For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઊજવવા તૈયાર છે આ 'છોટા મોદી'

|
Google Oneindia Gujarati News

[ગજેન્દ્ર પરમાર] વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોગનું મહત્વ જણાવ્યું અને યોગને વૈશ્વિક ફલક પર ઉજવવાની ભલામણ કરી. સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, જેને યુએનના 177 દેશોની તેને માન્યતા પ્રાપ્ત થઇ છે. આવી રહેલા 21 જૂનના રોજ આખા વિશ્વમાં પ્રથમવાર યોગ દિવસની ઉજવણી કરાશે, જૈની તૈયારીઓ આખા ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં શરૂ થઇ ગઇ છે. એ જ તર્જ પર મણિનગરનો છોટા મોદી એટલે કે આરવ નાયક પણ આ ઝૂંબેશમાં જોડાઇ ગયો છે.

મિત્રો અમે આપને આરવ નાયક સાથે આ પહેલા પણ મળાવી ચૂક્યા છીએ. આરવ માત્ર 3 વર્ષનો હતો ત્યારથી તે નરેન્દ્ર મોદીનો ફેન છે, અને તેણે અત્યાર સુધી સ્ટેજ પર નરેન્દ્ર મોદીની ઢબે અઢળક કાર્યક્રમો કર્યા છે એટલા માટે લોકો તેને છોટા મોદી તરીકે ઓળખાવા લાગ્યા છે. આ વિવિધ કાર્યક્રમોમાં આરવને 14 જેટલા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

આરવ નરેન્દ્ર મોદીને પોતાના રોલ મોડલ ગણાવે છે. હાલમાં આરવની ઉંમર 5 વર્ષની છે. આરવ રોજ પોતાના પિતા પંકજ નાયક પાસેથી 'દેશભક્તિ'ના ગીતો, આર્મી પરેડ, અને વિવિધ કસરતો શીખી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી આરવ પોતાના પિતા પાસેથી યોગાસન અને મેડિટેશન શીખી રહ્યો છે, અને પોતાની લગનથી તે તમામ પ્રકારના યોગાસનો જાતે કરતો થઇ ગયો છે. અહીં સુધી તે શીર્ષાસન પણ જાતે કરી લે છે.

નરેન્દ્ર મોદીની આગવી અદાથી ઓળખાયો છોટા મોદી

માત્ર પાંચ વર્ષના આરવની મહેનત અને લગન તેના યોગાસનમાં જોતા જ બને છે. યોગમાં કરતબ અને કુશળતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને અમદાવાદના મેયરે આરવને 21 જૂનના રોજ યોજાનાર જાહેર યોગ કાર્યક્રમમાં વિશેષ ભૂમિકા આપવા ભલામણ કરતો પત્ર આયોજકોને લખ્યો છે. જો આયોજકો આ ભલામણને ધ્યાનમાં લેશે તો ભલે નરેન્દ્ર મોદી આ દિવસે યોગ કરે કે નહીં પરંતુ આ પાંચ વર્ષનો છોટા મોદી વડાપ્રધાનને સ્થાને જરૂર યોગ કરશે.

આવો તસવીરોમાં જોઇએ છોટા મોદીની યોગમાં લાક્ષણીકતાઓ...

છોટા મોદી

છોટા મોદી

આરવ નરેન્દ્ર મોદીને પોતાના રોલ મોડલ ગણાવે છે. હાલમાં આરવની ઉંમર 5 વર્ષની છે.

છોટા મોદી

છોટા મોદી

આરવ રોજ પોતાના પિતા પંકજ નાયક પાસેથી 'દેશભક્તિ'ના ગીતો, આર્મી પરેડ, અને વિવિધ કસરતો શીખી રહ્યો છે.

છોટા મોદી

છોટા મોદી

છેલ્લા બે મહિનાથી આરવ પોતાના પિતા પાસેથી યોગાસન અને મેડિટેશન શીખી રહ્યો છે, અને પોતાની લગનથી તે તમામ પ્રકારના યોગાસનો જાતે કરતો થઇ ગયો છે. અહીં સુધી તે શીર્ષાસન પણ જાતે કરી લે છે.

છોટા મોદી

છોટા મોદી

આરવ નાયક સાથે આ પહેલા પણ મળાવી ચૂક્યા છીએ. આરવ માત્ર 3 વર્ષનો હતો ત્યારથી તે નરેન્દ્ર મોદીનો ફેન છે

છોટા મોદી

છોટા મોદી

નરેન્દ્ર મોદીનો ફેન છે, અને તેણે અત્યાર સુધી સ્ટેજ પર નરેન્દ્ર મોદીની ઢબે અઢળક કાર્યક્રમો કર્યા છે એટલા માટે લોકો તેને છોટા મોદી તરીકે ઓળખાવા લાગ્યા છે.

છોટા મોદી

છોટા મોદી

માત્ર પાંચ વર્ષના આરવની મહેનત અને લગન તેના યોગાસનમાં જોતા જ બને છે. યોગમાં કરતબ અને કુશળતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને અમદાવાદના મેયરે આરવને 21 જૂનના રોજ યોજાનાર જાહેર યોગ કાર્યક્રમમાં વિશેષ ભૂમિકા આપવા ભલામણ કરતો પત્ર આયોજકોને લખ્યો છે

English summary
Ahmedabad's Chhota Modi is ready to celebrate international Yoga Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X