For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: અણ્ણા હઝારેએ ક્યારે, શા માટે અને કેટલીવાર કર્યા છે અનશન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અણ્ણા હઝારેએ પોતાની જીંદગીના 18મા અનશન 18 ડિસેમ્બરે તોડ્યા. સાર્વજનિક જીવન સાથે જોડાયેલા અલગ-અલગ મુદ્દાઓને લઇને અણ્ણા હઝારે ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરતા આવ્યા છે અને આ ક્રમમાં તેમને અત્યાર સુધી 18 અનશન કર્યા. જો કે હજુ સુધી એમ ન કહી શકાય કે આ તેમની જીંદગીનું છેલ્લા અનશન હતા.

ભારતીય આર્મીના જવાન તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા અણ્ણા હઝારેએ પ્રથમ અનશન જૂન 1980માં કર્યા હતા. એક સ્થાનિક સ્કૂલ માટે શિક્ષણ વિભાગ પાસેથી માન્યતા પ્રાપ્ત કરવા માટે અણ્ણા હઝારેએ આ અનશન કર્યા હતા. અમહમદનગરમાં કરવામાં આવેલા પ્રથમ અનશન એક દિવસના હતા.

અણ્ણા હઝારેના એક સહયોગીએ જણાવ્યું હતું કે 76 વર્ષના સમાજસેવીએ પોતાની જિંદગીમાં અત્યાઅ સુધી 137 દિવસ સુધી અનશન કર્યા છે. તેમને અત્યાર સુધી 13 અનશન મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ જ્યારે પાંચ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કર્યા છે.

અત્યાર સુધી અણ્ણા હઝારેએ કેટલા, ક્યારે અને શા માટે અનશન કર્યા છે તે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

શિક્ષણ વિભાગ વિરૂદ્ધ અનશન

શિક્ષણ વિભાગ વિરૂદ્ધ અનશન

ભારતીય આર્મીના જવાન તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા અણ્ણા હઝારેએ પ્રથમ અનશન જૂન 1980માં કર્યા હતા. એક સ્થાનિક સ્કૂલ માટે શિક્ષણ વિભાગ પાસેથી માન્યતા પ્રાપ્ત કરવા માટે અણ્ણા હઝારેએ આ અનશન કર્યા હતા. અમહમદનગરમાં કરવામાં આવેલા પ્રથમ અનશન એક દિવસના હતા.

ખેડૂતોની સમસ્યાને લઇને અનશન

ખેડૂતોની સમસ્યાને લઇને અનશન

અણ્ણા હઝારેએ બીજા અનશન જૂન 1982માં પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં બે દિવસ સુધી કર્યા હતા. ગ્રામીણ વિકાસના કામમાં સરકારી અધિકારીઓ દ્વારા સહયોગ ન કરવાના વિરોધમાં અણ્ણા હઝારેએ આ અનશન કર્યા હતા. તેમને ત્રીજીવાર પણ અનશન પોતાના ગામમાં જ કર્યા હતા જે પાંચ દિવસના હતા. ખેડૂતોની સમસ્યાને લઇને તેમને ત્રીજી વાર અનશન 1989માં કર્યા હતા. 1989માં તેમને પોતાના ગામમાં ચોથીવાર અનશન કર્યા જે નવ દિવસ સુધી ચાલ્યા હતા. કૃષિ તથા વિજ પુરી પાડવાના મુદ્દે આ અનશન કર્યા હતા.

ભ્રષ્ટાચાર વિરોધમાં અનશન

ભ્રષ્ટાચાર વિરોધમાં અનશન

મહારાષ્ટ્ર વન વિભાગમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અણ્ણા હઝારેએ પોતાનું પાંચમું અનશન પૂણે જિલ્લાના અલંડીમાં કર્યા જે છ દિવસના અનશન હતા. મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારના ભ્રષ્ટાચાર વિરોધમાં અણ્ણા હઝારેએ 12 દિવસો સુધી ચાલ્યા હતા છઠ્ઠા અનશન પોતાના ગામમાં કર્યા હતા.

