For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશના મફત લેપટૉપથી વિદ્યાર્થીઓ વચ્ચે પોર્નોગ્રાફીને મળશે પ્રોત્સાહન!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અજય મોહન] ભારતમાં જ્યારે પ્રથમવાર ચા આવી, ત્યારે અંગ્રેજોએ મફતમાં વહેંચી હતી. એટલું જ નહી કેટલાક શહેરોમાં એક પ્યાલી ચા સાથે 10 પૈસા પણ મળતા હતા. આ એક પ્રકારની લાલચ હતી, જેના ચક્કરમાં આવીને આજે આખા ભારતને ચાની એવી લત લાગી ગઇ છે, જેને છોડાવવી હવે શક્ય નથી. સાચું કહીએ તો ચામાં જોવા મળતા લેડના કારણે ફેફસાં તથા લીવર સંબંધિત ઘાતક બિમારીઓ થઇ શકે છે. ઠીક એવી જ હાલત મફત લેપટૉપની થવાની છે, જે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સરકાર ઉત્તર પ્રદેશના વિદ્યાર્થી-વિદ્યાર્થીને વહેંચી રહી છે. જો અત્યારે સજાગ નહી થાય તો આગળ જઇને આ ફ્રી લેપટૉપ યુવાનોમાં યૌન અપરાધોને પ્રોત્સાહન આપી શકે છે.

આવું એટલા માટે કારણ કે ઉત્તર પ્રદેશની કોઇ યુનિવર્સિટીમાં હજુસુધી બીએ, બીએસસી કે બીકોમમાં આવા પ્રોજેક્ટ બનાવવાનું ચલણ શરૂ થયું નથી, જેમાં કોમ્પ્યુટરની જરૂર પડે, બીજી વાત 80 ટકા વિદ્યાર્થીઓ નિયમિય રીતે કોલેજ આવતા નથી, તે શું કરશે આ લેપટૉપનું, હાજરી ફૂલ કરી દેવામાં આવે તો પણ શું, બીએ, બીએસસી, બીકોમના કોર્સમાં પરિવર્તન કરીશું, જેના અંતર્ગત હાઇ લેવલ પ્રોજેક્ટ બનાવવાના હોય? જો નહી તો આ લેપટૉપ બીએ-બીએસસીમાં શું કામના?

આવા સમયે જે વસ્તુની પ્રબળ શંકા જોવા મળી છે તે છે પોર્નોગ્રાફી. જ્યારે વિદ્યાર્થી પાસે લેપટૉપનું કોઇ કામ નહી હોય, તો શું તેની મજા માણવા માટે ઉપયોગ કરશે. પોર્નોગ્રાફી જોવી અને મૂવી ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓ માટે કેટલું સરળ બની જશે આ વાતનો અંદાજો તમે સારી રીતે લગાવી શકો છો, આજે સરળતાથી 30 રૂપિયાનું સિમકાર્ડ અને 99નું ઇન્ટરનેટ પેક ઉપલ્બધ છે. સવાલ એ ઉદભવે છે કે મફતના આ લેપટૉપમાં એવું કોઇ સૉફ્ટવેર છે, જે પોર્નોગ્રાફીને બ્લોક કરી શકે? તો જવાબ છે ના. આ ઉપરાંત બીજા દસ વર્ષો પ્રશ્નો સ્લાઇડરમાં જુઓ.

આ સમસ્યા ફ્ક્ત યુપીની નથી, પરંતુ તમિલનાડુ, રાજસ્થાન સહીત કેટલાક અન્ય રાજ્યોની પણ છે. જ્યાં સરકારે મફતમાં લેપટૉપ વહેંચી રહી છે.

1

1

ઉત્તર પ્રદેશની રાજધાનીના શ્રી જયનારાયણ પીજી કોલેજમાં, જે વિદ્યાર્થીઓને લેપટૉપ આપવામાં આવ્યા છે, તેમને જ્યારે લેપટૉપનો સ્પેલિંગ પૂછવામાં આવ્યો તો તમામ વિદ્યાર્થીઓ એવા નિકળ્યા જેમને લેપટૉપ અને કોમ્પ્યુટરનો સ્પેલિંગ પણ આવડતો ન હતો. પ્રશ્ન: જેમને લેપટૉપનો સ્પેલિંગ પણ આવડતો નથી તે આ યંત્રનું શું કરશે?

2

2

બહરાઇચ, જૈતીપુર,શ્વાવસ્તી, વગીરે જેવા નાના-નાના જિલ્લાઓમાં અખિલેશ યાદવ દ્વારા આપવામાં આવેલા લેપટૉપ વિદ્યાર્થીઓના ધરમાં એવી રીતે ગોઠવાઇ જશે, જેવી રીતે ટીવી અને કુલર ગોઠવાયેલા છે. પ્રશ્ન: જ્યારે વિજળી નથી તો લેપટૉપ શું કામ કરશે. છોકરાઓ તો આસપાસની હોટલમાં ચાર્જ કરી લેશે, પરંતુ છોકરીઓ આ લેપટૉપ ક્યાં ચાર્જ કરશે?

3

3

કેકેસી, લખનઉના શિક્ષક ડૉ. આલોક ચાંટિયાએ લેપટૉપ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે માઉસ શું હોય છે, તો 10માંથી 6 બાળકોને માઉસ વિશે ખબર ન હતી. પ્રશ્ન: અખિલેશ જી તમે લેપટૉપ તો આપી દિધા, શું ડિગ્રી કોલેજોમાં સરકારી ખર્ચે કોઇ એવી ટ્રેનિંગ આપવાની યોજના બનાવી, જેમાં વિદ્યાર્થીને કોમ્પ્યુટર શિખવાડવામાં આવે?

