For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યુઝિયમમાં એની જાતે જ ફરવા લાગી મમીની ચાર હજાર વર્ષ જુની આ મૂર્તિ!

|
Google Oneindia Gujarati News

બ્રિટેન, 7 ઑગસ્ટ: સામાન્ય રીતે આપણે હાલતી ચાલતી બાર્બી ડોલ જોવા માટે ટેવાયેલા છીએ, અને આપણને એ પસંદ પણ પડે છે. પરંતુ એ વાતની કલ્પના કરો કે કોઇ મ્યુઝિયમમાં મુકેલી 4000 વર્ષ જુની મૂર્તિ એની જાતે જ ફરવા લાગે તો તે આપને ભયભીત કરી શકે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આવા કોઇ અજુબાને આપ ચાલાકી સમજી શકો છો. જેમ કે ગણેશજીની મૂર્તિ દૂધ પીવા લાગે તો, વિજ્ઞાન સાબિત કરી દે છે કે આની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે. જેને પગલે આપ આવા સમાચારને હસવામાં જ ઉડાવી દેશો.

mummy statue
પરંતુ અત્રે જે સમાચાર છે એ ગણેશજીની મૂર્તિ અંગેના નથી, બ્રિટેનના સંગ્રહાલયમાં મૂકવામાં આવેલી મમીની મૂર્તિ છે જે રહસ્યમય હિલચાસ કરી રહી છે, અને વૈજ્ઞાનિકો પણ આ હિલચાલ પાછળનું કારણ શોધી નથી શક્યા. આજના સમયમાં આવા સમાચાર સાંભળવા જરૂર અટપટા લાગે છે પરંતુ તે સો ટકા સાચા છે. બ્રિટેનના મેનચેસ્ટર સંગ્રહાલયમાં 80 વર્ષથી રાખવામાં આવેલી 4000 વર્ષ જુની મિસ્રની એક મૂર્તિ અચાનક રહસ્યમય રીતે ફરવા લાગી.

સમાચાર અનુસાર 10 ઇંચ લાંબી આ મૂર્તિ એક મમીની કબરમાંથી મળી હતી. એક દિવસ અચાનક આની દિશા બદલાયેલી જોઇને વિશેષજ્ઞ ચોંકી ઉઠ્યા, તેમણે પહેલા તો આ હિલચાલને વહેમ માન્યો પરંતુ વારંવાર મૂર્તિને યોગ્ય રીતે ગોઠવી દીધા બાદ પણ તે 180 ડિગ્રી પર ફરી જતી હતી. આશ્ચર્યચકિત થઇને તેમણે તેના અંગેની સત્યતા જાણવા વીડિયો કેમેરો પણ લગાવ્યો. રેકોર્ડિંગમાં મૂર્તિનું એની જાતે ફરતાં જોવું તેમના માટે આશ્ચર્યજનક હતું.

વૈજ્ઞાનિકને પણ તેની પાછળનું કોઇ ઠોસ કારણ સમજાતું નથી. સંગ્રહાલયના ક્યૂરેટર આને આધ્યાત્મિક કારણ માને છે. પરંતુ ફિલ્મોથી અલગ હકીકતમાં મમીની આ મૂર્તિની રહસ્યમય હિલચાલ સૌના માટે એક કૂતુહલ બની ગયું છે.

English summary
Ancient Egyptian Statue Moves On Its Own in Museum of Britain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X