એસિડ પીડિતાની અનોખી લવ સ્ટોરી, વિવેક ઓબરોય બન્યો જાનૈયો

Posted By:
Subscribe to Oneindia News

મોબાઇલ પર આવેલા એક રોંગ નંબરે એક એસિડ અટેક પીડિતાનું જીવન બદલી નાંખ્યું. તેના લગ્ન હાલ જ ખુબ જ ધૂમધામથી થયા. સાંભળવામાં આ વાત ખરેખરમાં કોઇ ફિલ્મ જેવી લાગે છે પણ સાચી છે. મુંબઇના રવિશંકર નામના એક વ્યક્તિને લલિતા સાથે લગ્ન કરીને તે સાબિત કર્યું છે કે સાચો પ્રેમ શરીર અને દેખાવથી ઉપર હોય છે. એટલું જ નહીં તેમના આ લગ્નમાં સિનેસ્ટાર વિવેક ઓબરોય સમેત અને દિગ્ગજ હાજર રહ્યા.

વિચાર્યું નહતું બનીશ નવવધૂ

વિચાર્યું નહતું બનીશ નવવધૂ

લલિતા એક એસિડ અટેક સર્વાઇવર છે. તેને નવવધૂ બનવાની ઇચ્છા તો હતી પણ તેણે કદી સ્વપ્ને પણ વિચાર્યું નહતું કે એસિડ અટેક પછી કોઇ છોકરો તેની સાથે લગ્ન કરશે. પણ કંઇક અલગ વિચાર રાખવાવાળા મુંબઇના રવિશંકર લલિતાની જોડે જ લગ્ન કરવા છે તેનું મન બનાવી લીધુ. અને મંગળવાર 27 વર્ષના રાહુલ અને 26 વર્ષની લલિતાએ એકબીજાની લગ્ન કરી લીધા.

કેવી રીતે થયો પ્રેમ?

કેવી રીતે થયો પ્રેમ?

રવિશંકર અને લલિતાની પ્રેમ કહાની પણ નોખી છે. રાહુલ સીસીટીવી ઓપરેટર છે જેમણે ત્રણ મહિના પહેલા ભૂલથી લલિતાને ફોન લગાવ્યો હતો. રોંગ નંબરથી શરૂવાત થઇ અને પછાળથી પ્રેમમાં બદલાઇ ગઇ. તે પછી લલિતાએ રાહુલને જણાવ્યું કે તે એસિડ અટેક પીડિત છે. પણ તેમ છતાં તેમના પ્રેમમાં કોઇ ફરક ન પડતા તેમણે સાડા ત્રણ મહિનામાં લગ્ન કરી લીધા.

વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોય

રવિશંકર અને લલિતાના આ લગ્નમાં અભિનેતા વિવેક ઓબેરોયે હાજરી આપી હતી. આ ઉપરાંત પણ અનેક જાણીતા દિગ્ગજોએ પણ લલિતાના આ લગ્નમાં હાજરી આપી હતી. વિવેકે લલિતાને ગીફ્ટમાં એક ફ્લેટ આપ્યો છે. અને લલિતાના લગ્નનો આ ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ તૈયાર કર્યો છે. કોંગ્રેસ વિધાયક નીતિશ રાણે પણ રવિશંકર અને લલિતાના આ લગ્નમાં આવ્યા હતા.

એસિડ અટેક

એસિડ અટેક

મુંબઇના કલવા વિસ્તારમાં રહેતી લલિતા જ્યારે 2012માં યુપીના આઝમગઢ ગઇ હતી ત્યારે તેના પરિવારજનોએ પારિવારિક ષડયંત્રના ભાગરૂપ તેના ચહેરા પર એસિડ નાખ્યું હતું. ત્યારથી અત્યાર સુધી લલિતા 17 વાર સર્જરી કરાવી ચૂકી છે. જો કે હવે લલિતાના જીવનમાં ફરી એક વાર ખુશીઓ આવી છે.

English summary
Acid attack survivor finds love and married, 200 people attended the ceremony in Mumbai.
Please Wait while comments are loading...