શિવસેના-ભાજપના મંત્રીઓના ભ્રષ્ટાચાર વિરોધમાં અનશન

શિવસેના-ભાજપના મંત્રીઓના ભ્રષ્ટાચાર વિરોધમાં અનશન

અણ્ણા હઝારેએ 10 દિવસો સુધી ચાલેલા પોતાના સાતમા અનશન રાલેગણ સિદ્ધિમાં મે 1997માં કર્યા હતા. મહારાષ્ટ્રની તત્કાલીન શિવસેના-ભાજપ સરકારના મંત્રીઓના ભ્રષ્ટાચાર વિરોધમાં તેમને આ અનશન કર્યા હતા. તેમને આ મુદ્દે પોતાના આઠમા અનશન ઓગષ્ટ 1999માં કર્યા હતા જે 10 દિવસોના હતા. નવ દિવસના પોતાના નવમા અનશન અણ્ણા હઝારેએ ઓગષ્ટ 2003માં મુંબઇમાં કર્યા હતા. માહિતી અધિકારની કાયદાકીય માંગણીને લઇને તેમને આ અનશન કર્યા હતા.

માહિતી અધિકાર માટે અનશન

માહિતી અધિકાર માટે અનશન

માહિતી અધિકારીના કાયદાને ભવિષ્યમાં અમલીકરણ, ગ્રામ પંચાયતોને વધુ અધિકાર આપવા અને સરકારી અધિકારીઓની બદલી પર કાયદાની માંગણી કરતાં તેમને અણ્ણા હઝારેએ પોતાના 10 અનશન ફેબ્રુઆરી 2004માં કર્યા.

કેન્દ્ર સરકારને ચેતાવણી માટે અનશન

કેન્દ્ર સરકારને ચેતાવણી માટે અનશન

લગભગ 11 દિવસો સુધી ચાલેલા અણ્ણા હઝારે 11મા અનશન અલંડીમાં ઓગષ્ટ 2006માં કર્યા હતા. માહિતી અધિકારના કાયદોને નબળો બનાવવાની પ્રયત્નથી કેન્દ્રને દૂર રહેવાની ચેતાવણી આપવા માટે તેમને આ અનશન કર્યા હતા.

ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી માટે અનશન

ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી માટે અનશન

અણ્ણા હઝારે ડિસેમ્બર 2005થી જાન્યુઆરી 2006 દરમિયાન 10 દિવસોના અનશન કર્યા હતા. જજ સાવંત આયોગ દ્વારા દોષી ગણવામાં આવેલા મહારાષ્ટ્ર સરકારના ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણીને લઇને આ અનશન કર્યા હતા. ઓક્ટોમ્બર 2009માં તેમને પોતાના ગામમાં નવ દિવસના અનશન કર્યા અને મહારાષ્ટ્રની કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સરકારના ભ્રષ્ટ મંત્રીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી કરી. માર્ચ 2010માં પણ તેમને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પાંચ દિવસોના અનશન કર્યા.

લોકપાલ બિલ માટે અનશન

લોકપાલ બિલ માટે અનશન

અણ્ણા હઝારેના 15મા, 16મા, 17મા અને 18 અનશન લોકપાલ બિલ માટે હતા. પાંચ દિવસોના 15મા અનશન દિલ્હીમાં એપ્રિલ 2011માં કર્યા હતા જ્યારે 13 દિવસો સુધી ચાલેલા 16મા અનશન દિલ્હીમાં ઓગષ્ટ 2011માં કર્યા હતા. ડિસેમ્બર 2011માં મુંબઇમાં અણ્ણા હઝારેના 17મા અનશન બે દિવસ સુધી કર્યા હતા. તેમના 18મા અનશન રાલેગણ સિદ્ધિમાં નવ દિવસ સુધી ચાલ્યા અને તેને તેમને 18 ડિસેમ્બરે તોડ્યા હતા.

અણ્ણા હઝારેએ 137 દિવસ સુધી અનશન કર્યા

અણ્ણા હઝારેએ 137 દિવસ સુધી અનશન કર્યા

અણ્ણા હઝારેના એક સહયોગીએ જણાવ્યું હતું કે 76 વર્ષના સમાજસેવીએ પોતાની જિંદગીમાં અત્યાઅ સુધી 137 દિવસ સુધી અનશન કર્યા છે. તેમને અત્યાર સુધી 13 અનશન મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ જ્યારે પાંચ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કર્યા છે.

English summary
On the 18th day of December, Anna Hazare finally called off his 18th fast most unlikely to be his last during his prolonged struggles for various public causes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X