For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજબ કિસ્સાઃ 150-200 વર્ષ પછી કહેવામાં આવ્યું સોરી

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ ભરના ઇતહિસમાં આપણે ડોકિયુ કરીએ તો આપણી સમક્ષ ઘણી બધી એવી ભૂલો અથવા તો ક્ષતિ ધ્યાનમાં આવી જતી હોય છે કે જેને લઇને જે તે સમયે ભૂલ કરનારાઓ દ્વારા માફી માગવામાં આવી નથી હોતી.

આવી જ કેટલીક ભૂલોમાં સૌથી જાણીતો કિસ્સો ગેલેલિયોનો છે. ગેલેલિયો દ્વારા 1632મા કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી સૂર્યને ગોળ ફરે છે, પરંતુ જે તે સમયે લોકોએ તેમની વાતનો વિશ્વાસ નહોતો કર્યો અને તેમને સજા ફટકારવામાં આવી હતી, જો કે 2000માં ભૂલ સમજાય હતી અને કેથોલિક ચર્ચ દ્વારા માફી માગવામાં આવી હતી.

આવા જ કેટલાક કિસ્સાઓ આજે અમે અહીં તમને જણાવી રહ્યાં છીએ. જેમાં કરવામાં આવેલી ભૂલની માફી અનેક વર્ષો વીતિ ગયા પછી માગવામાં આવી હતી, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ ભૂલો કઇ-કઇ હતી.

ગેલેલિયો અને કેથોલિક ચર્ચ

ગેલેલિયો અને કેથોલિક ચર્ચ

1632માં વિટેકનના રહેવાસી ગેલેલિયો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, સૂર્ય અને પૃથ્વી એકબીજાના ચક્કર વારાફરતી લગાવતા નથી, પરંતુ પૃથ્વી જ સૂર્યને ફરતે ચક્કર લગાવે છે. તેમની આ વાત માનવામા આવી નહીં અને 1633માં તેમને થાંભલા સાથે બાંધીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. જો કે, અનેક સંશોધનો થયા અને બાદમાં વૈજ્ઞાનિકોએ પણ માન્યુ કે પૃથ્વી સૂર્યને ફરતે ચક્કર લગાવે છે તે વાત સાચી છે. આ વાતનો ખુલાસો થયા બાદ કેથોલિક ચર્ચે છેક 2000માં ગેલેલિયોની માફી માગવામાં આવી હતી.

ગુલામીવાળી માનસિકતા બદલ માફી

ગુલામીવાળી માનસિકતા બદલ માફી

અમેરિકામાં વર્ષો પહેલા આફ્રિકન્સ અને આફ્રિકન્સ અમેરિકનો માટે ગુલામીવાળી માનસિકતા રાખવામાં આવતી હતી અને તેમની સાથે જાતીય દૂર્વવ્યવહાર કરવામાં આવતો હતો. પરંતુ 250 વર્ષ બાદ એટલે કે 2009માં ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, સેનેટમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તેમાં આ પ્રકારની માનસિકતા બદલ માફી માગવામાં આવી હતી.

મૂળ વંશજોને ભૂલાવી દેવાના પ્રયાસનો પસ્તાવો

મૂળ વંશજોને ભૂલાવી દેવાના પ્રયાસનો પસ્તાવો

ઓસ્ટ્રેલિયાના મૂળ વંશજોનો ભૂલાવી દેવાનો પ્રયાસ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવતો હતો. જે વાતને ધ્યાનમાં રાખીને 2008માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બનેલા કેવિન રૂડ્ડે સૌપ્રથમ પોતાની ઓફિસમાં પગ મુકતાની સાથે જ આ અંગે ક્રાન્તિકારી પગલું ભર્યું હતું અને ઓસ્ટ્રેલિયાના મૂળ વંશજોની માફી માગી હતી. ત્યારબાદ 2008માં જ કેનેડિયન પ્રધાનમંત્રીએ પણ કેનેડાના મૂળ વંશજને ભૂલાવી દેવાના કરવામાં આવેલા પ્રયાસ બદલ માફી માગી હતી.

ઇંગ્લિશ મિશનરીને ખાઇ જવા બદલ માફી

ઇંગ્લિશ મિશનરીને ખાઇ જવા બદલ માફી

2003માં નુબુતાઉતાઉ, ફિજી દ્વારા એક સેરેમની દરમિયાન પોતાના પૂર્વજો દ્વારા કરવામાં આવેલી એક ભૂલ બદલ માફી માગી હતી. તેમના પૂર્વજોએ 1867માં ઇંગ્લિશ મિશનરીની હત્યા કરી, રોસ્ટિંગ કરીને ખાઇ ગયા હતા.

ન્યુયોર્ક ટાઇમ્સે માફી માગી

ન્યુયોર્ક ટાઇમ્સે માફી માગી

2011મા ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા મિલ્ટન સ્ચ્વેંક(Milton Schwenk)ની અવસાન નોંધમાં સુધારો કર્યો હતો. આ વ્યક્તિનું મોત 1899માં થયું હતું. જે તે સમયે ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા જે અવસાન નોંધ પ્રકાશિત કરવામાં આવી હતી, તેમાં ભુલ હતી, તેથી ન્યુયોર્ક ટાઇમ્સે 2011માં સોરી Lt. Schwenk કહીં લખ્યું હતું કે, Lt. M. K. Schwenkનું પહેલુ નામ Melton નહીં પરંતુ Milton છે.

English summary
Here is the list of 5 ridiculously belated apologies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X