નવરાત્રી 2017: ટ્રેડિશનલ લૂકને 'ટ્રેન્ડી' ટચ આપશે આ જ્વેલરી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીમાં ચણીયા-ચોળી પહેરીને ગરબે ઘુમવાની મજા જ કંઇ અલગ છે. વિવિધ પ્રકારના ચણીયા-ચોળી સાથે વિવિધ પ્રકારની જ્વેલરી આજે બજારમાં ઉપલબ્ધ છે. જો જ્વેલરી સારી ન હોય, તો સારામાં સારા ચણીયા-ચોળીનો લૂક પણ બગડી શકે છે. આ વર્ષે નવરાત્રીમાં કયા પ્રકારની જ્વેલરી ટ્રેન્ડમાં છે? જાણો અહીં...

ચોકર સ્ટાયલ

ચોકર સ્ટાયલ

થોડા સમય પહેલાં પતલા ચોકર્સ ખૂબ ટ્રેન્ડમાં હતા, હવે તેની સાથે જ ટ્રેડિશનલ લૂક આપતા આ ચોકર નેકલેસ પણ ફરી ટ્રેન્ડમાં આવ્યા છે. ટ્રેડિશનલ લૂક આપતો આ નેકલેસ તમારા આઉટફિટને ટ્રેન્ડી ટચ આપશે. તમે એને ચણીયા-ચોળી ઉપરાંત ઇન્ડિયન-ફ્યૂઝન ડ્રેસિસ કે સાડી સાથે પણ મેચ કરી શકો છો. આ નેકલેસની ખાસિયત એ છે કે, તે તમારા સાદા આઉટફિટને પણ ફેસ્ટિવલ ટચ આપી શકે છે.

અફઘાની જ્વેલરી

અફઘાની જ્વેલરી

હાલ અફઘાન સ્ટાયલની જ્વેલરી ખૂબ ચર્ચામાં છે. નવરાત્રીમાં પણ તમે આ જ્વેલરીનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આ સ્ટાયલની ઇયરરિંગ્સ ખૂબ ટ્રેન્ડમાં છે. લગભગ બધા જ કલરમાં અફઘાની જ્વેલરી બજારમાં ઉપલબ્ધ છે, જેને તમે કુરતી સાથે, વેસ્ટર્ન આઉટફિટ, ટ્રેડિશનલ ચણીયા-ચોળી સાથે પહેરી શકો

ટ્રાઇબલ જ્વેલરી

ટ્રાઇબલ જ્વેલરી

અફઘાની જ્વેલરી પહેલાં ટ્રાઇબલ જ્વેલરીનો પણ ખૂબ ટ્રેન્ડ હતો. આ જ્વેલરી માત્ર નવરાત્રી જ નહીં, પરંતુ દરેક તહેવાર કે ફેસ્ટિવલમાં તમે પહેરી શકો છે. તમારા કોઇ પણ આઉટફિટને ટ્રેડિશનલ ઉપરાંત સ્ટાયલિશ ટચ આપવા માટે આ જ્વેલરી ઉત્તમ વિકલ્પ છે. તેને બોહેમિયન જ્વેલરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ટેરાકોટા જ્વેલરી

ટેરાકોટા જ્વેલરી

ઉપરોક્ત તમામ સ્ટાયલની જ્વેલરી સિલ્વર કે ઓક્ઝોડાઇઝમાં છે, ગોલ્ડન જ્વેલરી માટે તમે ટેરાકોટા જ્વેલરી ટ્રાય કરી શકો છો. ટેરાકોટા જ્વેલરી દરેક પ્રકારના કલર અને સ્ટાયલમાં ઉપલબ્ધ છે. માટીમાંથી બનતી આ જ્વેલરી ખૂબ સિમ્પલ અને સ્ટાયલિશ લૂક આપે છે. આ કલરફુલ જ્વેલરી તમે દરેક પ્રકારના ટ્રેડિશનલ અને ફ્યૂઝન આઉટફિટ સાથે મેચ કરી શકો છો.

ડોકરા જ્વેલરી

ડોકરા જ્વેલરી

ડોકરા જ્વેલરી પણ ટ્રાઇબલ જ્વેલરીનો જ એક પ્રકાર છે, જે લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ જ્વેલરી પ્રમાણમાં ઘણી સસ્તી છે અને આ વર્ષે ખૂબ ટ્રેન્ડમાં છે. તમે આ જ્વેલરી સાડી, સ્કર્ટ કે ટ્રેડિશનલ ડ્રેસ સાથે પહેરી શકો છો. પ્લેન કુરતી સાથે પણ આ પ્રકારની જ્વેલરી ખૂબ સંદર લાગશે.

ફુમતા અથવા પોમ-પોમ જ્વેલરી

ફુમતા અથવા પોમ-પોમ જ્વેલરી

આ વર્ષનો સૌથી કલરફુલ ટ્રેન્ડ એટલે ફુમતા અથવા પોમ-પોમ જ્વેલરી. બજારમાં તમને 2 પ્રકારની પોમ-પોમ જ્વેલરી જોવા મળશે, એક ટ્રેડિશનલ ટચવાળી અને બીજી સાદી. સાદી પોમ-પોમ જ્વેલરી તમે ટ્રેડિશનલ ઉપરાંત વેસ્ટર્ન વેર સાથે પણ પહેરી શકો છો. આ કલરફુલ જ્વેલરી તમારા દરેક રંગના આઉટફિટ સાથે મેચ થશે, વળી આ જ્વેલરી વજનમાં ખૂબ હલકી હોવાથી કોઇ જાતની કનડગત પણ નહીં થાય.

English summary
Most trending jewellery designs this year to follow for perfect Navratri outfit.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.