For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 વર્ષની ઉંમરથી કેવી રીતે અલગ છે આપની સ્વીટ 16ની લાઇફ!

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] આપણા જીવનમાં અનેકો પરિવર્તન આવે છે. ઉંમર પ્રમાણે પ્રાથમિકતાઓ પણ બદલાતી જાય છે. જ્યારે કોલેજમાં હોઇએ છીએ તો આપમાં અનોખુ નિર્દોષપણું હોય છે. પરંતુ ઉંમરની સાથે સાથે જવાબદારીઓ પણ બદલાઇ જાય છે.

અમે આપને આ લેખમાં જણાવી રહ્યા છીએ કે 16 વર્ષની ઉંમરમાં આપની જિંદગી આપના 25 વર્ષની ઉંમરની જિંદગીથી અલગ થઇ જાય છે. કેવી રીતે આપના ઉંમરની સાથે આપના સ્વભાવમાં પરિવર્તન આવે છે. તસવીરો પર ક્લિક કરો અને જાણો 16ની ઉંમર અને 25માં કેવી રીતે આવે છે બદલાવ...

મિત્રતા

મિત્રતા

16 વર્ષમાં આપ સૌની સાથે હોવા છતાં પણ એકલાપણુ અનુભવો છો. આપની ફોનબુક બેસ્ટ ફ્રેંડની લિસ્ટથી ભરાયેલ હોય છે, પરંતુ 25 વર્ષના થતા થતા આપના મિત્રોની લિસ્ટ ઓછી થવા લાગે છે. આપ ક્લોઝ મિત્રોનો સાચો અર્થ સમજવા લાગો છો.

કોફી એન્ડ મૂવી વિધ ફ્રેન્ડ્સ

કોફી એન્ડ મૂવી વિધ ફ્રેન્ડ્સ

16 વર્ષની ઉંમરમાં મિત્રોની સાથે કોફી પીવી અથવા મૂવી જોવા માટે જવું મોટી વાત હોય છે, પરંતુ જ્યારે આપ 25ના થાવ છો તો આપ મિત્રો સાથે બહાર જવાનું ઓછું કરી દો છો. ઘરમાં વધારે સમય વિતાવો છો.

નાઇટ આઉટ

નાઇટ આઉટ

16 વર્ષની ઉંમરમાં મિત્રોના ઘરે રાત સુધી રોકાવું, આખી રાત તેમની સાથે મસ્તી કરવી આપના માટે ખુશીની વાત હોય છે. આપ આવું કરવાની દરેક તક તપાશો છો. પરંતુ 25 વર્ષની ઉંમરમાં મિત્રોના ઘરે રોકાવાના સ્થાને ક્લબ અને પાર્ટી કરવાનું વધારે પસંદ કરો છો.

ક્રશ

ક્રશ

સ્વીટ 16માં ક્રેઝી હોવું સામાન્ય વાત છે. આપણે કોઇના પ્રત્યે આકર્ષિત થઇ જઇએ છીએ. પરંતુ 25 વર્ષની ઉંમરમાં આપણે આકર્ષણનો વાસ્તવિક અર્થ સમજવા લાગો છો. ખુદ પરનો કંટ્રોલ વધી જાય છે.

રિલેશનશિપ

રિલેશનશિપ

16 વર્ષની ઉંમરમાં આપણે સંબંધોને લઇને આટલા ગંભીર નથી હોતા. જેને પપ્પી લવ તરીકે પણ જોવામાં આવે છે. પરંતુ 25 વર્ષની ઉંમરમાં આપણામાં મેચ્યુરિટી આવી જાય છે.

પ્રેમ

પ્રેમ

16 વર્ષની ઉંમરમાં પ્રેમ બોલીવુડની ફિલ્મોની જેમ થાય છે, પરંતુ 25 વર્ષના થતા થતા આપ પરિપક્વ થઇ જાવ છો. આપના માટે પ્રેમ જીવનભરનો સંબંધ બની જાય છે.

પેરેંટ્સ અને પરિવાર

પેરેંટ્સ અને પરિવાર

16 વર્ષમાં આપનું લોહી ગરમ હોય છે. વાત વાત પર આપ પરિવાર સાથે વિચારભેદના કારણે લડી પડો છો. પરંતુ 25 વર્ષના થતા આપનામાં એક અંડરસ્ટેંડિંગ આવી જાય છે. આપ પરિવારની સાથે સમય વિતાવા લાગો છો.

એમબિશન

એમબિશન

16ના હોવ ત્યારે આપ ચાંદ-તારાઓના સપના જોતા હોવ છો. આપ વાસ્તવિકતાથી ઘણા દૂર હોવ છો, પરંતુ 25 વર્ષ આવતા આવતા આપ પોતાના ફિલ્ડની પસંદગી કરી લો છો. આપને ખબર પડી જાય છે કે કયો રસ્તો આપના માટે યોગ્ય છે.

લક્ષ્ય

લક્ષ્ય

16 વર્ષની ઉંમરમાં આપ સપના જુઓ છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાના. સારી પત્ની, અને ફેમશ વ્યક્તિ બનવાના. પરંતુ 25માં આપ આવા લક્ષ્યો પાછળ નહીં ભાગતા વાસ્તવિકતાનો માર્ગ અપનાવો છો અને યોગ્ય દિશામાં મહેનત કરો છો.

English summary
Our perspective on life is so different when we’re 16 and young. Here’s how life is different at the age of 16 and at 25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X