For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરૂષિ-હેમરાજ હત્યાકાંડ કેવી રીતે બન્યો દેશનો સૌથી મોટો હત્યાકાંડ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાજિયાબાદ, 26 નવેમ્બર: દેશના સૌથી ચર્ચિત અને હાઇપ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રી પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ગાજિયાબાદની સ્પેશિયલ કોર્ટે નૂપુર તલવાર અને રાજેશ તલવારને આરૂષિની હત્યાના પુરાવા નષ્ટ કરવાના આરોપી ગણાવ્યા છે. ત્યારબાદ તલવાર દંપતિને જેલ મોકલી દેવામાં આવ્યા છે. જો કે તલવાર દંપતિએ કહ્યું છે કે અમને ગુનો કર્યા વિના જ સજા આપવામાં આવી છે અને અમે ન્યાય માટે લડતા રહીશું.

તેમની સજાનું એલાન આવતીકાલે થશે. તમને જણાવી દઇએ કે આ કેસ 2008નો છે, જેને હાઇપ્રોફાઇલ હોવાના કારણે મીડિયામાં ખૂબ સ્થાન મળ્યું હતું. તે આરોપી ગણવામાં આવેલા તલવાર દંપતિએ કેસને કાનૂનની મદદથી લાંબો ખેંચવાનો પ્રયત્ન કર્યો અને તેને એક કોર્ટથી બીજી કોર્ટમાં લઇ ગયા. ખાસ વાત એ છે કે સજા મળ્યા બાદ પણ તલવાર દંપતિએ પોતાને શરૂથી અંત સુધી નિર્દોષ ગણાવ્યા છે.

જુઓ આખો કેસમાં શું થયું.

આરૂષિ મર્ડર કેસ

આરૂષિ મર્ડર કેસ

16 મે 2008ના રોજ નોઇડાના જલવાયુ વિહારમાં જ્યારે આરૂષિ અને નોકર હેમરાજની હત્યા થઇ તો આખા દેશમાં મીડિયાના માધ્યમથી સનસની ફેલાઇ ગઇ. આ કેસમાં પ્રથમ ધરપકડ 23 મેના રોજ આરૂષિના પિતા રાજેશ તલવારની કરવામાં આવી હતી. જો કે પછી તે છુટી ગયા હતા. જેલમાં 50 દિવસ રહ્યાં બાદ તલવારે કહ્યું કે 'આ સીબીઆઇની જવાબદારી છે કે તે સચ્ચાઇને સામે લાવે. અમે તપાસ પુરી થવાની રાહ જોઇ રહ્યાં છીએ.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇ પાસે જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે સીબીઆઇ પાસે જવાબ માંગ્યો

નોઇડાની પોલીસે આ કેસમાં પ્રથમ આરૂષિના પિતા રાજેશ તલવારની ધરપકડ કરી, પરંતુ તે કેસના મૂળ સુધી પહોંચી ન શકી અને કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો. સીબીઆઇએ રાજેશ તલવારને કેસમાં નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે તેમના વિરૂદ્ધ કોઇ પુરાવા નથી. એટલું જ નહી અન્ય જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમના વિરૂદ્ધ સીબીઆઇ પુરાવા એકઠા ન કરી શકી. જો કે તેમને પણ એક-એક કરીને છોડી મુકવામાં આવ્યા.

સીબીઆઇની નવી ટીમ

સીબીઆઇની નવી ટીમ

આરૂષિ તલવાર તથા તેના નોકર હેમરાજ હત્યાકાંડનો કોયડો ઉકેલવા માટે સીબીઆઇની એક નવી ટીમ નિમવાનો નિર્ણય કર્યો.

11 ફેબ્રુઆરી 2011ના રોજ તલવાર દંપતિનો નાર્કો ટેસ્ટ થયો

11 ફેબ્રુઆરી 2011ના રોજ તલવાર દંપતિનો નાર્કો ટેસ્ટ થયો

કેસમાં સીબીઆઇએ રાજેશ અને નૂપુર તલવારનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી. ટેસ્ટમાં બંનેએ સહયોગ કર્યો.

