે થાય છે.

દક્ષિણ તરફ માથું રાખીને ઊંધવું

દક્ષિણ તરફ માથું રાખીને ઊંધવું

જ્યારે આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂઇએ છીએ ત્યારે આપણું શરીર પૃથ્વીના ચુંબકીય તરંગા સાથે એક લાઇનમાં જોડાય છે. જેનાથી શરીરમાં હાજર આયરન સંચારિત થવા લાગે છે. જેનાથી અલઝાઇમર, પરકિંસન જેવી મગજની બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે અને રક્તચાપમાં પણ વધારો થાય છે.

હાથ જોડીને નમસ્કાર

હાથ જોડીને નમસ્કાર

જ્યારે હાથની બધી આંગળીઓ શીર્ષ પર એકબીજાના સંપર્કમાં આવે છે અને તેની પર દબાવના એક્યૂપ્રેશનના લીધે આપણી આંખો, કાન અને માથા પર સારી અસર થાય છે. વધુમાં હાથ જોડવાથી તમે સામે વાળી વ્યક્તિના હાથના બેક્ટેરિયાના ટચમાં નથી આવતા અને ઓછા બિમાર પડો છો.

પીપળાના વૃક્ષની પૂજા

પીપળાના વૃક્ષની પૂજા

પીપળાના વૃક્ષ અન્ય કોઇ વૃક્ષ કરતા દિવસ રાત સૌથી વધુ માત્રામાં ઓક્સિજન છોડે છે. ત્યારે તેની પૂજા કરવાથી વ્યક્તિને વધુ સારી રીતે ઓક્સિજન મેળવે છે.

માથામાં તિલક

માથામાં તિલક

બે આંખોની વચ્ચે માથામાં એક નસ પસાર થાય છે. તે ભાગમાં તિલક કે કુમકુમ લગાવાથી તે ભાગમાં ઊર્જા બની રહે છે. વધુમાં તિલક કરતી
વખતે તે જગ્યાએ પ્રેશર પડે છે જે રક્તનો સ્પલાય સુયોગ્ય કરે છે.

ભોજનમાં તીખાથી શરૂઆત મીઠાશથી અંત

ભોજનમાં તીખાથી શરૂઆત મીઠાશથી અંત

શરૂઆતમાં તીખી વસ્તુઓ ભોજનમાં ખાવાથી પેટમાં પાચન ક્રિયામાં મદદરૂપ થતો એસિડ સક્રિય થાય છે. જે પાચન ક્રિયાને સુયોગ્ય બનાવે છે. અને અંતમાં મીઠું ખાવાથી તે એસિડ ઓછો થાય છે અને પેટમાં એસિડિટી નથી થતી.

કાન વીંધાવા

કાન વીંધાવા

દર્શનશાસ્ત્રી માને છે કે આનાથી વિચારવાની શક્તિ વધે છે. જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે તેનાથી કાનમાંથી મગજમાં જતી નસનું રક્ત સંચાર વધે છે.

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર કરવાથી એક જ આસનમાં આખા શરીરના તમામ અંગોની કસરત થઇ જાય છે.

માથામાં ચોટલી

માથામાં ચોટલી

પૂજારીઓ પહેલા ચોટલી રાખતા તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ તે છે કે ચોટલી જે જગ્યાએ હોય છે ત્યાં મગજની બધી નસો એકત્રિત થાય છે. અહીં ચોટલી રાખવાથી મગજ સ્થિર રહે છે અને જે-તે વ્યક્તિ ઓછો ગુસ્સો કરે છે. વધુમાં તેની વિચારવાની ક્ષમતા પણ વધી જાય છે.

વ્રત

વ્રત

આયુર્વેદ મુજબ વ્રત રાખવાથી પાચન ક્રિયા ઓછી થાય છે. વધુમાં ફળાહારથી બોડીનું ડિટોક્સીફિકેશન થાય છે. વધુમાં શોધકર્તાઓએ એક રિસર્ચમાં જણાવ્યું છે કે વ્રત કરનાર લોકોમાં કેન્સર, મધુમેહ અને હદય રોગ ઓછા થાય છે.

મોટાને પગે લાગવું

મોટાને પગે લાગવું

પગે લાગતી વખતે પગે લાગનાર અને આશીર્વાદ આપનાર વચ્ચે એક કોસમિક ઊર્જાનો પ્રવાહ સેતુ બંધાય છે. જેમાં વ્યક્તિની ઊર્જા તેના માથાથી હાથમાં અને ત્યાંથી તે વ્યક્તિના પગમાં અને આશીર્વાદ રૂપે પાછા આપણા માથામાં પરત આવે છે.

