For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્થ ડે સ્પેશિયલ: માર્ક ઝુકરબર્ગના જીવનના જાણો આ 7 રાજ

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગનો ગઇકાલે 14 મેના રોજ જન્મ દિવસ હતો. શું આપને માર્ક ઝુકરબર્ગ વિશે આપને કેટલાંક અનોખા તથ્ય ખબર છે, જેમકે માર્ક ઝુકરબર્ગે ખૂબ જ નાની ઉંમરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઓપેન કરી લીધી હતી.

આ ઉપરાંત તેઓ દુનિયાના સૌથી નાની ઉંમરના અરબપતિ પણ છે. ફેસબુક સાઇટ ફેબ્રુઆરી, 2004માં યંગ ટેલેંટેડ માર્ક ઝુકરબર્ગ દ્વારા બનાવવામાં આવી હતી. 14 મેના રોજ માર્ક ઝુકરબર્ગનો જન્મ દિવસ હતો. તો આવો જાણીએ માર્ક ઝુકરબર્ગ વિશે એવી કેટલીંક અજાણી વાતો જે તમને કદાચ ના ખબર હોય...

ઝુકરબર્ગના માતા પિતા

ઝુકરબર્ગના માતા પિતા

માર્ક ઝુકરબર્ગના જન્મ ન્યૂયોર્કમાં થયો હતો, તેમની ત્રણ બહેનો છે રેંડી, ડોના, એરિલી. ઝુકરબર્ગના પિતા ડેંટિસ્ટ અને માતા મનોચિકિત્સક છે.

યુવાનીમાં જ પ્રોગ્રામર બની ગયા હતા

યુવાનીમાં જ પ્રોગ્રામર બની ગયા હતા

માર્ક ઝુકરબર્ગ ઓછી ઉંમરમાં જ પ્રોગ્રામિંગ કરવા લાગ્યા હતા, તેના માટે તેમના પિતાએ ડેવિડ ન્યૂમેનને ટ્યૂશન કરાવવા માટે હાયર કર્યા હતા. આ ઉપરાંત હાઇ સ્કૂલમાં જ તેમના પિતાએ પ્રોગ્રામિંગ સ્કૂલમાં માર્કનું એડમીશન કરાવી દીધું.

માર્ક ઝુકરબર્ગની પહેલી સાઇટમાં ખામીઓ હતી

માર્ક ઝુકરબર્ગની પહેલી સાઇટમાં ખામીઓ હતી

હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ દરમિયાન તેમણે એક સાઇટ બનાવી હતી ફેસમૈશ જેમાં કોલેજની કેટલીંક તસવીરો પોસ્ટ કરી હતી. ત્યાર બાદ સાઇટમાં યૂઝરને પૂછવામાં આવતું હતું કે તેમને કઇ તસવીર સૌથી વધારે પસંદ પડી. પરંતુ હાવર્ડ યુનિવર્સિટીએ માર્ક ઝુકરબર્ગના ઇંટરનેટ એક્સેસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

કલર બ્લાઇંડનેસ

કલર બ્લાઇંડનેસ

આપમાંથી ઘણા લોકોને એ વાતની જાણકારી નહીં હોય કે માર્ક ઝુકરબર્ગને રેડ અને ગ્રીન કલર બ્લાઇંડનેસ છે. એટલે કે ઝુકરબર્કને બ્લૂ કલર સરળતાથી દેખાઇ જાય છે જે ફેસબુકનો મેન કલર છે.

હાવર્ડમાંથી છોડ્યો અભ્યાસ

હાવર્ડમાંથી છોડ્યો અભ્યાસ

માર્ક ઝુકરબર્ગ હાવર્ડનો અભ્યાસ વચ્ચે જ છોડીને કેલીફોર્નિયા ચાલ્યા ગયા જ્યાં તેમણે પોતાના પ્રોજેક્ટ માટે ઇનવેસ્ટર શોધ્યા, 2005માં માર્ક ઝુકરબર્ગે ફેસબુક ડોટ કોમ ડોમેન ખરીદ્યું હતું.

વિશ્વનો 14મો અમીર વ્યક્તિ

વિશ્વનો 14મો અમીર વ્યક્તિ

માર્ક ઝુકરબર્ગ દુનિયાનો સૌથી નાની ઉંમરમાં બનનાર અરબપતિ છે. ફેસબુકની અપાર સફળતાએ તેમને આ ઓળખ અપાવી છે. ફોર્બ્સ પત્રિકા અનુસાર માર્ક ઝુકરબર્ગ દુનિયાના 14મં સૌથી ધનવાન વ્યક્તિ છે.

માર્કની ગર્લફ્રેન્ડ

માર્કની ગર્લફ્રેન્ડ

પોતાની 27 વર્ષીય ગર્લફ્રેન્ડ પ્રિસિલાની સાથે પોતાના કેલિફોર્નિયા સ્થિત ઘર પર એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. ઝુકરબર્ગ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ લગ્નની તસવીરને પોસ્ટ કર્યાના 30 મિનિટમાં 131000 લોકોએ પસંદ કરી હતી.

English summary
Know 7 surprising facts about Facebook Founder mark zuckerberg.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X