• search

કેજરીવાલ નહી અજય રાય આપશે નરેન્દ્ર મોદીને આકરી ટક્કર

By Kumar Dushyant

વારાણસી, 21 એપ્રિલ: અરવિંદ કેજરીવાલનો નારો છે, ' અગર દેશ બચાના હૈ તો મોદી કો હરાના હૈ'. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા વારાણસીમાં ફરી ફરીને નારા લગાવી રહ્યાં છે, પરંતુ ધર્મ તથા જાતિય સમીકરણ જોઇએ તો અરવિંદ કેજરીવાલ વારાણસીમાં ત્રીજા સ્થાને રહેવાના છે, કારણ કે પહેલાં અને બીજા સ્થાન માટે નરેન્દ્ર મોદી અને અજય રાય વચ્ચે જંગ જામશે.

જી હાં દિલ્હીમાં શીલા દીક્ષિતને હરાવ્યા બાદ અરવિંદ કેજરીવાલને એવું લાગે છે કે તે વારાણસીમાં નરેન્દ્ર મોદીને હરાવી દેશે. રસપ્રદ વાત એ છે કે આખું મીડિયા વારાણસીની જનતા, ખાસ કરીને મુસલમાનો પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તે કોને વોટ આપશે. એવામાં વનઇન્ડિયાએ પણ વારાણસીનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો તો અલગ-અલગ સમીકરણ જોવા મળ્યા. આ સમીકરણ કોંગ્રેસ માટે સારા, પરંતુ આપ માટે ઉદાસી ભર્યા છે.

જો હિન્દુ મુસ્લિમ વોટ જોઇએ તો આ વખતે વારાણસીના 3 લાખ 30 હજાર મુસલમાનોમાં મોટાભાગના કોંગ્રેસ અજય રાયને પોતાના નેતા પસંદ કરવાનું મન બનાવી લીધું છે, જ્યારે હિન્દુઓમાં એક વર્ગ એવો છે, જેની વસ્તી ઘણી વધુ છે. તે વર્ગ રખેપુનો છે, જેની સંખ્યા 1 લાખ 80 હજારની આસપાસ છે.

અજય રાયના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો અજય રાય વારથી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે અજય રાય જ્યારે-જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, ત્યારે-ત્યારે જીત્યા. 2012માં સપાની ટિકીટ પર લડ્યા તો હારી ગયા, આ વખતે ટિકીટ કોંગ્રેસની છે. જવા દો હાર જીત તો 16 મેના રોજ નક્કી થશે, પરંતુ મુખ્તાર અંસારી મેદાનથી હટી ચૂક્યાં છે, એટલા માટે અજય રાયને મજબૂતી મળી શકે છે.

ajay-rai-arvind-kejriwal-600

જાતિવાદ કે વિકાસ

અમે જ્યારે વારાણસીની ગલીઓની મુલાકાત કરી તો રેલવે સ્ટેશનથી નિકળતાં તમે જમણી તરફ જુઓ કે ડાબી તરફ, બંને તરફ તૂટેલા રસ્તા અને પાતળી ગલીઓમાં ટ્રાફિક જામ. ગંગા નદીના ઘાટો પર અવ્યવસ્થા અને સાથે જ સુરક્ષાનો અભાવ. ગંદકી ચરમ પર છે અને નાની-નાની ગલીઓમાં કચરા ઢગલાઓમાં મચ્છરોનો આતંક વધી રહ્યો છે.

વારાણસી જે એક સમયે એજ્યૂકેશન હબ ગણાતું હતું, આજે અહીં સંસ્થાઓમાં (આઇઆઇટી-બીચયૂને બાદ કરતાં) અભ્યાસનું ધોરણ ઘટતું જાય છે. એવામાં હવે જોવાનું એ છે કે વારાણસીની જનતા જાતિ કે ધર્મને મહત્વ આપે છે કે વિકાસને.

English summary
Congress Candidate Ajay Rai is stronger than AAP's Arvind Kejriwal in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more