કંકુથી માંગ ભરવી

કંકુથી માંગ ભરવી

કંકુમાં હળદર, ચૂનો અને પારો હોય છે. આ મિશ્રણ શરીરના રક્તચાપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વધુમાં તેનાથી યૌન ઉત્તેજના પણ વધે છે માટે જ વિધવા સ્ત્રીઓને કંકુ લગાવવું વર્જિત છે.

તુલસીની પૂજા

તુલસીની પૂજા

તુલસી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. માટે તુલસીની પૂજા બાદ તુલસીના પાન ચાવવા શરીર માટે લાભકારક છે.

મૂર્તિ પૂજા

મૂર્તિ પૂજા

જો તમે સાધના કરતી વખતે કોઇ વસ્તુને તમારી સામે રાખો છો તો તમારું મન અન્ય વસ્તુઓમાં નથી ભટકતું અને એકાગ્ર રહે છે.

બંગડી પહેરવી

બંગડી પહેરવી

બંગડી પહેરવાથી રક્ત સંચાર નિયંત્રિત રહે છે. વધારે બંગડી પહેરવાથી શરીરની ઊર્જા સચવાઇ રહે છે.

મંદિરમાં જવું

મંદિરમાં જવું

મંદિરના ગર્ભગૃહમાં પૃથ્વીના ચુંબકીય તરંગો સૌથી વધારે હોય છે. જેનાથી ઊર્જાનો પ્રવાહ સૌથી વધુ થાય છે. તેવી સાત્વિક ઊર્જા ગ્રહણ કરવાથી મગજ શાંત રહે છે અને સ્વાસ્થ સારું.

હવન કે યજ્ઞ કરાવો

હવન કે યજ્ઞ કરાવો

કપૂર, તલ, ખાંડ જેવી પ્રાકૃતિક હવન સામગ્રીથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તેનાથી ઘર અને સાર પાસના વિસ્તારમાં આવેલા કિટાણું મરી જાય છે. જેથી શરીરને માનસિક અને શારિરીક બન્ને રીતે લાભ થાય છે.

પગમાં વિછિંયા પહેરવા

પગમાં વિછિંયા પહેરવા

લગ્ન બાદ મહિલાઓ વિછિંયા પહેરે છે. પગની બીજી આંગળીની નસ ગર્ભાશય જોડે જોડાયેલી હોય છે. આ વિછિંયા પહેરવાથી યોગ્ય માત્રામાં રક્ત ગર્ભાશયમાં પહોંચે છે. ચાંદી પૃથ્વીથી ઉર્જા ગ્રહણ કરે છે. જેનાથી માસિક પણ નિયમિત રહે છે.

ઘંટ વગાડવો

ઘંટ વગાડવો

ઘંટનો અવાજ સાત સેકન્ડ સુધી આપણાં મગજમાં ઇકો કરે છે. જેનાથી આપણા મગજના સાત ઉપચારાત્મક કેન્દ્ર ખુલે છે. અને નકારાત્મક વિચાર ઓછા થાય છે.

હાથ-પગ પર મહેંદી

હાથ-પગ પર મહેંદી

મહેંદી એક જડી બટ્ટી છે. જેનાથી શરીરનો તનાવ, માથાનો દુખાવો ઓછો થાય છે. વધુમાં નસો પણ ઠંડી રહે છે. વધુમાં તેની સુગંધ આપણું મન પ્રસન્ન રાખે છે.

જો આ લેખ પસંદ આવ્યો તો શેર કરો

જો આ લેખ પસંદ આવ્યો તો શેર કરો

જો તમને આ આર્ટીકલ ખરેખરમાં પસંદ આવ્યો હોય તો તેને શેર કરો.

lok-sabha-home

English summary
In Hindu culture there are several traditions which make us stick to our culture. But do you know the scientific reasons behind them? Here we are talking about.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3352355
CONG+28890
OTH29597

Arunachal Pradesh

PartyLWT
BJP33235
JDU077
OTH21012

Sikkim

PartyWT
SKM01717
SDF01515
OTH000

Odisha

PartyLWT
BJD2389112
BJP81624
OTH01010

Andhra Pradesh

PartyLWT
YSRCP0151151
TDP02323
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more