For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 30 બ્રેઇન ફુડ જે વધારી દેશે આપની બુદ્ધિશક્તિ!

|
Google Oneindia Gujarati News

આજકાલ લોકો સુંદર દેખાવાની સાથે સાથે બુદ્ધિ આંક વધારવાના પણ ઉપાયો કરતા હોય છે. સારો બુદ્ધિઆંક તેનો જ હોઇ શકે જે સારો આહાર લેતો હોય અને પોતાની લાઇફસ્ટાઇલને સારી રીતે જીવતો હોય. સામાન્ય રીતે દુનિયામાં આપની આસપાસ એવી ઘણી ચીજવસ્તુઓ અને અનેક પ્રકારના લોકો છે જેઓ આપનું મગજ બગાડી શકે છે. ઓફિસમાં કામનું ટેન્શન, ઘરમાં પત્નીનું ટેન્શન અને જો મિત્રો હોય તો તેમની તીખી વાતો સાંભળી-સાંભળીને ટેન્શન. આજની લાઇફમાં ખૂબ જ બધુ ટેન્શન છે જેની સીધી અસર આપણા મગજ પર પડવા લાગી છે.

આવું આપણી સાથે ઘણી વાર બને છે કે આપણે નાની-નાની વાતો ભૂલી જઇએ છીએ પરંતુ શું આપની સાથે ક્યારેય એવું બન્યું છે કે આપ અત્યંત જરૂરી વાત પણ ભૂલી ગયા હોવ, જ્યારે તે યાદ આવી હોય ત્યારે તમને લાગી આવ્યું હોય કે આટલી જરૂરી વાત તમે ભૂલી કેમના ગયા? તમારા આહારમાં ફળ, શાકભાજીની સાથે સાથે નોન વેજ આહારનો પણ સમાવેશ કરો. જો ઘરમાં બાળક ભણતું હોય તેને પણ કંઇ આવા પ્રકારનો આહાર આપો જેનાથી તેની બુદ્ધિ વધુ સક્રીય બને.

બ્રેઇનફૂડ એવો આહાર છે જેને લેવાથી અલ્ઝાઇમર જેવી બિમારી નથી થતી. એક્સપર્ટ્સ કહે છે કે બાળકોને તેમના પરીક્ષાના દિવસોમાં બ્રેઇનફૂડ આપવાથી તેમને મગજને લગતી પરેશાનીઓ નથી થતી. તો આવો જાણીએ કયા કયા છે એ બ્રેઇનફૂડ જે વધારી શકે છે તમારી બુદ્ધિશક્તિ!

અખરોટ

અખરોટ

જો આપ રોજ એક મુઠ્ઠી અખરોટ ખાશો તો આપની બુદ્ધિમાં 19 ટકાનો વધારો થશે, કારણ કે તે મગજની નશોને મજબૂત બનાવે છે.

ચા

ચા

ચામાંથી મળતુ પોલીફિનોલ બુદ્ધિને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ દિમાગને શાંત રાખીને આપને ધ્યાનથી વિચારવામાં મદદ કરે છે. હવે બજારમાં જાતભાતની ચા ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને આપ આપના મગજને ઝડપી બનાવી શકો છો.

માછલી

માછલી

માછલીને ખાસરીતે આપણે બ્રેઇનફૂડ જ કહીએ છીએ કારણ કે તેના તેલમાં ઓમેગા 3 ફૈટી એસિડ મળી આવે છે જે મગજ માટે ખૂબ જ ફાયદારૂપ હોય છે. ફિશ ઓઇલની આપ કોઇપણ અન્ય તેલ સાથે તુલના કરી શકાય નહીં કારણ તેમાંથી મળી આવતા પોષક તત્વો આપની ઉંમરને જુવાન બનાવવાની સાથે બુદ્ધિઆંક વધારવામાં મદદ કરે છે.

પાલક

પાલક

પાલકમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મેગનેશિયમ હોય છે જેનાથી લોહી મગજથી લઇને આખા શરીરમાં દોડતું રહે છે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ

આની અંદર ફેટી એસિડ અને પૉલીફિનોલ હોય છે જે સાંધાના દુ:ખાવા અને મગજના સોજાને દૂર કરે છે અને બ્રેઇન પાવર વધારે છે.

અળસીના બીજ

અળસીના બીજ

આમાં ખૂબ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે. જેને ખાવાથી મગજ મજબૂત થાય છે, જેને આપ દહીંમાં પણ નાખીને ખાઇ શકો છો.

સીપ

સીપ

આને ખાવાથી ખૂબ જ પ્રમાણમાં વિટામિન બી12 મળે છે જેનાથી મગજ હંમેશા સજાગ રહે છે.

ચૉકલેટ

ચૉકલેટ

દૂધની સરખામણીમાં ચોકલેટ મગજ સુધી રક્તને ઝડપથી પહોંચાડે છે.

દહી

દહી

દહીમાં એમીનો એસિડ હોય છે, જેનાથી મગજનો તણાવ દૂર થાય છે અને મેમોરી પાવર વધે છે. આપ દહીમાં મેવો ભેળવીને ડિઝર્ટમાં પણ ખાઇ શકો છો.

