For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

900 વર્ષ પહેલા ધરતી પર ઉતર્યા દેવદૂતો ને બનાવ્યુ આ ચર્ચ

|
Google Oneindia Gujarati News

અંદાજે 900 વર્ષ પહેલા આ ધરતી પર બીજુ એક જેરુસલેમ બનાવવામાં આવ્યું હતું. ઇથોપિયાના રાજાની નિગરાણી હેઠળ આ નવું જેરુસલેમ બનાવવાના પ્રયત્નો 12 સદીમાં કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, અહીંના ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીએ જ્યારે આ બીજા જેરુસેલમના નિર્માણનું કાર્ય શરુ કર્યું હતું ત્યારે સ્વર્ગ પરથી દેવદૂતો ધરતી પર ઉતરી આવ્યા હતા અને તેમણે આ અનુયાયીઓની મદદ કરી હતી.

આ ધાર્મિક સ્થળની એક અનેરી ખાસિયત એ છે કે આ જમીન પર નથી પરંતુ જમીનની અંદર બનાવવામાં આવ્યું હતું. તેની અન્ય એક ખાસિયત એ પણ છે કે દરેક ચર્ચને પથ્થરની એક ચટ્ટાણમાંથી જ બનાવવામાં આવ્યા છે, આવા 11 ચર્ચ છે. હજારો વર્ષોથી આ ચર્ચ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેથી જ તેને વિશ્વની ધરોહર બનાવવામાં આવ્યા છે.

રાજા લાલીબેલાએ તૈયાર કરી યોજના

રાજા લાલીબેલાએ તૈયાર કરી યોજના

ઇથોયિપામાં એ સમયના રાજા લાલીબેલાએ આ નવા જેરુસલેમ બનાવવાની યોજના તૈયાર કરી હતી. તેમણે આ યોજના હેઠળ 11 ચર્ચ બનાવ્યા. આ ચર્ચ ઇથોપિયાના ઉત્તરીય વિસ્તારમાં જોર્ડન નદી પાસે સ્થિત છે.

મજબૂત પથ્થરોથી બનાવાયા

મજબૂત પથ્થરોથી બનાવાયા

ચર્ચને મજબૂત પથ્થરોની ચટ્ટાણો કાપીને બનાવવામાં આવ્યું છે. ચર્ચને જ્વાળામુખીથી નિર્મત થયેલી ચટ્ટાણોમાંથી બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલા ચર્ચનો ઉપરનો હિસ્સો અને ત્યાર બાદ તેનું બાકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મુસ્લિમ આક્રમણના ડરથી બનાવ્યું

મુસ્લિમ આક્રમણના ડરથી બનાવ્યું

એવી માન્યતા છે કે નવુ જેરુસલેમ એટલા માટે જમીનની અંદર બનાવવામાં આવ્યું કારણ કે, તેઓ મુસ્લિમ આક્રમણથી ડરતા હતા.

સ્ટ્રક્ચર બે સમૂહમાં કરાયા તૈયાર

સ્ટ્રક્ચર બે સમૂહમાં કરાયા તૈયાર

ચર્ચનું સ્ટ્રક્ચર તૈયાર કરવામા માટે તેને બે સમૂહમાં વહેંચી દેવામાં આવ્યું હતું અને ઇન્ટિરીયર સ્ટ્રક્ચર બનાવવા માટે બની શકે કે ચટ્ટાણની એક તરફ મોટું કાણું પાડવામાં આવ્યું હશે.

અનેક કહાણીઓ છે પ્રચલિત

અનેક કહાણીઓ છે પ્રચલિત

ઇથોપિયા રાજા લાલીબેલા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ નવા જેરુસલેમની પાછળ અનેક કહાણીઓ પ્રચલિત છે. જેમાની એક એ પણ છે કે ભગવાને આવીને તેને ચર્ચ બનાવવા માટેના નિર્દેશ આપ્યા હતા.

બીજી એક પ્રચલિત કહાણી

બીજી એક પ્રચલિત કહાણી

આ ચર્ચના નિર્માણ સાથે જોડાયેલી બીજી એક પ્રચલિત કહાણી એ છે કે રાજાના ભાઇએ તેને બંદી બનાવી લીધા હતા. ત્યારબાદ તેઓ અનેક દિવસો સુધી કોમામાં રહ્યા હતા, આ દરમિયાન તેમની આત્મા સ્વર્ગમાં પહોંચી હતી, સ્વર્ગમાં તેમની આત્મા થોડોક સમય રોકાઇ અને આ ચર્ચનું નિર્માણ કરવાના નિર્દેશ મળ્યા હતા.

ત્રીજી પ્રચલિત કહાણી

ત્રીજી પ્રચલિત કહાણી

ત્રીજી પ્રચલિત કહાણીમાં એવું કહેવામાં આવે છે કે ઇથોપિયાના રાજાએ જેરૂસલેમની યાત્રા કરી હતી અને પરત ફરીને તેમણે એક વાસ્તવિક જેરુસલેમ પોતાના રાજ્યમાં બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ તેનું નિર્માણ બનાવ્યું હતું.

વધુ એક ખાસ પ્રચલિત કહાણી

વધુ એક ખાસ પ્રચલિત કહાણી

આ સ્થાન સાથે જોડાયેલી વધુ એક ખાસ કહાણી સામે આવી છે. અહીના ગાઇડ એક કહાણી જણાવે છે કે, જ્યારે આ ધર્મ નગરીનું નિર્માણ થઇ રહ્યું હતું કે, દેવદૂત પણ સ્વર્ગથી આવીને અહીં મદદ કરતા હતા. દિવસે કારીગર અને મજબૂક નિર્માણનું કામ કરીને થાકી જતા તો રાત્રે દેવદૂત કામ સંભાળી લેતા હતા.

અહી એક આવવાથી મળે છે પુણ્ય

અહી એક આવવાથી મળે છે પુણ્ય

લાબેલાના આ તીર્થની એક એ પણ માન્યતા છે કે, એકવાર અહીં એ જ પુણ્ય મળે છે જે જેરુસલેમની યાત્રા કરવાથી મળે છે. ઇથોપિયાના લોકોની માન્યતા છે કે અહી જીવનમાં એકવાર તો જરૂરથી આવવું જોઇએ.

English summary
900 years ago, King Lalibela commissioned the building of a set of churches to form a 'New Jerusalem.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X