4

4

જે વિદ્યાર્થીઓને લેપટૉપ આપવામાં આવ્યાં છે, તેમાંથી 90 ટકા વિદ્યાર્થી એવા છે, તે ભણવા પણ નથી આવતા. જો લખનઉ યુનિવર્સિટી તથા તેની સાથે જોડાયેલા કોલેજોમાં પરીક્ષામાં બેસવા માટે 75 ટકા હાજરી ફરિયાત કરવામાં આવે તો, 90 ટકા વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે નહી. પ્રશ્ન: મુખ્યમંત્રી સાહેબ શું આ લેપટૉપ ખરેખર ભણવા માટે આપવામાં આવ્યા છે? જો હા, તો આજે જ આખા રાજ્યમાં 75 ટકા હાજરી અનિવાર્ય કરો.

5

5

સાચું કહીએ તો મફતના આ લેપટૉપે વિદ્યાર્થીઓને બારમું પાસ કરતાં જ છેતરપિંડી કરતાં શિખવાડશે. આવા કેટલાક કિસ્સા ધ્યાનમાં પણ આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને નકલી પુરાવા લગાવીને લેપટૉપ લેવાનો પ્રયત્ન કર્યા અને પકડાઇ ગયા. પ્રશ્ન: આવી છેતરપિંડી તમે કેવી રીતે રોકશે?

6

6

ડિગ્રી કોલેજોમાં લેપટૉપ મેળવવા માટે વિદ્યાર્થીઓને પોતાની દસમા અને બારમા ધોરણના સર્ટિફિકેટ, ફી રસીદ અને આઇડી કાર્ડની ઝેરોક્ષ લગાવવી પડે છે. આઇડી કાર્ડ પર પ્રોક્ટરની સહી ફરજિયાત હોય છે. જે વિદ્યાર્થી કોલેજ આવતા નથી, તેમના આઇ કાર્ડ પર પ્રૉક્ટરની સહી કેવી રીતે થશે. તો આવા વિદ્યાર્થીઓની બનાવટી સહી કરતાં પકડાઇ ગયા. પ્રશ્ન: આજે બનાવટી સહી કરી, કાલે આ વિદ્યાર્થી શું કરશે?

7

7

અખિલેશ સરકારે પોતાનો વાયદો પૂરો કરવામાં એટલી ઉતાવળ બતાવી કે તેને પૂરો કરવાના ચક્કરમાં એ વિદ્યાર્થીઓને ભૂલી ગઇ, જે ખરેખર જરૂરિયાતમંદ હતા. જેમને ખરેખર પૈસાની જરૂરિયાત છે. જી હા આ વર્ષે હજુ સુધી સ્કોલરશિપના પૈસા સરકારે કોલેજોને મોકલ્યા નથી. જો સત્રના અંત સુધી સ્કોલરશીપના પૈસા કોલેજોને પહોંચશે નહી તો ગરીબ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે, અથવા માર્કશીટ અટકાવવામાં આવશે. પ્રશ્ન: સીએમ સાહેબ તમને લાગતું નથી કે લેપટૉપથી વધુ જરૂરિયાત પૈસાની હતી?

8

8

સરકારી નિયમ અનુસાર જો શિક્ષક બે દિવસ ભણાવતા નથી તો તેને આચાર્યને જવાબ આપવો પડે છે. સારી રીતે ક્લાસ ન ચલાવતા ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આવી જાય છે. આવી સ્થિતીમાં શું કરવામાં આવે, જ્યારે સરકાર પોતે શિક્ષકોને કહી રહી છે કે તમે ભણાવવાના બદલે લેપટૉપ વહેંચો. એક કોલેજમાં લેપટૉપ વહેંચવામાં એક શિક્ષકના દસ દિવસ ખરાબ થાય છે. પ્રશ્ન: જે રાજ્યમાં વર્ષના 180 દિવસ અભ્યાસ થતો નથી, શું ત્યાં આ પ્રમાણે સમયની બરબાદી યોગ્ય છે?

9

9

ડિગ્રી કોલેજોની લાઇબ્રેરીમાં પુસ્તકો ઇશ્યૂ કરાવીને વાંચવાનું ચલણ ખૂબ જુનૂ છે. પરંતુ અફસોસ વિદ્યાર્થી સારા પુસ્તકો તથા તેના લેખકનું નામ સુદ્ધાં જાણતા નથી. આવા સમયે લેપટૉપ તેમની જરૂરિયાત પુરી કરશે. ત્યારે આવા સમયે શું થઇ લાઇબ્રેરીનું, જ્યાં ખરેખર પુસ્તકો જ્ઞાનના ભંડાર છે. પ્રશ્ન: લાઇબ્રેરીના યોગ્ય ઉપાય માટે તમારી પાસે કોઇ યોજના છે?

10

10

લેપટૉપને લઇને અમારો સૌથી મોટો પ્રશ્ન અખિલેશ સરકારને એ છે કે અંતે તે લેપટૉપ વહેંચી શું કરવા માંગે છે. તેમની સરકારનો હેતું શું છે, કારણ કે ફક્ત લેપટોપ વહેચવાથી કશું થવાની નથી. જો વાત ભવિષ્યની હોય તો શું સપા સરકાર એવી વ્યવસ્થાની યોજના બનાવી રહી છે, જેનાથી યુપીના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં જ પોતાનું ભવિષ્ય સુરક્ષિત દેખાય?

English summary
Chief minister of Uttar Pradesh Akhilesh Yadav is distributing free laptops to the students who passed intermediates last year. Since there is no need and proper training srudents will only watch pornographic content.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X