શતાવરી

શતાવરી

કહેવાય છે કે જે લોકો ડિપ્રેશનથી પરેશાન છે તેમનામાં ફોલેટનું લેવલ ખૂબ જ ઓછું હોય છે. શતાવરીમાં ઘણાબધા એવા પોષકતત્વો હોય છે જેના કારણે ડિપ્રેશન સામે રાહત મળે છે.

પુદીનો

પુદીનો

આ મગજને સજાગ અને મેમરી પારવને વધારે છે. બ્રેઇન શક્તિ વધારવા માટે આપ પુદીનાની ચા પી શકો છો.

બ્લુબેરી

બ્લુબેરી

આ એક સુંદર ફળ છે, જેની અંદર ભારે માત્રામાં એંટી ઓક્સિડેન્ટ હોય છે માટે આ બેસ્ટ બ્રેઇન ફૂડ હોય છે. ઉંમરની સાથે સાથે મગજ પોતાની શક્તિ ગુમાવી બેસે છે, જેને બ્લુબેરીથી બરાબર કરી શકાય છે.

હળદર

હળદર

હળદર આપને અલ્ઝાઇમર જેવી બિમારીઓથી બચાવે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી

આ ફળમાં ખૂબ જ પ્રમાણમાં એંટીઓક્સીડેંટ હોય છે જે મેમોરી લોસથી બચાવે છે.

એવોકાડો

એવોકાડો

આ ફળમાં સારી માત્રામાં ફેટ મળી આવે છે જે બ્રેઇન માટે સારું હોય છે, અને તે મગજ સુધી રક્ત પ્રવાહ વધારે છે.

ટામેટા

ટામેટા

આમાં લાઇકોપીન હોય છે જે એક પાવરફૂલ એંટીઓક્સીડેંટ હોય છે. આ શરીરને ફ્રિ રેડિકલ્સથી બચાવે છે અને બ્રેઇનના સેલને ડેમેજ થતા બચાવે છે.

કેળા

કેળા

કેળામાં મેગનેશિયમ હોય છે જે ગ્રોથ અને મગજના કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.

ઇંડાની જરદી

ઇંડાની જરદી

ઇંડાની જરદી દિમાગને જડપી બનાવે છે અને બ્રેઇન સુધી સિગ્નલ મોકલવામાં મદદ કરે છે.

આખું અનાજ

આખું અનાજ

આમાં જરૂરી વિટામીન અને ફાઇબર હોય છે જે મગજને ઝડપી બનાવે છે.

બીટ

બીટ

આ ડિપ્રેશનથી લડે છે અને તેમાં વિટામીન બી હોય છે જે દિમાગને તુરત સિગ્નલ મોકલે છે અને મેમોરી પાવર વધારે છે.

નારિયેલ તેલ

નારિયેલ તેલ

જો ખોરાક નારિયેલ તેલમાં બનાવવામાં આવે તો મગજ ઝડપી બને છે.

ઓટ્સ

ઓટ્સ

આની અંદર કાર્બ હોય છે જે બ્રેઇન સુધી એનર્જી પહોંચા઼ડે છે. એક વાટકી ઓટ્સ અને ફળ ભેળવીને ખાવાથી મેમોરી પાવરમાં વધારો થશે અને ધ્યાનશક્તિમાં વધારો થશે.

કદ્દૂના બીજ

કદ્દૂના બીજ

આમા અમીનો એસિડ હોય છે જેને ખાવાથી ચિંતા ઓછી થાય છે, અને મગજનું ભારણ ઓછું થાય છે.

કિશમિશ

કિશમિશ

આને ખાવાથી ધ્યાન કેન્દ્રીત કરવાની શક્તિમાં વધારો થાય છે, મુઠ્ઠિભર કિશમિશ ખાવાથી આપને લાભાલાભ થશે.

બ્રોકલી

બ્રોકલી

આમાં વિટામિન કે હોય છે અને આ બ્રેઇનની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

સેજ

સેજ

આને ચામા નાખીને પીવાથી મેમોરી પાવરમાં વધારો થાય છે.

લાલ દ્રાક્ષ

લાલ દ્રાક્ષ

આમાં વિટામિન સી હોય છે જે મેન્ટલ એનર્જીમાં વધારો કરે છે.

પાણી

પાણી

બ્રેઇનને એક્ટિવ રાખવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. આપણા મગજનો અડધો ભાગ પાણીથી જ બનેલો છે, માટે જો ડિહાઇડ્રેશન થઇ ગયું તો મગજને સમસ્યા થશે.

ચેરી

ચેરી

આ એક સામાન્ય ફળ છે જેને મગજને ઝડપી બનાવવા માટે આરોગવું જ જોઇએ.

સફળજન

સફળજન

લાલ રંગના સફળજનમાં અમુક પ્રકારના રસાયણ મળી આવે છે જે બ્રેઇન ડેમેજ થવાથી રોકે છે. આને ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ નબળું નથી પડતું.

English summary
There are so many foods, which can be included to boost mental power. If you feel tired mentally, it is the first sign that your brain requires particular types of foods which will boost the power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X