પિતાને કહ્યું હું નિર્દોષ છું

પિતાને કહ્યું હું નિર્દોષ છું

સીબીઆઇએ આરૂષિ હત્યાકાંડ કેસમાં કોર્ટમાં દાખલ પોતાના રિપોર્ટમાં આરૂષિની હત્યાનો શક તેના પિતા રાજેશ તલવાર પર વ્યક્ત કર્યો. તો બીજી તલવારે તપાસ એજન્સીના આ નિષ્કર્ષને મનગઢંત ગણાવતાં પોતાને નિર્દોષ ગણાવ્યા છે.

9 ફેબ્રુઆરી 2011ના રોજ સીબીઆઇએ તલવાર દંપતિને આરોપી બનાવ્યા

9 ફેબ્રુઆરી 2011ના રોજ સીબીઆઇએ તલવાર દંપતિને આરોપી બનાવ્યા

કોર્ટે સીબીઆઇના રિપોર્ટના આધારે આરૂષિના માતા-પિતાને આ કેસમાં આરોપી માન્યા છે. સીબીઆઇએ આ કેસને બંધ કરવા માટે જે રિપોર્ટ કોર્ટમાં સોપ્યો હતો, કોર્ટે આ રિપોર્ટને આધાર ગણતાં આ નિર્ણય લીધો હતો. હવે રાજેશ અને નૂપુર તલવાર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

10 ફેબ્રુઆરી

10 ફેબ્રુઆરી

10 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇની જ ક્લોજર રિપોર્ટમાં ચાર નવા સાક્ષીઓનો ખુલાસો થયો છે સાક્ષીઓના નિવેદનો હત્યાના થોડા દિવસો બાદ લેવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટનો ખુલાસો સીબીઆઇએ ન કર્યો. આ રિપોર્ટમાં ચાર નવા સાક્ષીઓના નામ આવ્યા હતા- પેંટર શોહરત, ડૉ તલવારના મિત્ર ડૉ. રોહિત કોચર તથા રાજીવ વાર્ષ્ણેય અને સંજય ચૌહાણ.

આરૂષિ મર્ડર કેસ

આરૂષિ મર્ડર કેસ

27 ફેબ્રુઆરી 2011, આરૂષિ તલવારના સાથે રાજેશ અને નૂપુર તલવારના જે ઘરેલુ નોકરની હત્યા થઇ હતી, તેની પત્નીએ એક કોર્ટમાં અરજી દાખલ કરી આરૂષિના માતા-પિતા તલવાર દંપતિ પર પોતાના પતિની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

નૂપૂર તલવાર વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ

નૂપૂર તલવાર વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ

12 એપ્રિલ 2012ના રોજ નૂપુર તલવાર વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ રજૂ કર્યું, ત્યારબાદ તે ફરાર થઇ ગઇ.

7 જૂન 2012ના રોજ પુનવિચાર અરજી નકારી કાઢી

7 જૂન 2012ના રોજ પુનવિચાર અરજી નકારી કાઢી

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી આરૂષિ અને હેમરાજ હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવતા નૂપુર તલવારની ફરી તપાસની અરજી નકારી કાઢી.

નૂપુર અને રાજેશ તલવારને દોષી ગણાવ્યા

નૂપુર અને રાજેશ તલવારને દોષી ગણાવ્યા

સજાનું એલાન મંગળવારે 26 નવેમ્બરના રોજ સંભળવાનો ચૂકાદો આપ્યો, અને આરૂષિના માતા-પિતાને તેની હત્યા આરોપી ગણાવ્યા છે.

English summary
Find out what happened since 2008 when 14-year-old Aarushi and their domestic help Hemraj were found killed inside Jalvayu Vihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X