ઉંમરની સાથે વધે છે પ્રથમ નજરના પ્રેમ પર વિશ્વાસ

આ મુદ્દે પુરૂષ મહિલાઓથી આગળ છે, કારણ કે 53 ટકા મહિલાઓની તુલનામાં 61 ટકા પુરૂષોને પ્રથમ નજરમાં પ્રેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 1,080 સ્પર્ધકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર 35-44 ઉંમરના 67 ટકા લોકો જ્યારે 45-54 ઉંમરના 64 ટકા લોકોએ પ્રથમ નજરના પ્રેમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ડેડિંગ વિશેષજ્ઞ રસેલ ડ્રૈકે કહ્યું, 'તેનું કારણ એ છે કે 35 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોની પાસે સંબંધોનો અનુભવ અને મૂલ્યાંકન કરવા માટે કરવા માટે વધુ સમય હોય છે. સાથે જ પ્રેમનું તેમના માટે શું મહત્વ છે, તેના વિશે પણ તે સ્પષ્ટ હોય છે.''
સર્વેક્ષણમાં 50 ટકા અપરણિત લોકોને પ્રથમ નજરના પ્રેમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. રિપોર્ટ અનુસાર, છુટાછેડા લઇ ચૂકેલા 60 ટકા અને પરણિત 61 લોકોએ પ્રથમ નજરના પ્રેમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.












Click it and Unblock the Notifications
