For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનો કે ના માનો પણ વાત સાચી છે કે કીડી પણ બનાવે છે ટોયલેટ

|
Google Oneindia Gujarati News

લંડન : 'જ્યાં સોચ ત્યાં શૌચાલય' આ મેસેજ વિદ્યાબાલન ભલે હાલ કહી રહી હોય પણ કડીઓએ તો આ મેસેજ વર્ષો પહેલા સમજી લીધો હતો. એટલું જ નહીં કડીના કીડીયારામાં દરેક કીડી નિત્યક્રમ ટોયલેટમાં જ કરે છે. માનો કે ના માનો પણ આ વાત છે સો ટકા. કીડીઓ તેમના કીડીયારામાં બનાવે છે ટાયલેટ. જર્મન યુનિવર્સિટી ઓફ રેજેનબર્ગના શોધકર્તા તોમર કજાકજક્સ આ વાતનો ધટસ્ફોટ કર્યો છે.

ant

કીડીઓના રોજીંદા નિત્યકર્મ વ્યવહારને અધ્યન કરતા તોમરને કીડીઓના કીડીયારામાં ભૂરા રંગનો પદાર્થો મળ્યો જેની તપાસ કરતા ખબર પડી કે તે કીડીઓનું મળ છે. ત્યારબાદ વધુ સંશોધન માટે શોધકર્તાઓએ સફેદ રંગના પ્લાસ્ટના કીડીયારામાં રહેતી કીડીને લાલા અને વાદળી રંગનું ખાવાનું ખવડાયું અને તેમના કીડીયારાનું નિરીક્ષણ કર્યુ્ં. શોધકર્તાઓએ જોયું કે કીડીઓના કિડીયારામાં એક કે બે વિભાગ લાલ અને વાદળી રંગના મળથી ભરેલા હતા.

વધુમાં શોધકર્તાઓએ એ પણ જોયું કે કિડીયારામાં સાઇડના ભાગ સિવાય કોઇ પણ જગ્યાએ રંગીન મળનું નિશાન ન હતું. જે પરથી તેમણે અર્થઘટન કર્યું કે કીડીયારાની તમામ કીડીઓ એક નિશ્ચિત જગ્યા જ પોતાનો મળ ત્યાગ કરે છે અને ખાસ કરીને તે કીડીયારાના ખૂણાનો ભાગ જ મળત્યાગ માટે ઉપયોગમાં લે છે.

એટલું જ નહીં કડી પોતાના કીડીયારાની સાફ સફાઇનું પણ ખાસ ધ્યાન રાખે છે. અને કચરો કીડીયારાની બહાર ફેંકે છે. નોંધનીય છે કે આ અધ્યન જર્નલ પીએલઓએસ વનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ત્યારે આપણે પણ આ વાતથી કીડી જોડેથી શીખવું જોઇએ.

English summary
The first in-depth look at ant bathroom habits has found that some of the insects maintain "toilets" in their intricate underground colonies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X